મહાભારત: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
Reverted to revision 401762 by Ashok modhvadia: condition. (TW)
લીટી ૪:
'''''મહાભારત''''' એ મુનિ [[વેદવ્યાસ|વેદવ્યાસે]] લખેલું [[મહાકાવ્ય]] છે, જેની ગણના [[સ્મૃતિ]] ગ્રંથોમાં કરવામાં આવે છે. મહાભારત ભારતીય સંસ્કૃતિની સૌથી પ્રસિદ્ધ કથા છે. [[હિંદુ ધર્મ]]ના બે મહાન ગ્રંથોમાં [[રામાયણ]] અને મહાભારતનો સમાવેશ થાય છે. આ કથાના કેન્દ્રમાં [[કુરુવંશ]]ના બે ભાઈઓના પુત્રો - પાંચ [[પાંડવો]] અને સો [[કૌરવો]]- વચ્ચેની શત્રુતાની વાત છે. જે આગળ જતાં એક અત્યંત [[મહાભારતનું યુદ્ધ|મોટા યુદ્ધમાં]] પરિણમે છે. યુદ્ધમાં [[વિષ્ણુ]]નો આઠમો [[અવતાર]] [[કૃષ્ણ]], પાંડવ [[અર્જુન]]ના [[સારથી]]ની ભૂમિકા ભજવે છે, જે દરમ્યાન તે અર્જુનને ઉપદેશ આપે છે. આ ઉપદેશ મહાભારતના એક ખંડમાં રહેલો છે, જેને [[ભગવદ ગીતા]](ભગવાને ગાયેલું ગીત) કહે છે. મહર્ષિ વેદ વ્યાસ ના પ્રિય શિશ્ય [[વૈશંપાયન]] દ્વારા [[જન્મેજય]]ને આ કથા ને વિસ્તાર સહિત કહેવાથી તેનું એક નામ '''જય-સંહિતા''' તરીકે પણ પ્રસિદ્ધ છે.
 
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
 
== '''પહેલાં ક્યારેય સાંભળી કે વાંચી નહીં હોય મહાભારતની કહાણીઓ''' ==
મહાભારતની કહાણીઓ આપણે બાળપણથી સાંભળતા આવી રહ્યા છીએ, ટેલિવિઝન પર જોતા આવ્યા છીએ છતાં પણ મહાભારત સાથે જોડાયેલી થોડી વાતોથી આપણે બધા જ અજાણ છીએ. તેનું કારણ એ છે કે, વેદવ્યાસ દ્વારા રચિત મહાભારત ખૂબ જ મોટો ગ્રંથ છે. જેમાં એક લાખ શ્લોક સમાયેલાં છે. આજે અમે તમને મહાભારત સાથે જોડાયેલી એવી થોડી કહાણીઓ વિશે જણાવી રહ્યા છીએ જે તમે કદાય પહેલાં ક્યારેય સાંભળી કે વાંચી નહીં હોય. તો ચાલો મહાભારતના સૌથી મોટા વિલન મામા શકુનિથી જ આ કહાણીઓને શરૂ કરીએ.
આપણે બધા જ જાણીએ છીએ કે, મામા શકુનિ કૌરવોના સૌથી મોટા હિતેચ્છુ હતા જ્યારે હકીકત તો આનાથી વિપરીત જ છે. શકુનિ જ કૌરવોના વિનાશનું સૌથી મોટું કારણ હતા. તેમણે જ કૌરવ વંશને સમાપ્ત કરવા માટે મહાભારતના યુદ્ધની પૃષ્ટભૂમિ તૈયાર કરી હતી. પરંતુ શકુનિએ આવું શા માટે કર્યું? તેનો ઉત્તર જાણવા માટે આપણે ધ્રૂતરાષ્ટ્ર અને ગાંધારીના વિવાહથી આ કથાની શરૂઆત કરવી પડશે.
