ગિરનાર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 122.169.97.230 (talk)દ્વારા ફેરફરોને Gubot દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટ...
યોગ્ય ફોટાઓ ઉમેર્યા
લીટી ૨:
{{માહિતીચોકઠું પર્વત
|નામ = ગિરનાર
|ફોટો = Girnar_1Girnar Full View.jpg
|ફોટોસાઇઝ =
|ફોટો નોંધ = ગિરનાર ફોટો
|ઉંચાઇ = ૩૩૮૩ મી.
|સ્થળ = [[ભવનાથ]], [[જૂનાગઢ]]
|પર્વતનો પ્રકાર =અગ્નિકૃત
|વેબસાઇ =
}}
લીટી ૪૪:
===પરિક્રમાનું મહત્વ===
[[ગિરનાર]]એ અગ્નિક્રૂત પર્વત છે. જેના ઉપર સિધ્ધચોરાસી સંતોનાં બેસણા છે. સંતો-શુરાઓ અને સતીઓની આ પાવનકારી ભુમિ છે, કે જેના કણ કણમાં આદિ કવિ નરસિંહ મહેતા,સાહિત્યકારો, કવિઓ અને જગવિખ્યાત ગિરના સાવજની જગપ્રસિધ્ધીની મહેક પ્રસરી રહી છે આવી આ ધરતી માથે ઘણા વર્ષોથી યોજાતી પરિક્રમા દરવર્ષે યોજાય છે. જેને લોકભાષામાં '''પરકમ્મા''' અને '''લીલી પરકમ્મા''' પણ કહેવાય છે. ગરવા [[ગિરનાર]]ની ફરતે યોજાતી આ ૩૬ કી.મી. ની ચાર દિવસ પરિક્રમામાં જુદા જુદા સ્થળોએથી ભકતો આવે છે. આ પરિક્રમા કારતક સુદ અગીયારસે ચાલુ થાય છે અને પૂનમને દિવસે એટલે કે [[દેવ દિવાળી]]નાં દિવસે પુર્ણ થાય છે. આ પરિક્રમા કેટલા સમયથી શરૂ થઈ તેનો પાકો સમય મળતો નથી પરંતુ અગાઉના સમયમાં ફકત સાધુ-સંતોજ કોઈ પણ જાતનાં સરસામાન લીધા વિના કરતા હતા અને તે દરમિયાન [[ભજન]] [[ભકિત]] થતી હતી. ત્યાર બાદ સમય બદલાતા, આ પરીક્રમા સંસારી માણસો પણ કરવા લાગ્યા જેમાં ભોજન પ્રસાદ થવા લાગ્યો અને સામાજીક સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે. [[ગિરનાર]]ની આ પરિક્રમા સ્વયંભુ છે.
[[File:Girnar Parikrama Gateway.jpg|thumb|ગિરનાર પરિક્રમા પ્રવેશદ્વાર, રૂપાયતન ખાતે શ્રદ્ધાળુઓ]]
 
આ પરિક્રમાનું મહત્વ ખાસતો એટલા માટે વધી જાય છે, કારણકે આવા ધાર્મિક સ્થળે એક સાથે અલગ અલગ પ્રાંત, રીતરીવાજ અને પહેરવેશનાં લોકોની સંસ્ક્રુતિને જાણવાનો મોકો મળે છે. શહેરની તમામ સુખ સુવિધાથી દુર પ્રક્રુતિનાં ખોળે અને જંગલના ઘટાટોપ વનરાઈની વચ્ચે ખળખળ વહેતા ઝરણાઓની સંગાથે સુમધુર કરતા પક્ષીઓનાં કલરવ સાથે પ્રક્રુતિની ગોદમાં જીવનનાં ત્રિવિધ તાપથી રાહત મેળવવા તેમજ તમામ પ્રકારનાં દુ:ખ ભુલીને આવનાર સમયમાં બને તેટલું યથા શક્તિ પુણ્યનું ભાથુ બાંધવા માટે પરમ સત્યને પામવા માટે આ પગપાળા પરિક્રમા યોજાય છે. તે
Line ૫૨ ⟶ ૫૩:
 
બીજા દિવસે આ કામણગારી ધરાને ખુંદતા પ્રક્રુતિને નિહાળતા અને આનંદ પ્રમોદ કરતા પગપાળા પંથ કાપતા જાય છે. દિવસ દરમિયાનનો થાક પ્રથમ દિવસે થોડો ઓછો લાગે છે. અને બપોરનાં ભોજન માટે બધા યાત્રિકો પોતપોતાની રીતે જમવાનુ બનાવીને તૂપ્ત થાય છે. આમ બીજા દિવસે રાત્રિ રોકાણ '''જીણાબાવાની મઢી'''એ થાય છે. યાત્રિકો માટે આ પ્રથમ વિસામો છે. અહીં શરૂઆતમાં વડલીવાલા માતાજીની જગ્યા આવેલી છે. તે પછી જીણાબાવાની મઢી આવે છે. અહીં નવાબી કાળમાં જીણાબાવા નામનાં સંત ધુણી ધખાવીને રહેતા હતાં. જેના નામ ઉપરથી આ સ્થળનું નામ પડયુ છે. પહેલા તો અહીં એક ઝુંપડી જ હતી. આજે તો અહીં ભગવાન [[શિવ]]નું મંદિર અને જીણાબાવાનો ધુણો પણ આવેલો છે. આડે દિવસે કોઈ પણ માણસ જોવા ન મળે ત્યાં લાખો માણસો સાથે રાત્રિ રોકાણ કરે છે. આ દરમિયાન ઘણીબધી સામાજીક સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્ર ચાલે છે. આમ તેરસનાં દિવસે ભગવાન સુર્યનારાયણનાં પ્રથમ કિરણો ધરતી ઉપર પડતાની સાથે જ બધા ચાલવાનું શરૂ કરે છે.
[[File:Girnar Parikrama Sadhus.jpg|thumb|ગિરનાર પરિક્રમામાં સાધુ સંતો]]
 
