વિકિપીડિયા:નીતિ નિર્ધારણ કાર્ય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Robot: Automated text replacement (-ભાઇ +ભાઈ)
ગામના નામો વિશેની ચર્ચા અહીં લાવ્યા...
લીટી ૬૩:
::::મેં જે મુદ્દા આપ્યા હતા તે વ્યક્તિના યોગદાનને સમાચારોમાં અને સમાજમાં કેટલી હદે વ્યાપ્ત છે તે વિષે છે. કોઈ વ્યક્તિનું ધાર્મિક મહત્વ હોવું અને તેના લેખનને સાહિત્ય ગણવું એ બે અલગ વાતો છે. હા, અવશ્ય કોઈપણ લખાણને સાહિત્યના એક કે બીજા પ્રકારમાં મુકી શકીએ, પરંતુ દરેક પુસ્તક લેખકને આપણે સાહિત્યકારનો દરજ્જો આપીને તેનો લેખ વિકિમાં ના લખી શકીએ. કોઈ પણ લેખકને સાહિત્યકારનો દરજ્જો આપવા માટે તેનું લેખન વિવેચનની કસોટીએ ચડ્યું હોવું જોઈએ અને તે વિવેચન તટસ્થ પક્ષે કરેલું હોવું જરૂરી છે, અને માટે જ આપણે પ્રાથમિક સંદર્ભોને ગણતરીમાં લેતા નથી.
::::મેં ઉદાહરણો માટે જે સંપ્રદાય કે ધર્મનો ઉલ્લેખ કર્યો છે તે જે તે વ્યક્તિવિશેષની પ્રસિદ્ધિ અને તેમના વિષેની બહોળી જાણકારીને કારણે જ કર્યો છે, તેમાં કોઈ ગમા-અણગમાને કારણે નહી કે નહિ તો વિવાદ છેડવા માટે. તમારામાંથી કોઈને પણ વાંધાજનક લાગે તો જણાવશો અને દૂર કરશો, જેથી ભવિષ્યમાં હું એમ ટાળી શકું.--[[:User:Dsvyas|ધવલ]][[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]] ૧૧:૦૭, ૧૫ જુલાઇ ૨૦૧૨ (IST)

==ગામ વિષયક લેખોના મથાળામાં નામ સાથે પૂર્વગ-પ્રત્યય લગાડવા વિશે==
([[સભ્યની ચર્ચા:Dsvyas#બગસરા|ધવલભાઈના ચર્ચાના પાનેથી]] અહીં લાવ્યા)

''(ગામ વિષયક લેખોના મથાળામાં "નાના - મોટા - નવા - જૂના" જેવા વપરાતા શબ્દોને નામની આગળ રાખવા કે પાછળ તે વિષયે નીતિનિર્ધારણ માટેની ચર્ચા. સૌ મિત્રો નિઃસંકોચ ભાગ લે.)''

:જરા આ બાબત સહુને વિચારી જોવા અરજ
૧. આમાંના મોટાભાગનાં ગામનો ઇતિહાસ તપાસતા જણાશે કે દાયકાઓ પહેલા (મોટાભાગે રજવાડાનાં સમયમાં) એક જ ગામતળ હોય છે. પછી અમુક લોકો થોડે દુર જઇને વસે અને સરકારી ચોપડે નવું ગામતળ બને. પોતાના ગામની યાદીમાં નવા વસેલા ગામતળને પણ એ જ નામ આપે. પછી સરકારી યાદીમાં અને બોલચાલમાં બન્ને ને જુદા પાડવા માટે "નવા, જૂના, નાના, મોટા" વગેરે પ્રત્યયો કે પુર્વગો લાગે છે. ભૌગોલીક દૃષ્ટીએ પણ આ બધા ગામ એકબીજા થી જાજા દુર નથી હોતા. અને ખરેખર ગામનું નામતો એ પ્રત્યય વગરનું હોય એજ હોતું હોય છે. નાના, મોટા, નવા, જૂના એ તો ખાસ ઓળખ માટેના વિશેષણ માત્ર હતા જે હવે રૂઢ થઇ ગયા છે.
૨. ગામના નામની યાદી બનાવીને એને કક્કાવાર ક્રમબધ્ધ કરીએ તો ગામનું નામ સરખું હોય અને પ્રત્યયો પાછળ હોય તો એ ગામનાં નામ યાદીમાં પાસે પાસે આવશે. ઉદાહરણ તરીકે ઉપરની યાદીમાંના ડાબી બાજુંના ગામના જે રીતે દેખાય છે તે રીતે. પણ જો પ્રત્યયોને પુર્વગ બનાવીશું તો યાદીમાં બધા જુના એક સાથે આવશે, બધા નવા એક સાથે આવશે. નાની યાદીમાં કોઇ ફરક નહી પડે પણ મોટી યાદી હોય ત્યારે સમાન નામ વાળા ગામ શોધવા આ બદલાવ કર્યા પછી જરા મુશ્કેલી પડશે.
આ બે બાબતો પર વિચાર કરીને પછી નામકરણ બદલવા વિનંતિ છે.
વધારામાં અન્ય કોઇ સ્થળે પણ નામકરણમાં વિષેશણ પુર્વગ તરીકે વપરાયું હોય તો એને પાછળ કરી દેવું જોઇએ તો બધે એક સરખું થઇ જાય.
--એ. આર. ભટ્ટ ૧૩:૨૨, ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)
::ભટ્ટ્સાહેબ, આનો હેતુ એવો છે કે લોક્મુખે નાના મોટા કે નવા જૂના શબ્દ આગળ બોલાય છે તેથિ જે તે ગામ્નું નામ એ ગણાય અને શોધ્વા માટે લોકો આ રીતે જ શોધ્વાના તેથિ તેમને સરળતા રહે.--[[સભ્ય:યોગેશ કવીશ્વર|યોગેશ કવીશ્વર]] ([[સભ્યની ચર્ચા:યોગેશ કવીશ્વર|ચર્ચા]]) ૧૩:૩૬, ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)
:::યોગેશ્વર સાહેબ, એ હેતું તો કોઇ પણ પદ્દત્તિમાં સિદ્ધ થાય જ છે. આપ ફક્ત ઝાંઝરીયા શોધશો તો પણ આપણે નવા, જૂના, નાના, મોટા એવા બધા જ ઝાંઝરીયા મળી જાય છે --એ. આર. ભટ્ટ ૧૪:૦૭, ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)
::::આપ કહો છો એમ રાખવામાં મને કોઇ પણ વાંધો નથી પણ લોકમુખે શું બોલાય છે એની જ વાત હોય તો ઘણી બધી વખત જિલ્લા-પંચાયત ભવનમાં આ મૂજબનો સંવાદ બહું સામાન્ય પણે મેં પોતે સાંભળ્યો છે.