શકુનિ જ હતાં કૌરવ વંશના વિનાશનું કારણઃ-
ધ્રૂતરાષ્ટ્રના વિવાહ ગાંધાર દેશની ગાંધારીના સાથે થયા હતાં. ગાંધારીની કુંડળીમાં દોષ હોવાને કારણે એક સાધુના કહ્યા મુજબ તેમના વિવાહ પહેલાં એક બકરા સાથે કરવામાં આવ્યા હતાં. ત્યાર પછી તે બકરાની બલિ આપવામાં આવી હતી. આ વાત ગાંધારીના વિવાહ સમયે છુપાવવામાં આવી હતી. જ્યારે ધ્રૂતરાષ્ટ્રને આ વાતની જાણ થઇ તો તેણે ગાંધાર નરેશ અને તેમના 100 પુત્રોને કારાવાસમાં નાખી દીધા અને તેમની ઉપર ખૂબ જ યાતાનાઓ આપી.
એક પછી એક સુબાલાના બધા જ પુત્રો મરવા લાગ્યાં. તેમને ભોજન માટે માત્ર મુઠ્ઠીભર ભાત આપવામાં આવતાં હતાં. સુબાલાએ પોતાના સૌથી નાના પુત્ર શકુનિને પ્રતિશોધ માટે તૈયાર કર્યો. બધા જ લોકો પોતાના ભાગના ભાત શકુનિને આપતાં હતા, જેના કારણે તે જીવિત રહીને કૌરવ વંશનો નાશ કરી શકે. મૃત્યુ પહેલાં સુબાલાએ ધ્રૂતરાષ્ટ્રને શકુનિને છોડવાની વિનંતી કરી જે ધ્રૂતરાષ્ટ્રે માની પણ લીધી. સુબાલાએ પોતાની કરોડરજ્જુના હાંડકાના પાસા બનાવવાનું શકુનિને જણાવ્યું. આ જ પાસા કૌરવ વંશનો નાશનું કારણ બન્યા હતાં.
શકુનિએ હસ્તિનાપુરમાં સૌથી પહેલાં બધા જ લોકોનો વિશ્વાસ જીત્યો અને 100 કૌરવોનો સંરક્ષક બન્યાં. તેમણે દુર્યોધનને યુધિષ્ઠિર વિરૂદ્ધ ભડકાવ્યો અને મહાભારત યુદ્ધનો આધાર પણ બનાવ્યો.
એક વરદાનને કારણે દ્રૌપદી બની હતી પાંચ પતિઓની પત્નીઃ-
દ્રૌપદી પોતાના પાછલાં જન્મમાં ઇન્દ્રસેન નામના ઋષિની પત્ની હતી. તેના પતિ સંત મૌદ્રલ્યનું અવસાન જલ્દી જ થઇ ગયું હતું. પોતાની ઇચ્છાઓની પૂર્તિ માટે તેણે ભગવાન શિવને પ્રાર્થના કરી. જ્યારે શિવ તેની સામે પ્રકટ થયા તો તે ગભરાઇ ગઇ અને તેણે 5 વાર પોતાની માટ વર માંગી લીધાં. ભગવાન શિવે તેણે આગામી જન્મમાં પાંચ પતિ આપ્યાં.
એક શ્રાપને કારણે ધૃતરાષ્ટ્ર જન્મેલાં અંધઃ-
ધૃતરાષ્ટ્ર પોતાના પાછલાં જન્મમાં એક ખૂબ જ દુષ્ટ રાજા હતાં. એક દિવસે તેમણે જોયું કે, નદીમાં એક હંસ પોતાના બાળકોની સાથે આરામથી ફરી રહ્યું છે. તેમણે આદેશ આપ્યો કે, તે હંસની આંખ ફોડી દેવામાં આવે અને તેમના બાળકોને મૃત્યુને ઘાટ ઉતારવામાં આવે. આ જ કારણથી આગામી જન્મમાં તે આંધળા જન્મેલાં અને તેમના પુત્રો પણ તે જ રીતે મૃત્યુને પ્રાપ્ત થયા જેવી રીતે હંસના બાળકોને મૃત્યુ આપવામાં આવી હતી.
