વિકિપીડિયા:નિષ્પક્ષ દૃષ્ટિકોણ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૨૧:
આ સલાહ ખાસ કરીને લેખનાં મથાળાંઓને લાગુ પડે છે. જ્યારે સામાન્ય વપરાશમાં વિવિધ વૈકલ્પિક શબ્દો વપરાતા હોય ત્યારે, લેખના મથાળા માટે કોઈ એક શબ્દનું ચયન કરવું, આ લેખના મથાળા (અને ભૌગોલિક નામો જેવા પ્રસ્તુત મુદ્દાઓ) માટેની નીતિ છે. સંયુક્ત નામ વાળા મથાળાઓ બિનપ્રોત્સાહક કે મનભંગ કરનારા બની રહેશે. દા.ત. "જળ/પાણી", "પ્રાણવાયુ/ઓક્સિજન" કે "જૂનાગઢ (જુનાગઢ)" વાપરવા જોઈએ નહિ. એને બદલે, વૈકલ્પિક શબ્દોને લેખની અંદર યોગ્યપણે પ્રાધાન્ય આપી દર્શાવવા અને યોગ્ય જણાય તો વૈકલ્પિક મથાળાં બનાવી જરૂરી રિડાયરેક્ટ્સ આપવાં.
 
કેટલાંક લેખના મથાળાં નામ હોવાને બદલે વર્ણનાત્મક હોય છે. વર્ણનાત્મક મથાળાંની શબ્દરચના તટસ્થતાપૂર્વક થવી જોઈએ, જેથી કરીને તે વિષયની તરફેણ કે વિરુદ્ધનો દૃષ્ટિકોણ દર્શાવતી બને નહિ, અથવા લેખના તત્ત્વોને મુદ્દાની ચોક્કસ બાજુ દર્શાવવા વિશે મર્યાદામાં રાખે નહિ. (ઉદા. તરીકે, લેખનું મથાળું "અબકનું દોષદર્શન" ને બદલે "અબકનું મૂલ્યાંકન" એમ રાખવું વધુ યોગ્ય ગણાય.) નિષ્પક્ષ મથાળું બહુવિધ દૃષ્ટિકોણો અને લેખના જવાબદારીપૂર્ણ આલેખનને પ્રોત્સાહિત કરે છે.
 
====લેખનું બંધારણ====