વિકિપીડિયા:ચોતરો (અન્ય): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
→‎"વરાઇ" એ શું છે ?: ‘શનિનો નંગ સોનાની વિંટીમાં પહેરો’
લીટી ૧,૩૩૯:
:::::એક બહુ ખોટી માન્યતા અંગ્રેજી અને બીનગુજરાતી વનસ્પતિશાસ્ત્રીઓ અને આમજનતામાં એ પ્રવર્તે છે કે સામો અને મોરૈયો એ બંને એક જ. અને ''એચિનોક્લોઆ'' પ્રજાતિની જુદી-જુદી અમુક જાતિઓને આ બેમાંથી એકાદાનું નામ આપતા રહે છે. ખરેખર સામો અને મોરૈયો એ પણ બંને જુદી વનસ્પતિઓ છે (વનસ્પતિશાસ્ત્રની દૃષ્ટિએ). તમારા કન્ફ્યુઝનમાં એક વધારો કરવા માટે સુશાંતભાઈએ થોડા સમય પહેલા બનાવેલો આપણે અહિંનો [[સામો]] લેખ જુઓ. જેમાં સાંબો, સામો, મોરૈયો વગેરે બધું એક જ, અને એ બધું એટલે ''Echinochloa colona'' એમ જણાવવામાં આવ્યું છે. આ બધો વાંક નરસિંહ મહેતાનો કે એમણે ગાઈ નાખ્યું "...રંગ રૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોયે..." અને એટલે જ આપણે પણ શું ફેર પડે છે, સાંબો હોય કે સામો હોય કે પછી મોરૈયો કે ભગર હોય કે ભલે હોય વરાઇ, કોઈ એને શ્યામ કહે, કોઈ ઘનશ્યામ, કયે નામે લખવી કંકોતરી.... તો પછી કોઈ કહે ''Echinochloa colona'' અને કોઈ એને કહેતા ''Echinochloa colona''... એવું છે ભાઈ. હવે સામાન્ય નિયમ પ્રમાણે મોરૈયો રંગે સફેદ હોય અને સામો નામ સંસ્કૃત શબ્દ '''શ્યામક''' પરથી ઉતરી આવ્યું છે, જે દર્શાવે છે કે એનો રંગ શ્યામ હોય. આમ જો તમે આપણી સ્ત્રીઓને [[સામા પાંચમ]] કરતી જોઈ હોય તો તે દિવસે તેઓ થોડું શામળા રંગનું ધાન ખાય છે, જે છે સામો. એક સામાન્ય માન્યતા એવી છે કે સામો બહુ ગરમ પડે, એટલે અને શહેરોમાં બહુ છૂટથી મળતો ન હોવાને કારણે સામાનો ચપટો ભરીને મોરૈયા ભેગો ભેળવીને તે દિવસે બનાવવામાં આવે છે, જેથી સામો ખવાઈ ગયો એમ ગણાય. આમ સામો અને મોરૈયો બન્ને જુદા. એમાંથી ભગર એટલે કદાચ સામો અને વરાઇ એટલે મોરૈયો. વળી એ બેમાંથી કયાનું વૈજ્ઞાનિક (શાસ્ત્રીય કે વનસ્પતિશાસ્ત્રની દૃષ્ટિએ) નામ કયું તે મારું જૂનું જ્ઞાન અને ખૂણે ખાંચરે પડેલા પુસ્તકોમાંથી ખંખોળીને પાકું કર્યા પછી જણાવીશ અને તે પ્રમાણે અહિં લેખ બનાવીશું કે જે છે તેને મઠારીશું.
::::::સ_ર_સ ! નડતા શનિનાં નિવારણ માટે વિદ્વાન જ્યોતિષ પાસે જઈએ એટલે એ કહે ‘શનિનો નંગ સોનાની વિંટીમાં પહેરો’, શનિ તો નડતો રહે, સોની પણ નડે !!! પણ ખેર, આશરે અડધી જિંદગી (૪૬ થયા, ૯૨-૯૫ તો કરવા જોઈશે જ !) ગઈ પણ આ વિકિપીડિયા અને આ ચર્ચા (સાથે ધવલજીનો અનુગ્રહ) ન થઈ હોત તો બાકીની અડધી જિંદગીમાં પણ આ "સામો", "સાંબો", "મૌરૈયો", "વરાઇ" જેવાં ધાન્યો અને એ વિશે આવી સરસ માહિતીઓ જાણવા ન મળત. (ખાવા મળવાની તો વાત જ દૂર રહેત, હવે ઘરમાં એક દા‘ડો બનાવીશું !). આપે નરસૈંયાને ઠીક સંભાળ્યો, એથી મને આપણું વિકિસ્રોત યાદ આવ્યું. ત્યાં પણ વળી થોડું કામ કરીએ. "વરાઈ" વિશે એક વિગતવાર લેખ બને ત્યારે આ ‘ચર્ચાની એને ઉપયોગી વિગતો’ ત્યાંના ચર્ચાને પાને ફેરવાય એવું કરીશું. આભાર.--[[:User:Ashok modhvadia|<b><font color="magenta">અશોક મોઢવાડીયા</font></b>]]<sup>[[:User_talk:Ashok modhvadia|ચર્ચા]]/[[:Special:Contributions/Ashok modhvadia|યોગદાન]]</sup> ૧૫:૨૯, ૫ જાન્યુઆરી ૨૦૧૪ (IST)
 
== લોકસભા સામાન્ય ચૂંટણી - ૨૦૧૪ ==
 
લોકસભા સામાન્ય ચૂંટણી - ૨૦૧૪ બાબતે જણાવવાનું કે આગામી એપ્રિલ ૩૦, ૨૦૧૪ ના ગુજરાતમાં લોકસભા - ૨૦૧૪ માટે મતદાન થનાર છે. તો આ માટે લોકોમાં મતદાન અંગેની જાગૃતિ લાવવા માટે વિકિપીડિયાની સહાય લઇ શકાય તેમ છે. આથી અહીં, વિકિપીડીયા તથા વિકિસ્રોતના મુખપૃષ્ઠ પર મતદાન માટેની અપિલ કરી શકાય તેમ છે. તો મારો એવો વિચાર છે કે આપણા ગુજરાતી વિકિના મુખપૃષ્ઠ પર મતદાન કરવાની અપિલ દર્શાવતું ચિત્ર / લખાણ / લિન્ક (http://ceo.gujarat.gov.in) મુકી શકાય. આ બાબતે આપનો સહુનો અભિપ્રાય આપવા વિનંતી.
 
*ઇમેજ લિન્ક: http://erms.gujarat.gov.in/cap/gallery/gallery_images.aspx
[[સભ્ય:Nileshbandhiya|નિલેશ બંધીયા]] ([[સભ્યની ચર્ચા:Nileshbandhiya|talk]])