પ્રાથમિક શાળા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું વાક્યો સરખાં કર્યા. વિકિડેટા-અવરોધક કડી હટાવી.
નાનું ચિત્ર.
લીટી ૧:
[[ચિત્ર:Elementary School.jpg|thumbnail|ભારતમાં આવેલી એક પ્રાથમિક શાળાનો વર્ગખંડ]]
'''પ્રાથમિક શિક્ષણ''' એટલે કે ધોરણ ૧ થી ૮ ધોરણ સુધીનું શિક્ષણ. આ પ્રાથમિક શિક્ષણ જ્યાં આપવામાં આવતું હોય, તે શાળાને '''પ્રાથમિક શાળા''' કહેવાય છે. [[ગુજરાત]] રાજ્યના લગભગ બધાં જ ગામોમાં પ્રાથમિક શાળા આવેલી છે. જેમાં ધોરણ ૧ થી ૮ સુધીનાં શિક્ષણ માટેની શાળાઓ, ધોરણ ૧ થી ૪ માટેની વર્ગશાળાઓ તેમ જ કન્યાકેળવણી માટેની કન્યાશાળાઓ પણ આવેલી છે. આ શાળાઓ મોટેભાગે ગ્રામ્ય વિસ્તારમાં જિલ્લા પંચાયત દ્વારા સંચાલિત હોય છે, જ્યારે શહેરી વિસ્તારોમાં નગરપાલિકા દ્વારા આ શાળાઓ ચલાવવામાં આવે છે. કેટલીક શાળાઓમાં ઉદ્યોગ શિક્ષણ તરીકે કાંતણ, કૃષિ જેવા વિષયો પણ શીખવાડવામાં આવે છે. આ ઉપરાંત ઘણી જગ્યાએ ખાનગી ટ્રસ્ટો કે સંસ્થાઓ દ્વારા પણ પ્રાથમિક શાળાઓ ચલાવવામાં આવે છે. કેટલીક પ્રાથમિક શાળાઓ અંગ્રેજી માધ્યમમાં પણ ચલાવવામાં આવે છે.
 
પ્રાથમિક શાળાઓમાં ''મધ્યાહ્ન ભોજન'' નામે એક યોજના ચલાવવામાં આવે છે, જેમાં બપોરની રિસેસમાં બાળકોને ભોજન આપવામાં આવે છે. આનું કારણ બાળકોને પુરતું પોષણ મળી રહે તે છે.
 
હવે ધોરણ ૮ ને પણ પ્રાથમિક વિભાગમાં સમાવી લેવામાં આવ્યો છે.