વલ્લભીપુર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 14.195.202.192 (talk)દ્વારા ફેરફરોને Dsvyas દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલ...
લીટી ૨૮:
 
==ઇતિહાસ==
વલ્લભીપુર પ્રાચીન મૈત્રક વંશ (૪૭૦-૭૮૮ ઈ.સ.) ની રાજધાની હતું. શબ્દકોશમાં "વલભી" શબ્દનો અર્થ ‘છજું; ઢળતું છાપરું અને ભારવટિયું; વળી કે વાંસ નીચે નાખેલ લાકડું’ એવો મળે છે.<ref>[http://www.gujaratilexicon.com/dictionary/GG/%E0%AA%B5%E0%AA%B2%E0%AA%AD%E0%AB%80*/ ભ.ગો.મં.]</ref> આ નગરી નદીની બે શાખાઓ વચ્ચે આવેલ ઉચ્ચ પ્રદેશ પર વહેલી હોય એના મકાન ઉચ્ચા મકાનોના છાપરા જેવા કે મકાનોનો છાપરા પરના શિરોગૃહ જેવા દેખાતા હોય એ ઉપર થી તે નગરનું નામ ‘વલભી‘ પડયાની સંભાવના ડો. આર.એન.મહેતા વ્યકત કરે છે.<ref>Valabhi of the maitrakas J.O.I. Vol XIII P.250</ref> તો [[રસિકલાલ પરીખ]] આ દશ્ય શબ્દ હોય તેના બે અર્થ સૂચવે છે. (૧) વલહિ - [[કપાસ]] (ર) વલહી - વલયા-વેલા- સમુદ્ર કાંઠા પર આવેલું સ્થળ<ref>(‘ગુજરાતની રાજધાનીઓ‘ અમદાવાદ ઈ.સ.પૂ. ૧૬-૧૭)</ref> આમ, જયાં કપાસનો પાક બહુ થતો હશે તે સ્થળ.<ref>[http://bhavnagardp.gujarat.gov.in/bhavnagar/taluka/valbhipur/taluka-vishe/itihas.htm તા.પં.વલ્લભીપુર વેબ પરનો ઇતિહાસ]</ref> મૈત્રક ભટ્ટાકે અહી મૈત્રક વંશની સ્થાપના કરી પોતાની રાજધાની સ્થાપી (સને:૪૭૦). આ પૂર્વે [[મૌર્ય વંશ|મોર્ય]]થી ગુપ્ત કાળ સુધી [[સૌરાષ્ટ્ર]]નું પ્રમુખ મથક ગિરીનગર (હાલનુ [[જુનાગઢ]]) હતુ. મૈત્રક વંશની સ્થાપના થયા પછી તેની સત્તા-સમૃઘ્ધિમાં ઉત્તરોત્તર વિસ્તાર વિકાસ થતા વલભીનગરી સમૃઘ્ધિથી છલકાવા લાગી. એક વિધાધામ તરીકે પણ તે દુર સુદુર પ્રખ્યાત હતી. વલભીના શાસકોમાં મોટા ભાગના પરમ માહેશ્વર હોય અહી કેટલાક ભવ્ય શિવાલય પણ બંધાયા હશે, જેના અવશેષ રૂપ વિશાળ ભવ્ય લિંગો અને નંદીઓ આજસુધી મોજુદ છે, અલબત તે સમયનુ એક પણ મંદિર હયાત નથી. તો વૈષ્ણવ અને સૌર સંપ્રદાયને પણ એટલું જ મહત્વ મળ્યુ હતુ, એક સમયે તે [[બૌદ્ધ ધર્મ]]નુ પણ પ્રમુખ કેન્દ્ર હતુ. મૈત્રક કાળ દરમિયાન અહી કેટલાંક બૌદ્ધ વિહાર પણ બંધાયા હતા.<ref>[http://bhavnagardp.gujarat.gov.in/bhavnagar/taluka/valbhipur/taluka-vishe/itihas.htm તા.પં.વલ્લભીપુર વેબ પરનો ઇતિહાસ]</ref>
===વલ્લભીપુર સ્ટેટના ઠાકોરો===
ઇ.સ. ૧૭૯૮થી ૧૯૪૮ દરમ્યાન વલ્લભીપુરની ગાદી સંભાળી ચુકેલા ઠાકોરોના નામ