વિકિપીડિયા:નીતિ નિર્ધારણ કાર્ય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૯૦:
# એસ.ટી. અને ગામના નામના પાટીયા પર શું હોવું જોઇએ એ આપણો વિષય નથી.
# આ આક્ષેપ પાયાવિહોણો છે. નથી આ કોઇ મારી કોઇ અંગત શોધ કે નથી મારી કોઇ અંગત સુવિધા. મારો મુદ્દો - જો સમજાયો હોય તો - ઉપયોગીતામાં વધારો થાય એ જ છે. વધુમાં, આક્ષેપબાજી કરવી હોય તો મને આ ચર્ચા કરવામાં કોઇ જ રસ નથી. આમ પણ તમે ઉપર એ તો કબુલી જ ચુક્યા છો કે આ ચર્ચા કોઇ વિકીની ઉપયોગીતાને લક્ષમાં લઇને નહી પણ ફુરસદના સમયમાં ટાંટીયાંખેચ માટે જ કરી રહ્યા છો. જ્યારે મારા માટે તો આ એક ઉમદા કાર્યમાં સેવા આપવાની વાત છે. હું અહીં ફુરસદી માનસીકતાથી નહી પણ કામ કરી ને સમાજનું અને માતૃભાષાનું ઋણ ચુકવવાનું છે એ માનસીકતા લઇને ૧૧ વર્ષથી સતત કોઇપણ થાબડભાણા કે પ્રશંશાની આશા વગર આ કામ - જે કોઇ વૃક્ષ વાવવા જેવું આ કામ છે અને ભવિષ્યમાં કોઇને મારી જાણ બહાર પણ ઉપયોગી નિવડી શકે છે - એમ ગણી ને કરેતો આવ્યો છું. ક્યારેક થતી આવી ટાંટીયાખેચથી જરા પણ નાસીપાસ થયા વગર કરી શકવા માટે ઇશ્વરકૃપા કરે છે એને અનુસરીને ભારતની અન્ય કોઇ ભાષાના વિકી પર ના થયા હોય એ પ્રકારના ઉપયોગ વધારવાના પ્રયોગો પણ કરતો રહું છું.<br/>--એ. આર. ભટ્ટ ૧૧:૫૮, ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)
=== સ્પષ્ટતા ===
#નમ્ર વિનંતી કે હું ઈચ્છું તેમ અાવે, મને ગમે તે માટે કે મારા અાગ્રહને સંતોષવા માટે થઇને કોઇ નિર્ણય લેવો નહિ. સભ્યો, પ્રબંધકો સત્ય, યોગ્ય, તટસ્થતા-નિષ્પક્ષતા, ઉપયોગીતા, વ્યવહારુંપણું, વિકિ.ના નિયમો અને હિત વિ.ને ધ્યાને રાખીને સ્વવિવેકથી નિર્ણય લે કે મત અાપે. અા સાથે મારો કોઇ જ વ્યક્તિગત સ્વાર્થ સંકળાયેલો નથી કે નફા-નુકસાન થવાનું નથી. મેં સ્પષ્ટ રીતે મારો મત જાહેર કર્યો છે, તેમ માનવા પાછળ કારણો છે જે રજૂ કર્યાં છે અને તેથી મારો અભિપ્રાય અેવો છે. અાનો મતલબ અેમ નથી થતો કે હું કહું તેમ થવું જોઈએ કે હું કહું છું તેથી થવું જોઈએ અેવો અાગ્રહ છે.
#વર્તમાનપત્રોમાં લખાતું ગામનું નામ અેક માન્ય સંદર્ભ, અાધાર, પૂરાવો છે.
#ગામના બસસ્ટેશન, દિશાસૂચન બૉર્ડનું લખાણ પણ માન્ય પૂરાવો છે.
#અા નવા, જૂના વિ.ને પૂર્વગ કહેવા તે ગેરમાર્ગે દોરનારું છે. તેને પૂર્વગ કહેવાથી અેમ ફલિત થાય છે કે ઉ.દા. તરીકે ગામનું નામ ગોખરવાળા છે અને નાના, મોટા અાગળ માત્ર પૂર્વગ તરીકે લાગે છે. ગામના ઈતિહાસમાં બે ગોખરવાળા હોવાથી વસતીના અાધારે નાના-મોટા અેવી અોળખ પ્રસ્થાપિત થઇ હશે તે ઈતિહાસ છે. કોઇ ગામનું નામ વ્યક્તિ કે સ્થળના અાધારે પડયું હોય. ગામનું નામ કેવી રીતે નક્કી થયું તે ધ્યાને લેવાતું નથી. અાઝાદી પછી અને ગુજરાત અસ્તિત્વમાં અાવ્યું પછી જે તે જિલ્લા બન્યા ત્યારે ગામોના નામની ગેઝેટમાં પ્રસિદ્ધીની સાથે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જે તે પંચાયતનું અલગ રેકર્ડ, ગામતળ, સીમતળ નીમ કરવામાં અાવેલું છે. અોનરેકર્ડ ગામનું નામ મોટા ગોખરવાળા છે, તેથી ગામના નામમાં ફેરફાર કરી શકાય નહિ તે સ્પષ્ટ છે. અાવું જ બીજા ગામોનું પણ છે.--[[વિશેષ:પ્રદાન/150.129.55.175|150.129.55.175]] ૧૬:૫૦, ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)