Content deleted Content added
No edit summary
→‎આભાર: અરે વાહ !
લીટી ૧૧૦:
મુની સેવા આશ્રમ માં પહેલી વિકિપીડિયા મીટ અપ દ્વારા એક નવા પ્રવાસ ની શરુઆત થઇ છે. આ પ્રવાસ માં આપનો સાથ હમેશા માટે મળતો રહેશે તેવી આશા સાથે ,આભાર
આ લખું છું ત્યારે તમને એક વખત આપના ઘરે સાથે જમ્યા હતા એ યાદ આવે છે. કદાચ તમને પણ યાદ હશે , હું સોમનાથ અને ગીરનાર ફરવા માટે આવેલો અને આપના પુત્ર હિરેન ના સમ્પર્ક થી તમારે ત્યાં મળવાનું થયું હતું, પછી તમે અમને શક્કર બાગ પ્રાણી સંગ્રહાલય અને ગીરનાર ની તળેટી જોવા માટે લઇ ગયા હતા. ખુબ મજા પડેલી આજે તમારો સંદેશો વાંચી ફરી એ સ્મરણો તાજા થઇ ગયા. ફરી એક વાર આભાર --[[સભ્ય:મિહિર|મિહિર પાઠક]] ([[સભ્યની ચર્ચા:મિહિર|talk]]) 20:30 29 June 2015 (IST)
:અરે વાહ ! આ તો વિકિ પર સામાજીક મેળાવડા જેવું થયું ! જો કે મને નામથી એ યાદ નહોતું આવ્યું, પણ તમે અહીં યાદ અપાવ્યું તો યાદ તાજી થઈ. વાહ ભ‘ઈ વાહ, તમને વિકિ પર મળીને આનંદ થયો. હિરેનને પણ તમારી યાદ આપી. તમારા પૂ.માતાજી-પિતાજીને અમારા પ્રણામ પાઠવશોજી. અને ફરી સમય મળ્યે અહીં આવો એવું હાર્દિક નિમંત્રણ તો ખરું જ. હવે તો આપણે વિકિમિત્રો પણ છીએ. અને હા, આજે આનંદ સાથે કહેવાનું મન થાય છે કે, આ વિકિપીડિયા માત્ર જ્ઞાન-વિજ્ઞાન જ નથી આપતું, સાથે સદાકાળના મિત્રો અને મીઠા સંબંધો પણ આપે છે. વિકિ પર તમારું અમુલ્ય યોગદાન અને વિકિ માટેના આવા અનેરા કાર્યક્રમો આપતા રહેશો. ધન્યવાદ મિહિરભાઈ.--[[:User:Ashok modhvadia|<b><font color="magenta">અશોક મોઢવાડીયા</font></b>]]<sup>[[:User_talk:Ashok modhvadia|ચર્ચા]]/[[:Special:Contributions/Ashok modhvadia|યોગદાન]]</sup> ૦૦:૪૨, ૩૦ જૂન ૨૦૧૫ (IST)