ગામેથી કોઇ કામસર આવેલ વ્યક્તિ કર્મચારીને : '''સાહેબ અબકડ કામ માટે આવ્યો છું.'''
કર્મચારી:'''ક્યા ગામેથી આવ્યા છો?'''
આવેલ વ્યક્તિ: '''ફલાણા-ઢીંકણા ગામેથી.'''
કર્મચારી: '''ક્યું ફલાણા-ઢીંકણા?'''
આવેલ વ્યક્તિ: '''સાહેબ, જુનુ/નવું/નાનું/મોટું ફલાણા-ઠીંકણા.'''

વીકી પર શોધવાનું તો લખવાની બન્ને રીતમાં શક્ય છે જ. તો પછી યાદીમાં ગોઠવણી કરતી વેળા એ સાંભળવામાં સરખા લાગતા ગામ સાથે આવે તો વધારે સારૂ એવું મારૂ માનવું છે. એને લીધે જોનારાને યાદીમાં અબકડ જુવે કે તર્ત જ દેખાય છે કે અબકડ ગામ જુનુ, નવું એમ ઘણા પ્રકારમાં ઉપલબ્ધ છે.
આભાર.
--એ. આર. ભટ્ટ ૧૪:૨૧, ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)
:::::બોલવામાં જ નહિ લખવામાં અને તમામ ક્ષેત્રે અા રીતે જ પ્રયોગ થાય છે. ઝાંઝરીયા નવા અેવું સરકારી વેબ સિવાય ક્યાંય પ્રયોજાતું નથી. નામ નવા ઝાંઝરીયા જ છે નહિ કે ઝાંઝરીયા નવા. અાવું જ બીજા ગામોમાં પણ સમજવું. હું વર્તમાનપત્રમાં ઝાંઝરીયા નવા અેમ લખી શકતો નથી, નવા ઝાંઝરીયા જ લખવું પડે છે. તાલુકામાં ગામોની કક્કાવાર યાદીમાં નવા જૂના શબ્દવાળા ગામો અેકસાથે અાવે તો ખોટું શું છે ? મનપસંદ ક્રમમાં ગોઠવવા માટે ગામનું નામ ન બદલી શકાય. છતાં ગોઠવવું હોય તો [[જૂની હળીયાદ (તા. બગસરા)|હળીયાદ જૂની ]] અે રીતે પણ ગોઠવી શકાય. જેથી ગામનું નામ સાચું લખવા છતાં યાદીમાં ફરક ન પડે.--[[સભ્ય:યોગેશ કવીશ્વર|યોગેશ કવીશ્વર]] ([[સભ્યની ચર્ચા:યોગેશ કવીશ્વર|ચર્ચા]]) ૧૫:૧૦, ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)
::::::આપે [[:શ્રેણી:ગુજરાતનાં_ગામો |આ યાદી]] જોઇ છે? એ યાદીમાં બહુ મોટો ફરક પડી જાય છે. વાત ખરા ખોટાની છે જ નહી ભલા માણસ. શું કામ કહું છું એ ઉપર વિગતે સમજાવ્યું છે. ગામના નામમાં નવા જુના કેવી રીતે થાય છે એ પણ મને ખબર હતી એટલું લખ્યુ છે. આપ કહો છો એ રીત ફક્ત નામની કડી માટે ચાલે પણ કોષ્ટક બનાવતી વખતે નામ Sort કરતી વખતે આપ જે રીત કહો છો એ text-editor હંમેશા left-to-right sorting કરતું હોવાથી બીન અસરકારક થઇ જાય એ વાતની આપને જાણ હશે જ.
મારો એક માત્ર આશય આ બધી માહિતીની ઉપયોગીતા વધે તે છે. --એ. આર. ભટ્ટ ૧૫:૫૮, ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)
