મુહમ્મદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું KartikMistry (talk)એ કરેલો ફેરફાર 417876 પાછો વાળ્યો
નાનુંNo edit summary
લીટી ૮૪:
 
હઝરત ફાતિમહ રદિ. સિવાય સઘળી અવલાદ આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની હયાતીમાં જ અવસાન પામી. અને હઝરત ફાતિમહ રદિ. આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની વફાતના છ માસ પછી વફાત પામ્યાં.
 
== જાનવરો ==
 
=== ઊંટણીઓ : ===
સીરતની કિતાબોમાં આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ગાય - ભેંસ પાળી હોય એવો કોઈ ઉલ્લેખ નથી. અલબત્ત વીસ દુધાળી ઊંટણીઓ આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ પાસે હતી. આ ઊંટણીઓ જંગલમાં રાખવામાં આવતી હતી અને રાત્રે એમનું દૂધ દોહીને બે મશકોમાં ભરીને લાવવામાં આવતું હતું. અમુક ઊંટણીઓ ઘણું દૂધ આપતી હતી. જેમ કે, અલહન્નાઅ. અસ્સમરાઅ. અલઉરય્યિસ. અસ્સઅદિય્યહ. અલબુગૂમ. અલયુસયરહ. અલરય્યાઅ.
 
બુરદહ : આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની એક ઊંટણીનું નામ 'બુરદહ' હતું. ઝહહાક બિન સુફયાને આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને આપી હતી. અને સૌથી વધુ દૂધ આપતી હતી. આ એક ઊંટણી બે ઉચ્ચપ્રકારની ઊંટણીઓ જેટલું દૂધ આપતી હતી.
 
મહરિય્યહ : એક ઊંટણીનું નામ મહરિય્યહ હતું. હઝરત સઅદ બિન ઉબાદહ રદિ.એ બનુઉકૈલના ઊંટોમાંથી પસંદ કરીને આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની સેવામાં ભેટ આપી હતી.
 
કસ્વાઅ (કપાયેલા કાનવાળી) : આ જ તે ઊંટણી છે, જે હઝરત અબૂબક્ર રદિ.એ બનૂકુશૈરથી ૮૦૦ દિરહમમાં ખરીદી હતી. આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે એના ઉપર સવાર થઈને જ હિજરત કરી હતી. ત્યારે એની ઉમર ચાર વરસ હતી. વહી ઉતરતી ત્યારે આ ઊંટણી સિવાય બીજી કોઈ પણ ઊંટણી આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો ભાર વેઠી શકતી ન હતી. એને અઝબાઅ અને જદઆઅ પણ કહેતા હતા. અમુક રિવાયતોથી માલૂમ પડે છે કે આ ત્રણ અલગ અલગ ઊંટણીઓના નામો છે.
 
આ કસ્વાઅ ઊંટણી દોડમાં પણ બધાથી આગળ રહેતી હતી. પણ એકવાર પાછળ રહી ગઈ તો એના પાછળ પડી જવાથી મુસલમાનોને ઘણો આઘાત લાગ્યો. આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે મુસલમાનોને સમજાવ્યા કે આ અલ્લાહ તઆલાનો ફેસલો છે, જે વસ્તુને તે બુલંદ કરે છે એને પરાસ્ત પણ કરે છે.
 
અમુકનું મંતવ્ય છે કે પાછળ રહી જનાર ઊંટણી 'અઝબાઅ' હતી. અને એ કસ્વાઅથી અલગ છે. અબૂઉબૈદ કહે છે કે એના કાનમાં કોઈ ખામી ન હતી. બલકે આ એનું નામ છે. જયારે અમુકનું કહેવું છે કે એના કાનમાં જન્મથી જ કાણું હતું, એટલા માટે એનું આવું નામ રાખવામાં આવ્યું.
 
=== બકરીઓ : ===
આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ પાસે ૧૦૭ બકરીઓ હતી. જેમાંથી સાત દૂધ આપતી હતી. એમના નામ આ પ્રમાણે છે. અજવહ. ઝમઝમ. સુક્તયા. બરકહ.� વરશહ. અત્લાલ. અત્રાફ. હઝ. ઉમ્મે અયમન રદિ. આ બકરીઓ ચરાવતાં હતાં. એક બકરી ગયષ્ાહ નામની પણ હતી. જેનું દૂધ આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ માટે અલગ રાખવામાં  આવતું હતું. 
 
=== મરઘો ===
ઇતિહાસકાર અબૂસઅદનું વર્ણન છે કે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ પાસે એક સફેદ મરઘો પણ હતો.