પરમાણુ ક્રમાંક: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
સમસ્થાનિકો
લીટી ૪:
અણુ ક્રમાંક ''Z'' ને અણુ ભાર ''A'' સમજીને થાપ ન ખાવી જોઈએ તે અન્ય વસ્તુ છે. અણુભાર એ અણુના કેંદ્રમાંના પ્રોટોન અને ન્યૂટ્રોનની સંખ્યાનો સરવાળો હોય છે. પરમાણુની નાભિમાંના ન્યૂટ્રોનની સંખ્યાને ન્યૂટ્રોન ક્રમાંક કહે છે તેને ''N'' સંજ્ઞા વડે બતાવાય છે. આમ, ''A'' = ''Z'' + ''N''. સામાન્ય રીતે પ્રોટોન અને ન્યૂટ્રોન નું દ્રવ્યમાન સમાન હોય છે. (અને ઈલેક્ટ્રોનનું પ્રોટોન ન્યૂટ્રોનની સરખામણીએ દ્રવ્યમાન નહીવત્ હોય છે ), અને તેની દ્રવ્યમાન ખોડ ઘણી સૂક્ષ્મ હોય છે.
 
કોઈપણ તત્વના અણુઓને માત્ર એક અને એક જ પરમાણુ ક્રમાંક હોય છે પણ એક તત્વના અણુઓમાં ન્યૂટ્રોનની સંખ્યા ભિન્ન ભિન્ન હોઈ શકે છે. આને પરિણામે તે તત્વના પરમાણુઓના પરમાણુભાર ભિન્ન હોય છે જેને [[સમસ્થાનિક|સમસ્થાનિકો]] કહે છે. પ્રકૃતિમાં તત્વોના અણુઓ સમસ્થાનિકોના મિશ્રણ સ્વરૂપે મળે છે. આવા સમસ્થાનિકોના અણુભારની સરાસરી કાઢીને તત્વનો અણુભાર શોધવામાં આવે છે.
 
આ તત્વની સંજ્ઞા ''Z'' એ જર્મન શબ્દ ''Atom'''z'''ahl'' (અર્થાત્ પરમાણુ ક્રમાંક) પરથી આવેલી હોવાનું મનાય છે.