અલ્ટીમીટર (ઊંચાઈમાપક): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
'''અલ્ટીમીટર (ઊંચાઈમાપક)''' (तुंगतामापी) (Altimeter) એ...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું
 
લીટી ૧:
'''અલ્ટીમીટર (ઊંચાઈમાપક)''' (तुंगतामापी) (Altimeter) એ દરિયાની સપાટીથી જે તે સ્થળની ઊંચાઈ માપવા માટેનું ઉપકરણ છે. સૌથી સામાન્ય પ્રકારનું ઉપકરણ ચિન્હિત (calibrated), શુષ્ક દાબમાપક (Aneroid Barometer) હોય છે, જેમાં માપક (scale)નું આંકન એ પ્રકારે કરવામાં આવે છે કે જુદાં જુદાં સ્થળો પરનાં દબાણ તેમ જ દબાણના તફાવતને ચોક્કસ ઊંચાઈના સ્વરૂપમાં દર્શાવી શકે. તાપમાન તથા સ્થાનિક વાયુ-દબાણને કારણે ઉદ્‌ભવતી ત્રુટિઓનું શુદ્ધિકરણ કરી આ ઉપકરણ દ્વારા વિમાન વગેરેની ઊંચાઈ જાણી શકાય છે. આ સાથે આ ઉપકરણ વડે અવરોહણ-મથકની ઊંચાઈ પણ જાણી શકાય છે. અન્ય પ્રકારના ઉપકરણને ભુપૃષ્ઠ નિર્વાધિકા સૂચક (Terrain Clearance Indicator) કહેવાય છે, જેમાં રેડિયો તરંગો (radio waves)ના ફેરફાર દ્વારા ધ્વનિ અને પ્રતિધ્વનિમાં થતી સમય-અવધિ વડે વિભિન્ન સ્થળોની ઊંચાઈ જાણી શકાય છે.
 
[[શ્રેણી:વિજ્ઞાન]]
[[શ્રેણી:ઉપકરણ]]