ગૌતમ બુદ્ધ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૧૭:
'''સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ''' એ [[બૌદ્ધ ધર્મ]]ના સ્થાપક છે તથા [[હિંદુ ધર્મ]]માં [[વિષ્ણુ]]ના ૧૦ અવતારોમાં નવમા અવતાર ગણાય છે. જો કે બૌદ્ધ આ અવતારવાદમા આસ્થા ધરાવતા નથી. ઇ.સ. પુર્વે ૫૬૩માં બુદ્ધનો જન્મ કપિલવસ્તુ નગરીમાં શાલ્ક્ય પરિવારમાં થયો હતો. જન્મ સમયે તેમનું નામ સિદ્ધાર્થ હતું. જન્મના કેટલાક દિવસો બાદ માતાનું અવસાન થતાં તેમનો ઉછેર તેમની માસી ગૌતમીએ કર્યો હતો. આથી તેને લોકોએ ગૌતમ કહીને બોલાવવાનું શરૂ કર્યું હતું. ગૌતમ બુદ્ધ ૮૦ વર્ષ જીવ્યા હતા. ગૌતમ બુદ્ધને શાક્યમુનિ પણ કહેવાય છે.
 
=== ગૌતમ બુદ્ધનું જીવન ===
===જન્મ અને શરૂઆતનું જીવન===
પ્રચલિત માન્યતાઓ પ્રમાણે સિદ્ધાર્થ ગૌતમનો જન્મ મૌર્ય રાજા [[અશોક]]ના શાસનના ૨૦૦ વર્ષ પહેલા થયો હતો. તેઓનો જન્મ પ્રાચીન ભારતના લુમ્બિનિ, જે આજે [[નેપાળ]]માં છે,માં થયો હતો. રાજા સુધોધન તેમના પિતા અને રાણી મહામાયા તેમના માતા હતા. તેમનાં જન્મ વખતે અથવા તેના થોડાજ સમય બાદ માતા મહામાયાનું અવસાન થયું હતું. એમના નામકરણ વખતે ઘણાં વિદ્વાનોએ ભવિષ્યવાણી કરી હતી કે એ મહાન રાજા અથવા મહાન સદ્પુરુષ બનશે.