ગૌતમ બુદ્ધ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૨૮:
 
મગધ છોડયા પછી સિદ્ધાર્થ [[આલારા કલામ]] નામના ગુરૂના શિષ્ય બન્યા. થોડાજ સમયમાં તેઓએ [[આલારા કલામ]] દ્વારા શીખવવામા આવતી બધીજ વિદ્યા પર પ્રભુત્વ મેળવ્યુ. પણ સિદ્ધાર્થને આથી સંતોષ થયો નહીં અને તેઓએ ગુરૂ પાસેથી જવાની રજા માંગી. ગુરુએ સિદ્ધાર્થને પોતાની પાસે રહીને અન્ય વિધ્યાર્થીઓને શીખવવાનું આમંત્રણ આપ્યું પણ સિદ્ધાર્થે તેનો નમ્રતા પુર્વક અસ્વીકાર કર્યો. હવે સિદ્ધાર્થ [[ઉદ્રક રમાપુત્ર]] નામના ગુરૂના શિષ્ય બન્યા. અહી પણ પહેલા મુજબ જ બન્યું અને સિદ્ધાર્થે [[ઉદ્રક રમાપુત્ર]] પાસેથી રજા લીધી.
 
હવે સિદ્ધાર્થ [[ઉરુવેલા]] પહોચ્યાં જ્યાં નિરંજના નદીના કિનારે [[કૌડિન્ય]] પોતાના પાંચ સાથીઓ સાથે કઠોર તપસ્યા કરી રહ્યા હતા. હવે સિદ્ધાર્થનો ખોરાક દિવસનું એક ફળ માત્ર હતો. ઘણા સમય સુધી આ રીતે કઠોર તપસ્યા કરવાથી સિદ્ધાર્થનું શરીર ખુબજ નબળું થઈ ગયું. એક દિવસ નદીમાં સ્નાન કરી બહાર આવતી વખતે તેઓ ચક્કર આવવાથી પડી ગયા. હવે સિદ્ધાર્થેને વિચાર થયો જો ભુખથી મરી જઈશ તો ધ્યેયની પ્રાપ્તિ કેવી રીતે થશે. હવે તેઓએ અતિકઠોર તપસ્યા અને એશોઆરામ વચ્ચેનો [[મધ્યમ માર્ગ]] અપનાવવાનો નિશ્ચય કર્યો. તેઓએ [[સુજાતા]] નામની છોકરી પાસેથી ખીર ખાઈ ઉપવાસના પારણા કર્યા અને નવા જોમ સાથે તપસ્યાની શરૂઆત કરી.
 
=== બોધિની પ્રાપ્તિ ===