:::::::હા. અે યાદીમાં નાની, જૂની, નવી, મોટીની યાદી લાંબી થઇ જાય છે. પણ કોઇ ગામનું નામ નાની વડાળ (તા. સાવરકુંડલા) છે તો અે ન ની યાદીમાં જ શોધવાનો છે. નાની - જૂની પરથી ગામો વધું છે તો યાદી મોટી તેમાં વાંધો શું છે ? સર્ચ કરીને શોધવાની સુવિધા હોવાથી નામ શોધવા માટે કોઇ રાજ્યના નામની યાદી વાંચવા નહિ બેસે. તેથી ઉપયોગીતા જળવાઈ રહેશે. --[[સભ્ય:યોગેશ કવીશ્વર|યોગેશ કવીશ્વર]] ([[સભ્યની ચર્ચા:યોગેશ કવીશ્વર|ચર્ચા]]) ૧૬:૪૭, ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)
::::::::ના, સાહેબ, આપ કહો છો તે રીતે નામકરણ કરવાથી ઉપયોગીતા નથી જળવાતી. - ઉદાહરણ તરીકે "અબકડ" ગામના જેટલા combination (નવુ, જુનુ, મોટું, નાનુ, ઉંચું, નિચું) છે - તે બધા સાથે જોવા મળે તેવી આ વીકી પરની એક માત્ર વ્યવસ્થા ખતમ થઇ જાય છે. જ્ઞાનકોષ તરીકે વિકીનું એક લક્ષણ કે જેમાં તમે જોઇ શકો કે ગુજરાતમાં કે જે તે જિલ્લામાં સરખા નામથી શરૂ થતા ગામ કેટલા છે તે એકસાથે જોઇ શકાય તેવી વ્યવસ્થા છે. જેને લીધે એક જ નામથી શરૂથતા વિવિધ વિષેશણ વાળા ગુજરાતમાં વધુમાં વધુ ૧૪ ગામ છે એ પ્રકારની વિચક્ષણ માહીતી- જે આ જગ્યા સીવાય અન્ય કોઇ સ્થળે નથી- પણ મેળવી શકાય છે. આવી Statestical માહીતી કોઇ સમાજશાસ્ત્રીને પણ ઉપયોગી થઇ પડે એ પ્રકારની છે.
'''આવી સુંદર વ્યવસ્થા ખતમ ન કરવી જોઇએ એવો મારો નમ્ર મત છે'''.

તેમ છતા, હું સુચવું છું કે એ માટે બીજા સક્રીય સભ્યો પણ શું કહે છે તે પણ ગણતરીમાં લઇએ અને પછી બહુમતી પ્રમાણે કે પ્રબંધકોની સલાહ પ્રમાણે કરીએ.
આશા છે આપ આમાં સહકાર આપશો જ.--એ. આર. ભટ્ટ ૧૮:૫૬, ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)
:::::::::ભટ્ટજી, અા તો માત્ર ચર્ચા છે, મોજ અાવે તેમ કરોનને બાપા :-) અાપણા પ્રબંધકો જરુર રોડ (રસ્તો) કાઢશે. રવીવારની રજા હોવાથી ટાંટીયાખેંચ.--[[સભ્ય:યોગેશ કવીશ્વર|યોગેશ કવીશ્વર]] ([[સભ્યની ચર્ચા:યોગેશ કવીશ્વર|ચર્ચા]]) ૧૯:૧૧, ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)
* યોગેશભાઈ અને ભટ્ટજી, આ મામલો પેચીદો છે !! હાલ હું સભ્ય કે પ્રબંધક, કોઈપણ લેખે મત નથી આપતો, (પછી જોડાઈશ) ''માત્ર આ નીતિ વિષયક બાબત બની રહેવા જાય છે એટલે ધવલભાઈ અને સૌ મિત્રોની સહમતીની અપેક્ષાએ આ ચર્ચા અહીં ફેરવું છું.'' જ્ઞાનકોશના લાભાલાભ અને ઉપયોગીતાને ધ્યાને રાખી, અંગતપણે ન લેતાં શાસ્ત્રીય ઢબે, ટુ ધ પોંઈટ, ચર્ચા થાય અને સહમતી કે બહુમતીથી વાજબી નિર્ણય લેવાય તેવી આશા અને શુભેચ્છા. આભાર.--[[:User:Ashok modhvadia|અશોક મોઢવાડીયા]][[:User_talk:Ashok modhvadia|ચર્ચા]]/[[:Special:Contributions/Ashok modhvadia|યોગદાન]] ૨૩:૨૬, ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)
===વધુ ચર્ચા===