ધોકો (પંચાંગ): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
'''ધોકો''' અથવા '''પડતર દિવસ''' અથવા '''ખાલી દિવસ''' એ...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું
 
નાનુંNo edit summary
લીટી ૧:
'''ધોકો''' અથવા '''પડતર દિવસ''' અથવા '''ખાલી દિવસ''' એટલે બે ભારતીય વર્ષોની વચ્ચે આવતો વધારાનો દિવસ. એ દિવસે દિવાળી આગળના દિવસે પુરી થઇ ગયેલી હોય છે અને નવું વર્ષ અથવા બેસતું વર્ષ હજુ શરૂ નથી થયું હોતું. આવું થવા પાછળનું કારણ એ છે કે ભારતીય વર્ષની ગણતરી ચંદ્રની કળાને આધારે બનતી તિથીઓને આધારીત મહીનાઓ અને દિવસો વડે થતી હોય છે. ભારતીય પંચાગ પ્રમાણે ચંદ્રની કળાઓને ૩૦ ભાગમાં વહેચવામાં આવી છે જ્યારે હકીકતમાં ચંદ્ર એ ૩૦ કળાઓને ૩૦ દિવસ કરતા ઓછા સમયમાં પુર્ણ કરી લે છે. આથી દર મહીને પંચાગમાં એકાદ તિથીનો ક્ષય કે વૃદ્ધિ થતી જોવા મળે છે. વ્યાવહારીક સરળતા ખાતર ચંદ્રની તિથી સુર્યોદય સમયે જે હોય તેને આખા દિવસ માટે ગણી લેવામાં આવે છે. પણ શક્ય છે કે દિવસ દરમ્યાન તિથી બદલાઇ જતી હોય. ધોકાને દિવસે સુર્યોદય સમયે હજુ અમાસ હોય છે અને નવા વર્ષની પહેલી તિથી શરુ નથી થઇ હોતી. નવા વર્ષની શરૂવાત તો સવારે દેવ-દર્શનથી જ થવી જોઇએ એવી માન્યતા ને લીધે એ તર્ત જ પછીના દિવસે સવારે પહેલી તિથી ચાલુ હોય એ દિવસને નવા વરસનો પહેલો દિવસ ગણવામાં આવે છે. આમ બે વરસની વચ્ચે બે માંથી એક પણ વરસનો ભાગ ન હોય એવો એક દિવસ ક્યારેક આવી જાય છે.
 
==બાહ્ય કડીઓ==
# [http://www.divyabhaskar.co.in/news/mguj-continues-second-year-extra-day-after-diwali-1523836.html ૨૦૧૦ના વર્ષમાં દિવાળી પછી આવેલા પડતર દિવસ વિષેનો લેખ]
# [http://www.divyabhaskar.co.in/news/mguj-continues-second-year-extra-day-after-diwali-1523836.html ૨૦૧૦ના વર્ષમાં દિવાળી પછી આવેલા પડતર દિવસ વિષેનો એક અન્ય લેખ]
{{સ્ટબ}}
==સંદર્ભ==