મુહમ્મદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનુંNo edit summary
લીટી ૨૦૧:
 
નોંધ : ઈસ્લામી પરિભાષા મુજબ જે લડાઇમાં મુહમ્મદ પયગંબર સાહેબે પોતે ભાગ લીધો હોય એને ગઝવહ કહે છે. અને જેમાં ૫યગંબર સાહેબ ૫ોતે ગયા ન હોય એને સરિય્યહ કહે છે.
 
== મૃત્યુ - વફાત ==
 
=== ઉમર ===
ત્રેસઠ વરસની ઉમરે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની વફાત થઈ. ઉમ્ર મુબારક વિશે બે કથનો બીજાં પણ છે. એક પાંસઠ વરસ અને બીજું સાંઈઠ વરસનું. પરંતુ ૬૩ વરસની રિવાયત જ સહી છે.
 
=== વફાતનો સમય ===
૧ર, રબીઉલ અવ્વલ, સોમવારના દિવસે ચાશ્તના સમયે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની વફાત થઈ. અમુક રિવાયતોથી વફાતની તારીખ ર, રબીઉલ અવ્વલ માલૂમ પડે છે.
 
હઝરત ઇબ્ને અબ્બાસ રદિ. ફરમાવે છે કે, તમારા નબીએ અકરમ સોમવારના દિવસે પેદા થયા. સોમવારના દિવસે જ મક્કાથી હિજરત કરી, સોમવારના દિવસે જ મદીના શરીફમાં પ્રવેશ્યા અને સોમવારના દિવસ જ વફાત પામ્યા.
 
=== દફનની રાત : ===
બુધવારની રાતે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને દફનાવવામાં આવ્યા. એક રિવાયત મંગળવારની રાત્રિની પણ છે.
 
મૃત્યુની બીમારી
 
૧ર દિવસ આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ બીમાર રહયા. અમુક ૧૪ દિવસ કહે છે. આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને તાવ આવતો હતો. રિવાયતોમાં આવે છે કે إذا جاء نصر اللہ ઉતરવાના પછીથી જ આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની બીમારી શરૂ થઈ ગઈ હતી, કારણ કે આ સૂરત વફાતની જાણ કરવાના અર્થમાં જ હતી.
 
=== છેલ્લો ખુત્બો ===
જુમેરાતના દિવસે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ માથા મુબારક ઉપર તેલવાળો અમામહ બાંધીને હુજરા શરીફમાંથી મસ્જિદમાં પધાર્યા તો મુબારક ચહેરો પીળો પડી રહયો હતો. આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે મિમ્બર ઉપર બેસીને હઝરત બિલાલ રદિ.ને બોલાવ્યા અને ફરમાવ્યું કે, એલાન કરી દો કે તમારા નબીની નસીહત સાંભળવા ભેગા થઈ જાઓ, કારણ કે આ છેલ્લી નસીહત છે. આ સાંભળતાં જ અબાલ - વૃદ્ઘ, સઘળા, જે સ્િથતિમાં હતા, મસ્જિદમાં ભેગા થઈ ગયા. લોકોને ન તો બારણા બંધ કરવાનું ભાન હતું, ન માલ - મતાની ફિકર. બધું ખુલ્લું મુકીને મસ્જિદમાં દોડી આવ્યા. એટલે સુધી કે પરદહનીશન, લાજવંતી કુંવારિકાઓ પણ પોતાના મહબૂબ નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની છેલ્લી નસીહત સાંભળવા ઘરોમાંથી બહાર દોડી આવી. 
 
આવનારાઓથી મસ્જિદ ભરાય ગઈ. જગા ઓછી થઈ પડી, નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે વારંવાર ફરમાવવું પડયું કે પાછળથી આવનારાઓ માટે કંઈક જગ્યા કરો. પછી આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ઉભા થયા અને ઘણો જ ઉમદા, અર્થસભર ખુત્બો આપ્યો. અને પછી હજુરા શરીફમાં પરત સિધાવી ગયા. ત્યાર પછી દિવસે દિવસે બીમારી વધતી રહી, અને પછી આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે કોઈ ખુત્બો આપ્યો નથી.
 
=== જીવનની છેલ્લી ક્ષણો ===
આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની વફાતનો સમય નÒક હતો, ત્યારે પાસે પાણીથી ભરેલો એક પ્યાલો હતો, આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ વારંવાર એમાં હાથ નાખતા અને ચહેરા ઉપર ફેરવતા. અને આ દુઆ દોહરાવતા : ��اللہم اعنی علی سکرات الموت હે અલ્લાહ !મોતની સખ્તી ઉપર મારી મદદ ફરમાવ.
 
