મોરારજી દેસાઈ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું ઇન્ફોબોક્સ - કોપી-પેસ્ટ.
લીટી ૪૩:
 
== પ્રારંભિક જીવન ==
[[File:Desai1937.jpg|thumb|left|૧૯૩૭માં મોરારજી દેસાઇ]]
મોરારજી દેસાઈનો જન્મ તત્કાલીન બોમ્બે પ્રેસિડન્સીના વિસ્તારમાં આવતા [[વલસાડ જિલ્લો|વલસાડ જિલ્લા]] ના તેમજ તાલુકામાં આવેલા ભદેલી ગામમાં થયો હતો. આ ગામ હાલમાં [[ગુજરાત|ગુજરાત રાજ્ય]]માં આવે છે. મોરારજીભાઈએ વિલ્સન કૉલેજ, [[મુંબઈ]], [[મહારાષ્ટ્ર]] થી સ્નાતક ની પરીક્ષા ઉતીર્ણ કરી હતી. ત્યાર પછી તેઓ [[ગુજરાત]] માં નાગરીક (સિવિલ) સેવામાં જોડાયા હતા. એમણે ઇ. સ. ૧૯૨૪ના વર્ષમાં અંગ્રેજોની આ નોકરી છોડી દઇ તેઓ આઝાદીની ચળવળમાં જોડાયા. ઇ. સ. ૧૯૩૦ ના વર્ષમાં તેમણે [[અસહકારની ચળવળ]]માં ભાગ લીધો હતો. [[ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ|સ્વતંત્રતા સંગ્રામ]] માં ભાગ લેવાને કારણે એમણે જેલ જવું પડ્યું હતું અને એમણે ઘણો સમય જેલમાં વિતાવ્યો હતો. પોતાની નેતૃત્વ ક્ષમતા ના કારણે તેઓ સ્વતંત્રતા સંગ્રામ સેનાનીઓના વહાલા રહ્યા અને ગુજરાત કોંગ્રેસના મહત્વપૂર્ણ નેતા રહ્યા હતા. જ્યારે ઇ. સ. ૧૯૩૪ અને ઇ.સ. ૧૯૩૭ના સમય માં પ્રાંતિય પરિષદો ની ચુંટણીઓ થઇ ત્યારે તેઓ ચુંટાયા હતા તથા તેમણે બોમ્બે પ્રેસિડન્સી માં નાણાં (વિત્ત) મંત્રી તેમ જ ગૃહ મંત્રી તરીકે ની જવાબદારીઓ નિભાવી હતી.
ભારત દેશને આઝાદી મળ્યા પછી તેઓ રાજકારણમાં સક્રિય રહ્યા હતા. તેમણે રાજ્ય ના પ્રધાન અને દેશના પ્રધાન તરીકે વિવિધ જવાબદારીઓ નિભાવી હતી.
 
મોરારજી દેસાઈ માત્ર ગુજરાત નું જ નહિ, પરંતુ આખા ભારત દેશ નું ગૌરવ હતા, આજે પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે. આજે પણ માત્ર બે રૂપિયા અને ૨૦ પૈસામાં ખાંડ આપનાર વડાપ્રધાન તરીકે લોકો મોરારજી દેસાઈ ને યાદ કરે છે. આ ઉપરાંત ચુસ્ત સિદ્ધાંતવાદી, નિયમિતપણે સ્વમૂત્ર તેમજ ફળાહાર જેવા કુદરતી ઉપચાર વડે તંદુરસ્ત શરીર જાળવનાર તરીકે પણ લોકો એમને યાદ કરે છે.