વિકિપીડિયા:નિષ્પક્ષ દૃષ્ટિકોણ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૧૯:
કેટલાંક કિસ્સાઓમાં, વિષય માટેનાં મથાળાની પસંદગી પક્ષપાતનો આભાસ કરાવે છે. સામાન્ય રીતે જ્યારે નિષ્પક્ષતા ઇચ્છવાયોગ્ય હોય ત્યારે આ બાબતને સ્પષ્ટતા વડે સમતોલ કરવી જોઈએ. જો કોઈ નામ વિશ્વાસપાત્ર સ્રોતોમાં બહોળાપણે વપરાયું હોય (ખાસ કરીને જે ગુજરાતીમાં લખાયા હોય), અને એને કારણે તે વાચકો દ્વારા સારી રીતે સમજી શકાય/ઓળખી શકાય એ પ્રકારનું હોય, તો એ કેટલાંકને પક્ષપાતી જણાઈ શકે તેવું હોવા છતાં મથાળામાં વાપરી શકાય છે. દા.ત. "અમિરઅલી ઠગ" કે "ગોધરાકાંડ" કે "બોફોર્સ કૌભાંડ" વગેરે મથાળાં આપવા એ વિવાદમાં કે પ્રશ્નમાં રહેલા વિષયને દર્શાવવાનો યોગ્ય રસ્તો છે, ભલે તે નિર્ણયાત્મક દેખાતા હોય. વિષય માટેનું ઉત્તમ નામ પસંદ કરવું એ તેના લખાણ સાથેના ઉલ્લેખના પૂર્વાપર સંબંધ પર આધારીત છે; અન્ય વૈકલ્પિક નામો અને તે સાથે જોડાયેલી વિવાદાસ્પદ બાબતોનો ઉલ્લેખ કરવો એટલું પુરતું છે, ખાસ કરીને ત્યારે જ્યારે લેખનો મૂળ વિષય જ એ વિવાદાસ્પદ બાબતને ચર્ચતો હોય.
 
આ સલાહ ખાસ કરીને લેખનાં મથાળાંઓને લાગુ પડે છે. જ્યારે સામાન્ય વપરાશમાં વિવિધ વૈકલ્પિક શબ્દો વપરાતા હોય ત્યારે, લેખના મથાળા માટે કોઈ એક શબ્દનું ચયન કરવું, આ લેખના મથાળા (અને ભૌગોલિક નામો જેવા પ્રસ્તુત મુદ્દાઓ) માટેની નીતિ છે. સંયુક્ત નામ વાળા મથાળાઓ બિનપ્રોત્સાહક કે મનભંગ કરનારા બની રહેશે. દા.ત. "જળ/પાણી", "પ્રાણવાયુ/ઓક્સિજન" કે "જૂનાગઢ (જુનાગઢ)" વાપરવા જોઈએ નહિ. એને બદલે, વૈકલ્પિક શબ્દોને લેખની અંદર યોગ્યપણે પ્રાધાન્ય આપી દર્શાવવા અને યોગ્ય જણાય તો વૈકલ્પિક મથાળાં બનાવી જરૂરી રિડાયરેક્ટ્સ આપવાં.
This advice especially applies to article titles. Although multiple terms may be in common usage, a single name should be chosen as the article title, in line with the article titling policy (and relevant guidelines such as on geographical names). Article titles that combine alternative names are discouraged. For example, "Derry/Londonderry", "Aluminium/Aluminum" or "Flat Earth (Round Earth)" should not be used. Instead, alternative names should be given due prominence within the article itself, and redirects created as appropriate.
 
કેટલાંક લેખના મથાળાં નામ હોવાને બદલે વર્ણનાત્મક હોય છે. વર્ણનાત્મક મથાળાંની શબ્દરચના તટસ્થતાપૂર્વક થવી જોઈએ, જેથી કરીને તે વિષયની તરફેણ કે વિરુદ્ધનો દૃષ્ટિકોણ દર્શાવતી બને નહિ, અથવા લેખના તત્ત્વોને મુદ્દાની ચોક્કસ બાજુ દર્શાવવા વિશે મર્યાદામાં રાખે. (ઉદા. તરીકે, લેખનું મથાળું "અબકનું દોષદર્શન" ને બદલે "અબકનું મૂલ્યાંકન" એમ રાખવું વધુ યોગ્ય ગણાય.) નિષ્પક્ષ મથાળું બહુવિધ દૃષ્ટિકોણો અને લેખના જવાબદારીપૂર્ણ આલેખનને પ્રોત્સાહિત કરે છે.
 
Some article titles are descriptive, rather than being a name. Descriptive titles should be worded neutrally, so as not to suggest a viewpoint for or against a topic, or to confine the content of the article to views on a particular side of an issue (for example, an article titled "Criticisms of X" might be better renamed "Societal views on X"). Neutral titles encourage multiple viewpoints and responsible article writing.
====લેખનું બંધારણ====
[[#યોગ્ય અને અયોગ્ય ભાર|યોગ્ય અને અયોગ્ય ભાર]] અને [[#દ્વિપાંખીયો દૃષ્ટિકોણ|દ્વિપાંખીયો દૃષ્ટિકોણ]] જેવી સમસ્યાઓને અવગણવા અને નિષ્પક્ષતાનું જતન કરવા અર્થે લેખના આંતરીક બંધારણ પર ખાસ વધારાનું ધ્યાન આપવું જરૂરી બને છે. જો કે લેખો માટે કોઈ ચોક્કસ બંધારણ, નિયમો કે પ્રતિબંધો નક્કી કરાયા નથી પણ એટલી દરકાર રાખવાની રહે કે લેખનો સમગ્રતયા દેખાવ, વિશાળપણે, નિષ્પક્ષ હોય.