અભિમન્યુ હતો કાલયવન રાક્ષસની આત્માઃ-
એવું કહેવામાં આવે છે કે, એક કાલયવન નામના રાક્ષસની આત્મા હતી. કૃષ્ણે કાલયવનનો વધ કરી, તેની આત્માને પોતાના અંહવસ્ત્રમાં બાંધી લીધી. તેઓ આ વસ્ત્રને પોતાની સાથે દ્વારકા લઇને ગયા અને એક કબાટમાં રાખી દીઘું. સુભદ્રા (અર્જુનની પત્ની)એ ભુલથી તે કબાટ ખોલ્યો અને એક જ્યોતિ તેના ગર્ભમાં આવી ગઇ અને તે બેહોશ થઇ ગઇ. આ જ કારણથી અભિમન્યુને ચક્રવ્યૂહ ભેદવાની માત્ર અડધી જ રીતની જાણ હતી.
એકલવ્ય જ બન્યો હતો દ્રોણાચાર્યની મૃત્યુનું કારણઃ-
એકલવ્ય દેવાશ્રવાનો પુત્ર હતો. તે જંગલમાં જ ખોવાઇ ગયો હતો અને તેને એક નિષદ હિરણ્યધનુએ બચાવ્યો હતો. એકલવ્ય રૂકમણી સ્વયંવરના સમયે પોતાના પિતાનો જીવ બચાવતા માર્યો ગયો હતો. તેના આ બલિદાનથી પ્રસન્ન થઇને શ્રીકૃષ્ણે તેને વરદાન આપ્યું કે, તે પોતાના આગામી જન્મમાં દ્રૌણાચાર્યથી બદલો લઇ શકશે. પોતાના આગામી જન્મમાં એકલવ્ય દ્રષ્ટદ્યુમ્ન બનીને જન્મ્યો અને દ્રૌણાચાર્યની મૃત્યુનો કારણ બન્યો હતો.
પાંડુની ઇચ્છા મુજબ પાંડવોએ ખાધુ હતુ પોતાના જ પિતાનું મૃત શરીરઃ-
પાંડુ જ્ઞાની હતાં. તેમની અંતિમ ઇચ્છા હતી કે પોતાના પાંચેય પુત્ર તેમના મૃત શરીરનું સેવન કરે જેના કારણે જે જ્ઞાન પાંડુએ અર્જિત કર્યું છે તે તેમના પુત્રોને મળી જાય. માત્ર સહદેવે પોતાના પિતાની ઇચ્છાનું પાલન કરતાં તેમના મસ્તિષ્કના ત્રણ ભાગનું સેવન કર્યું. પહેલા ભાગનું સેવન કરવાની સાથે જ સહદેવને ઇતિહાસનું જ્ઞાન થયું, બીજા ભાગનું સેવન કરવાથી વર્તમાન અને ત્રીજા ભાગનું સેવન કરવાથી ભવિષ્યનું જ્ઞાન થયું. જોકે, એવી માન્યતા છે કે, પાંચેય પાંડવોએ મૃત શરીરનું સેવન કર્યું હતું પરંતુ સૌથી વધારે ભાગનું સેવન સહદેવે જ કર્યું હતું.
