લિનસ ટોરવાલ્ડ્સ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
પાનાં "Linus Torvalds" ને ભાષાંતર કરીને બનાવેલ
(કોઇ તફાવત નથી)

૧૨:૦૬, ૧૧ એપ્રિલ ૨૦૧૫ સુધીનાં પુનરાવર્તન

લિનસ બેનેડિક્ટ ટોરવાલ્ડ્સ (જન્મ ડિસેમ્બર ૨૮, ૧૯૬૯ હેલસિન્કી, ફીનલેંડ) કોમ્પ્યુટર વૈજ્ઞાનિક છે.

લિનસ ટોરવાલ્ડ્સ

તેનું નામ માતા-પિતા એ લિનસ પાઉલિંગ (વૈજ્ઞાનિક) ઉપરથી પાડેલું. લિનસે હેલસિન્કી યુનિવર્સિટીમાં ૧૯૮૮થી ૧૯૯૬ સુધી અભ્યાસ કર્યો હતો. તે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ પરથી ખ્યાતનામ બન્યો. ૧૯૯૧માં અભ્યાસ દરમિયાન તેણે પ્રોજેક્ટ તરીકે લિનક્સ બનાવવાની શરૂઆત કરી હતી. લિનક્સ એ પ્રખ્યાત UNIX ઓપરેટિંગ સિસ્ટમ પર આધારિત છે. હાલમાં, લિનક્સ એ મુક્ત ઓપરેટિંગ સિસ્ટમમાં સૌથી વધુ લોકપ્રિય છે.

લિનસ લિનક્સ પ્રોજેક્ટનો મુખ્ય સંચાલક છે, જેમાં વિશ્વભરમાંથી અનેક લોકો પોતાનો ફાળો આપે છે. તે પ્રોજેક્ટના ભવિષ્ય અંગેના ફેરફારો માટેનો નિર્ણય લે છે. તેણે ગીટ સોફ્ટવેર પણ બનાવ્યું છે. હાલમાં તે પોતાના કુટુંબ સાથે અમેરિકામાં રહે છે.

લિનસે પેંગ્વિનને લિનક્સ પ્રોજેક્ટના ચિહ્ન તરીકે પસંદ કર્યું છે. પેંગ્વિનનું ચિત્ર લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતા કોમ્પ્યુટરમાં ઘણી વખત દેખાય છે.

અન્ય કડીઓ

  • [ લિનસ ટોરવાલ્ડ્સનું અંગત પાનું]
  • The Linux Kernel Archives - કર્નલ.ઓર્ગ દ્વારા લિનક્સ કર્નલનો સ્ત્રોત