ત્રીજા દિવસે સવારથી જ નવી તાજગી સાથે યાત્રિકો જય ગિરનારી, જય ભોલેનાથ, હર હર મહાદેવ, જય ગુરૂદત જેવા નારા લગાવતા લગાવતા આગળ વધે છે. બપોરનો સમય થતા યાત્રિકો સાથે લાવેલો નાસ્તો કરે છે અથવા તો રસોઈ બનાવે છે. અને સાંજ પડતા જ જંગલનાં ગીચ ઝાડી હોવા છતાં ગમે ત્યાં જગ્યા મેળવીને પડાવ નાખે છે. આમ ત્રીજા દિવસનું રાત્રિ રોકાણ '''માળવેલા''' થાય છે. આ સ્થળ [[ગિરનાર]]નાં જંગલનાં મધ્યમાં આવેલુ અતિ રમણીય છે. અહીં ખૂબજ ઉચી વેલો થાય છે. જયાં દિવસનાં સુર્યના કિરણો પણ પહોંચી શકતા નથી અને તેથીજ તેનુ નામ માળવેલા પડયું છે. જયાં પણ રાત્રે ભજનીકો દ્વારા [[ભજન]] અને રાસમંડળીની જમાવટ થાય છે. આમ યાત્રિકો પોતાનો થાક ભક્તિમય અને કુદરતી સૌંદર્યથી ભરપુર જગ્યાએ ઉતારે છે. આમ ચૌદશની સવારે બધા ત્યાંથી ચાલવાનું શરૂ કરે છે.
Line ૮૮ ⟶ ૯૦:
 
'''(૧) ભવનાથ મહાદેવ :-''' આપણા શાસ્ત્રોમાં કોઈપણ મંદિરનાં પ્રાગટય વિષેની જે વાતો જોવા મળે છે તે મુજબ ભવનાથ મહાદેવની કથા પ્રચલિત છે તે પ્રમાણે જયારે [[પ્રલય]] થયો અને [[બ્રહ્મા]]નાં દિવસનો અંત આવ્યો, ત્યારે સૃષ્ટિ રુદ્રમાં લય પામી. પ્રભાત થયું ત્યારે [[બ્રહ્મા]], [[વિષ્ણુ]] તથા [[રુદ્ર]] સત્વ, રજસ અને તમસ રૂપે પ્રગટ થયા. [[પ્રલય]] વખતે [[શિવ]] જળમાં સમાધિસ્થ હતા. [[બ્રહ્મા]], [[વિષ્ણુ]] અને [[રુદ્ર]] વચ્ચે કોણ મોટું એ અંગે વિવાદ જાગ્યો. તે સમયે [[શિવ]] વચ્ચે પડયા અને [[બ્રહ્મા]]ને ઉત્પતિ, [[વિષ્ણુ]]ને પાલન પોષણ અને [[રુદ્ર]]ને સંહારનું કામ સોંપી તકરારનો અંત આણ્યો.
[[ચિત્ર:Bhavnath Mahadev.jpg|thumb|ભવનાથ મહાદેવ]]
 
જેથી જગતપિતા [[બ્રહ્મા]]એ [[શિવજી]]ને સંસારમાં રહીને સંસારીઓના સુખદુ:ખનું સમાપન કરવા વિનંતિ કરી. આથી ભગવાન [[શિવ]]એ પૃથ્વી પર નજર દોડાવી. વનરાજીથી આભુષિત એવા ઉજર્યત પર્વત ([[ગિરનાર]]) તેમની નજરે ચડયો. જેથી [[ગિરનાર]]નાં ખોળે ભગવાન [[શિવ]]એ આસન જમાવ્યું. બીજી તરફ [[કૈલાશ]]માં મહાદેવને ન જોતા [[પર્વતી]]એ શોધખોળ આરંભી. [[શિવ]]ને દેવોએ સૃષ્ટિ પર મોકલ્યા છે તે જાણીને [[પાર્વતી]] ક્રોધે ભરાયા. પતિની શોધ કરતા કરતા [[પાર્વતી]] મહાદેવે જયાં આસન જમાવેલું ત્યાં આવ્યાં. જેની સાથે બીજા દેવતાઓ પણ હતાં. તે દિવસે ભગવાન [[શિવ]] ભવનાથરૂપે પ્રગટ થયા તે દિવસ વૈશાખ સુદ પૂનમનો હતો. [[પાર્વતી]]એ [[અંબિકા]]રૂપે [[ગિરનાર]] ઉપર તથા [[વિષ્ણુ]]એ દામોદર તરીકે દામોદર કુંડમાં વાસ કર્યો. અન્ય દેવતાઓ, યક્ષો, ગાંધર્વોએ [[ગિરનાર]]નાં અલગ અલગ સ્થાનોને પોતાના નિવાસ બનાવ્યા હતા તેમ લોકવાયકા છે.