કુરૂક્ષેત્રમાં આજે પણ છે માટી અજીબઃ-
કુરૂક્ષેત્રમાં એક જગ્યા છે, જ્યાં એવું માનવામાં આવે છે કે, મહાભારતનું યુદ્ધ થયું હતું. તે જગ્યાથી 30 કિલોમીટરના અંતરે માટીની સંરચના ખૂબ જ અલગ છે. વૈજ્ઞાનિકો પણ સમજી નથી શકતા કે, આવું કેવી રીતે સંભવ છે. કારણ કે, આ પ્રકારની માટી માત્ર ત્યારે જ જોવા મળી શકે છે જ્યારે તે જગ્યા પર ગરમી પુષ્કળ પ્રમાણમાં હોય. ઘણા લોકોનું એવું માનવું છે કે, યુદ્ધના કારણે જ આ માટીની પ્રકૃતિ બદલાઇ હશે.
શ્રી કૃષ્ણે લઇ લીધું હતું બર્બરીકનું મસ્તિષ્ક દાનમાં-
બર્બરીક ભીમનો પૌત્ર અને ઘટોત્કચનો પુત્ર હતો. બર્બરીકને કોઇપણ વ્યક્તિ હરાવી શકતો નહતો કારણ કે, તેની પાસે કામાખ્યા દેવીથી પ્રાપ્ત થયેલાં ત્રણ તીર હતાં, જેનાથી તે કોઇપણ યુદ્ધને જીતી શકતો હતો. પરંતુ તેણે એવી પ્રતિજ્ઞા લીઘી હતી કે, તે માત્ર નબળા પક્ષ માટે જ યુદ્ધ કરશે. હવે જ્યારે બર્બરીક યુદ્ધમાં જે સમયે પહોંચ્યો ત્યારે કૌરવોનો પક્ષ નબળો હતો માટે તેનું કૌરવ પક્ષ તરફથી યુદ્ધ કરવું નક્કી હતું. જ્યારે આ વાતની જાણ શ્રીકૃષ્ણને થઇ ત્યારે તેમણે બર્બરીકનું શીશ જ દાનમાં માંગી લીધું. તથા કૃષ્ણે બર્બરીકને વરદાન આપ્યું કે, તૂ કળયુગમાં મારા નામથી જ પ્રસિદ્ધ થઇશ.
દરેક યોદ્ધાનું અલગ હતું શંખઃ-
બધા જ યોદ્ધઓના શંખ ખૂબ જ શક્તિશાળી હતાં. ભાગવત ગીતાના એક શ્લોકમાં બધા જ શંખનું નામ છે. અર્જુનના શંખનું નામ દેવદત્ત હતું. ભીમના શંખનું નામ પૌંડ્રા હતું, તેના અવાજથી કાન બંધ થઇ જતાં હતાં. કૃષ્ણના શંખનું નામ પાંચજન્ય, યુધિષ્ઠિરના શંખનું નામ અનંતવિજયા, સહદેવના શંખનું નામ પુષ્પકૌ અને નકુલના શંખનું નામ સુધોશમની હતું.
અર્જુન ફરી એકવાર ગયા હતા વનવાસઃ-
એકવાર થોડા ડાકુઓનો પીછો કરતાં અર્જુન ભુલથી યુધિષ્ઠિર અને દ્રૌપદીના કક્ષમાં દાખલ થઇ ગયાં. પોતાની ભુલની સજા માટે તે 12 વર્ષના વનવાસ માટે નીકળી ગયાં. તે દરમિયાન અર્જુને ત્રણ વિવાહ કર્યાં- ચિત્રાંગદા (મણિપુરા), ઉલૂપી (નાગા) અને સુભદ્રા (કૃષ્ણની બહેન). આ નાગ કન્યા ઉલૂપીથી તેમને એક પુત્રનો જન્મ થયો જેનું નામ ઇરાવન હતું. મહાભારતના યુદ્ધમાં જ્યારે એકવાર રાજકુમારની સ્વૈચ્છિક નર બલિની જરૂર પડી ત્યારે ઇરાવને પોતાની બલિ આપી હતીં.
- Priyash B. Mistry.
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
== પરિચય ==
સ્વયં વ્યાસજી આ ગ્રન્થ માટૅ ઍમ લખે છે કે,