વર્ણાતુ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું DerekWinters (talk)દ્વારા ફેરફરોને Gubot દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવ...
નાનુંNo edit summary
લીટી ૧:
'''વર્ણાતુ''' અથવા '''ક્રોમિયમ''' એ એક [[રાસાયણિક તત્વ]] છે જેની સંજ્ઞા '''Cr''' અને [[અણુ ક્રમાંક]] ૨૪ છે. તે સમૂહ - ૬ નું પ્રથમ તત્વ છે. આ એક સ્ટીલ રાખોડી રંગની ચળકતી સખત ધાતુ છે જેને ઘસીને ખૂબ સારી રીતે ચળકાવી શકાય છે અને તેનું ગલન બિંદુ ખૂબ ઊંચુ હોય છે. આ સથે આ તત્વ ગંધ રહિત, સ્વાદરહિત અને ઢાળણશીલ છે. આ ધાતુને તેનું નામ ગ્રીક ભાષાના શબ્દ ક્રોમા (χρώμα) પરથી મળ્યું છે જેનો અર્થ થાય છે રંગ,<ref>[http://www.perseus.tufts.edu/hopper/text?doc=Perseus%3Atext%3A1999.04.0057%3Aentry%3Dxrw%3Dma χρώμα], Henry George Liddell, Robert Scott, ''A Greek-English Lexicon'', on Perseus</ref> કારણકે ક્રોમિયમના ઘણાં સંયોજનો રંગીન હોય છે. ૨૦૦૦ વર્ષ પહેલાં ચીનની ક્વીન રાજકુળના સમય દરમ્યાન કાંસાના ધનુષ્યો, લોઢાની તલવાર આદિ પર ક્રોમિયમ ઓક્સાઇડનો ઢોળ ચડાવતાં. આવા શસ્ત્રો તેની ચિનાઈમાટીની સેના પાસે મળી આવેલા છે. ઈ.સ. ૧૭૯૭માં લ્યુઈસ નિકોલસ વ્દ્વોક્રાવેલીન દ્વારા ક્રોકાઈટ (સીસાનો(II) ક્રોમેટ) માંથી આની શોધ કરાતાં પશ્ચિમી દુનિયાને આ ધાતુની ઓળખ થઈ. ક્રોકાઈટ ખનિજ એક રંગ દ્રવ્ય તરીકે વપરાતું હતું અને ક્રોમાઈટ નામની ખનિજ પણ ક્રોમિયમ ધરાવે છે, તેનો ઉપયોગ પણ રંગ દ્રવ્ય તરીકે થવા લાગ્યો.
 
ક્રોમિયમની સખતાઈ અને ખવાણા રોધી ગુણને કારણે તેને ખૂબ માન પૂર્વક જોવામાં આવતું હતું. આ એક મુખ્ય શોધ હતી કે પોલાદમાં ક્રોમિયમ ઉમેરતા એક ઊંચા દરજ્જાનું કાટ રોધી અને રંગ બદલાવટ સામે અવરોધ ધરાવતી મિશ્ર ધાતુ બની જાય છે. ક્રોમ પ્લેટીંગ (ક્રોમિયમનો ઢોળ ચઢાવવો) અને સ્ટેનલેસ સ્ટીલ બનાવવું એ આ ધાતુનો પ્રમુખ ઉપયોગ છે. ક્રોમિયમ અને ફેરોક્રોમિયમ એ એક માત્ર ખનિજ ક્રોમાઈટ માંથી સિલિકોથર્મિક કે એલ્યુમિનોથર્મિક પ્રક્રિયા દ્વારા અથવા રોષ્ટીંગ કે લીચીંગ પ્રક્રિયાઓ દ્વારા વાણિજ્યિક રીતે મેળવવામાં આવે છે.