અભિષેક જૈન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૧૮:
અભિષેક જૈને [[અમદાવાદ]]ની એચ એલ કૉલેજમાંથી બેચલર ઓફ બિઝનેસ એડમિનીસ્ટ્રેશનની ઉપાધી મેળવી છે. ત્યારબાદ તેઓએ ફિલ્મ ક્ષેત્રે ઉચ્ચ અભ્યાસ થકી [[મુંબઈ]] ખાતે આવેલી સુભાષ ઘાઇની અત્યંત પ્રતિષ્ઠીત "વ્હીસલિંગ વૂડ્સ ઇન્ટરનેશનલ"માં ફિલ્મ ડિરેક્શનના કોર્સમાં પ્રવેશ મેળવ્યો હતો. આ પહેલા બાળપણમાં તેઓએ ૬ વર્ષ સુધી બાળકલાકાર તરીકે ગુજરાતી થિએટરમાં કામ કર્યુ છે. મુંબઈમાં રહી તેમણે સંજય લીલા ભણશાલી અને સુભાષ ઘાઇ જેવા બોલિવૂડના શ્રેષ્ઠતમ દિગ્દર્શકોની ફિલ્મ "ગુઝારિશ" અને "યુવરાજ"માં સહાયક દિગ્દર્શક સાથે કામ કરી ફિલ્મમેકિંગનો અનુભવ પ્રાપ્ત કર્યો હતો.<ref>{{cite web | url=http://www.imdb.com/name/nm5008241/bio?ref_=nm_ov_bio_sm/| title=Cinema | accessdate=June 25,2014}}</ref>
 
અમદાવાદ પરત આવ્યા બાદ પોતાના પિતાના બિઝનેસને સંભાળવાના બદલે તેઓ અમદાવાદના એક ખાનગી રેડિયો સ્ટેશન સાથે રેડિયો જોકી(આરજે) તરીકે જોડાયા હતા. એક મેનેજમેન્ટ સ્નાતક હોઇ તેમણે મેનેજમેન્ટ અને ફિલ્મમેકિંગને જોડવાનો પ્રયત્ન તેમની દિગ્દર્શક તરીકેની પ્રથમ ફિલ્મ ‘કેવી રીતે જઈશ’માં કર્યો છે. તેમની ફિલ્મ ‘કેવી રીતે જઈશ’ ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં પ્રથમ એવી ફિલ્મ છે જે [[અમદાવાદ]], [[વડોદરા]], [[સુરત]]ના સિંગલ સ્ક્રિન થિએટર સાથે સાથે મલ્ટીપ્લેક્ષ થિએટરમાં પણ રિલીઝ થઈ હતી.<ref>{{cite web|url=https://www.facebook.com/KeviRiteJaish/posts/450917334961087|title=Kevi Rite Jaish, 100 days}}</ref>
આ કારણે અભિષેક જૈનને "ગુજરાત ઇનોવેશન સોસાયટી" દ્વારા "ટ્રેન્ડસેટર ઓફ ધ યર ૨૦૧૨" જાહેર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેઓ રામ માધવાની સાથે પણ ઘણા એડવર્ટાઇઝીંગ કેમ્પેઇનમાં સહાયક દિગ્દર્શક તરીકે કામ કર્યુ હતુ.