=== વફાત : ===
જયારે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની વફાત થઈ તો લોકો હુજરા શરીફમાં ભેગા થઈ ગયા. પવિત્ર શરીરને એક સુંદર ચાદરથી ઢાંકી દેવામાં આવ્યું. ફરિશ્તાઓએ શરીર ઢાંકી દીધું હતું. એમ પણ રિવાયતોમાં આવે છે.
 
અત્યંત ગમગીની
 
અમુક સહાબાએ ઘણા જ ગમ - સદમાની અસરમાં આવીને આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની વફાતનો ઇન્કાર કરી દીધો. હઝરત ઉમર રદિ. પણ એમાંના એક હતા. હઝરત ઉસ્માન રદિ. વગેરે ઘણા સહાબાનું બોલવાનું પણ સદમાના કારણે બંધ થઈ ગયું. બીજા દિવસ સુધી એમની ઝબાનથી કોઈ શબ્દ નીકળ્યો નહી. અમુક લોકો તો સદમાના લઈને બેસી જ ગયા. ઉઠવાની શકિત પણ એમનામાં ન રહી. હઝરત અલી રદિ.નો આ જ હાલ હતો.
 
આ ઘટના વેળા હઝરત અબ્બાસ રદિ. અને હઝરત અબૂબક્ર રદિ.થી વધારે દઢતા કોઈની ન હતી.
 
=== ગુસ્લ ===
જયારે સહાબએ કિરામ રદિ.નો ગમ કંઈક ઓછો થયો અને ગુસલ વિશે વાત ચીત કરવા લાગ્યા તો હુજરા શરીફના દરવાજેથી અવાજ સંભળાયો કે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ તો પાક સાફ જ છે. એમને ગુસલ ન આપશો. ત્યાર પછી બીજી અવાજ સંભળાયી કે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને ગુસલ આપો. પહેલી અવાજ શયતાનની હતી, હું ખિઝર છું. ત્યાર પછી હઝરત ખિઝરે સહાબએ કિરામથી તઅઝિયત ફરમાવી અને કહયું કે, 
 
અલ્લાહ તઆલા પાસે જ દરેક મુસીબતમાં તસલ્લી છે અને દરેક જનારનો બદલો છે અને દરેક જતી રહેનાર વસ્તુનો અજ્ર છે. માટે અલ્લાહ તઆલા ઉપર જ ભરોસો કરો, એની ઝાતથી જ ઉમીદ રાખો. ખરી મુસીબતમાં તો એ માણસ છે જે સવાબથી મહરૂમ કરી દેવામાં આવે.
 
=== ગુસલ કેવી રીતે આપવામાં આવ્યું ? ===
સહાબા રદિ.નો મત આ બાબતે અલગ અલગ હતો કે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને પહેરેલાં કપડાંઓમાં જ ગુસલ આપવામાં આવે કે અન્ય મય્યિતોની જેમ કપડાં કાઢીને ગુસલ આપવામાં આવે ?
 
બધા આ અસમંજસમાં હતા, એ દરમિયાન દરેક ઉપર અલ્લાહ તઆલા તરફથી ઘેન - ઊંઘનો અસર છવાય ગયો, દરેક માણસ નિંદરના નશામાં ચાલ્યો ગયો, અને પછી અવાજ આવી કે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને કપડાંઓ સાથે જ ગુસલ આપવામાં આવે. અવાજ સાંભળતા જ બધા ચોંકીને જાગૃત થઈ ગયા અને પછી કમીસ પહેરેલી સ્િથતિમાં જ આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને ગુસલ આપવામાં આવ્યું.
 
ગુસલ આપતી વેળા કોઈ અવયવને સહાબા ફેરવવા ચાહતા તો તે અવયવ પોતે જ ફરી જતો. હવાની લહેરખી જેવી પાતળી અવાજ કાનમાં સંભળાતી કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ સાથે નરમાશથી કામ કરો, ગુસલ આપનારા એકલા તમે જ નથી, અન્યો પણ છે.
 
=== ગુસલ આપનાર સહાબાએ કિરામ રદિ. ===
.હઝ. અલી બિન અબી તાલિબ રદિ. .હઝ. અબ્બાસ રદિ. .હઝ. ફઝલ બિન અબ્બાસ રદિ. .કુષ્ામ બિન અબ્બાસ રદિ. .ઉસામહ બિન ઝેદ રદિ. અને આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના ગુલામ .હઝ. શુકરાન રદિ..હઝ. ઓસ બિન ખવલી અન્સારી રદિ. પણ આ વેળા ઉપસ્િથત હતા. 
 
