જેસલ જાડેજા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

કચ્છ, ગુજરાતના બહારવટિયામાંથી પરિવર્તિત સંતકવિ
Content deleted Content added
જેસલ જાડેજા એ કચ્છનાં સંતકવિ છે જેનું જી...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું
(કોઇ તફાવત નથી)

૧૮:૦૫, ૧૦ માર્ચ ૨૦૧૪ સુધીનાં પુનરાવર્તન

જેસલ જાડેજા એ કચ્છનાં સંતકવિ છે જેનું જીવનચરિત્ર જુદા જુદા પ્રકારે આલેખાયેલ છે. જેસલનો જન્મ કચ્છનાં દેદા વંશનાં રાજપૂત ચાંદોજી જાડેજાને ત્યાં થયો હતો તેવુ જાણવા મળે છે. જેસલનું પૂર્વજીવન રાજ્ય સામે બહારવટે ચડેલા કાલજાળ લૂંટારા તરીકે સર્વત્ર આલેખાયું છે. સૌરાષ્ટ્રનાં સંત રાજવી સાંસતિયા કાઠીને ત્યાં તેની ઘોડી અને તલવાર ચોરવા જતાં પાટપૂજન વિધી સમયે અચાનક સાંસતિયાની પત્નિ તોરલને જોઈ. ક્રુર અને બહારવટીયા જેસલનાં જીવનનો ઉદ્દાર કરવાનાં આશયથી સાંસતિયાને પોતાની ઘોડી, તલવાર સાથે તોરલ પણ જેસલને સોંપી દીધી હતી. ત્યાર બાદ અનેક કસોટીઓની વચ્ચે તોરલે તેનો બચાવ કર્યો અને ધીરે ધીરે જેસલનું હ્દય પરિવર્તન થતાં મહામાર્ગમાં દીક્ષિત થયા હતાં. તેઓએ ઘણાબધા પ્રચલિત ભજનોની રચના કરી હતી. જેમાં પોતાનાં પાપોનું પ્રાયશ્ચિત અને હ્દયવ્યથાનું નિરૂપણ છે. ગુજરાત રાજ્યનાં કચ્છનાં અંજાર શહેરમાં તેમને જીવતા સમાધી હતી જે આજે પણ પ્રખ્યાત સ્થળ છે. તેઓ આજે જેસલપીર તરીકે પુજાય છે.