હઝરત અલી રદિ.એ પેટ ઉપર હાથ ફેરવ્યો, પણ પેટમાંથી કંઈ નીકળ્યું નહી. એટલે તેઓ બોલ્યા કે આપ તો Òવતં અને મૃત, દરેક સ્િથતિમાં પાક - સાફ જ રહયા.
 
=== તકફીન (કફન પહેરાવવું) ===
ત્રણ સફેદ ચાદરોમાં આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને કફન પહેરાવવામાં આવ્યું. યમનના એક શહેર સુહૂલની બનેલી આ ચાદરો હતી. કફનમાં કમીસ - અમામહ ન હતાં. ફકત સિલાઈ વગરની ત્રણ ચાદરો જ હતી. મુશ્કની ખુશ્બૂ આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ માટે વાપરવામાં આવી હતી. હઝરત અલી રદિ. એ એમાંથી થોડી બચાવી લીધી હતી, એમ કહીને કે મારા મરવા પછી એને વાપરવામાં આવે.
 
=== જનાઝહની નમાઝ ===
આપની જનાઝહની નમાઝ મુસલમાનોએ અલગ અલગ પઢી. કોઈએ ઇમામત કરાવી નથી. અમુકે એનું કારણ એ દશર્ાવ્યું છે કે આમ કરવાથી દરેકને આગવી નમાઝે જનાઝહની સઆદત મળે, કોઈની તાબેદારી - ઇમામતમાં પઢવી ન પડે. અમુકનું કહેવું છે આમ કરવા પાછળ નમાઝનો સમય લાંબો કરવાનો આશય હતો, જેથી બહારથી આવનારા લોકો નમાઝ અને દફન ક્રિયામાં શરીક થઈ શકે.
 
=== તદફીન (દફન ક્રિયા) ===
કબર શરીફમાં નીચે લાલ કામળી પાથરવામાં આવી. આ કામળી આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ વધુ પડતી ઓઢતા હતા. શુકરાન રદિ.એ આ ચાદર પાથરી. કબરમાં હઝ. અબ્બાસ રદિ. હઝ. અલી રદિ. હઝ. ફઝલ રદિ. કુષ્ામ રદિ. અને શુકરાન રદિ. ઉતયર્ા. એક રિવાયતમાં છે કે હઝ. અબ્દુર્રહમાન બિન અવફ રદિ. પણ કબરમાં ઉતર્યા.
 
અમુક રિવાયતોમાં છે કે સહાબએ કિરામ રદિ. વચ્ચે દફન કરવાની જગ્યા વિશે અલગ અલગ મંતવ્યો હતાં. અમુકનું કહેવું હતંુ કે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને એમના નમાઝ પઢવાના સ્થળે દફન કરવામાં આવે. અમુક જન્નતુલ બકીઅમાં દફન કરવાનું કહેતા હતા. હઝ. અબૂબક્ર સિદ્દીક રદિ.એ ફરમાવ્યું કે મેં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને ફરમાવતાં સાંભળ્યા છે કે દરેક નબીને તેની વફાતના સ્થળે જ દફન કરવામાં આવ્યા છે. માટે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની વફાતના સ્થળે જ આપને દફન કરવામાં આવે.
 
=== કબર શરીફ ===
આ નિર્ણય પછી આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો બિસ્તર એ સ્થળેથી હટાવીને ત્યાં કબર ખોદવામાં આવી. અને કબર ઉપર નવ (૯) કાચી ઈંટો ઢાંકવામાં આવી.
 
કબર લહદ (બગલી) બનાવવામાં આવે કે નહી, એ બાબતે પણ મતભેદ હતો, એટલે ફેસલો કરવામાં આવ્યો કે, 
 
મદીના શરીફમાં બે માણસો કબર ખોદે છે.
 
(૧) હઝ. અબૂ તલ્હા રદિ. તેઓ લહદ (બગલી) કબર બનાવે છે.
 
(ર) હઝરત અબૂ ઉબૈદહ રદિ., તેઓ લહદ બનાવતા નથી.
 
આ બેમાંથી જે પહેલા આવે તે એમની રીત પ્રમાણેની કબર બનાવશે.
 
થોડી વારે હઝ. અબૂ તલ્હા રદિ. આવી ગયા, એટલે કબર શરીફમાં લહદ બનાવવામાં આવી.
 
કબરની જગ્યાએ હઝરત આઈશહ રદિ.નો હુજરહ (રૂમ) હતો.
 
== જાનવરો ==