પત્રકારત્વ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૩:
વિશ્વમાં સામાજિક સ્તરે પત્રકારત્વની શરુઆત ઇસ્વી સન પૂર્વે ૧૩૧ વર્ષ પહેલાં રોમથી થઇ હોવાનું માનવામાં અાવે છે. ત્યારે પ્રથમ દૈનિક સમાચારપત્ર શરું થયું જેનું નામ “Acta Diurna” (દિવસની ઘટનાઓ ) હતું. ખરેખર તો અે અેક પથ્થર કે ધાતુની પટ્ટી સ્વરૂપે હતું જેના પર સમાચારો લખવામાં અાવતાં હતાં. અા પટ્ટીઓને રોમનાં મુખ્ય સ્થાનો પર રાખવામાં અાવતી હતી. તેમાં વિશિષ્ટ અધિકારીઓની નિયુક્તિ, લડાઇના પરિણામો વગેરેની ઘોષણા કરવામાં અાવતી હતી.
ઇ.સ.ની ૧૫મી સદીનાં મધ્યભાગમાં છાપકામ માટેના યાંત્રિક સાધનોની શોધ થઇ. તેનાથી પુસ્તકો અને વર્તમાનપત્રોનું પણ પ્રકાશન કરવું શક્ય બન્યું . યુરોપનાં સ્ત્રાસબુર્ગ શહેરમાં કારોલૂસ નામનો ધનવાન વ્યક્તિ હાથથી લખેલા સૂચનાપત્રો પ્રકાશિત કરતો હતો. ઇ.સ. ૧૬૦૫માં તેણે છાપકામ યંત્ર ખરીદીને વિશ્વના સૌ પ્રથમ મુદ્રીત સમાચારપત્રની શરુઆત કરી જેનું નામ '''રિલેશન''' હતું.<br>
ભારતમાં પ્રાચીનકાળમાં ઢંઢેરો પીટીને લોકો સુધી સમાચારો પહોચાડવાની પ્રથા હતી. પાછળથી ભીંતપત્રો શરું થયા. સૌપ્રથમ મુદ્રીત સમાચારપત્ર ઇ.સ. ૧૭૭૬માં ઇસ્ટ ઇન્ડિયા કંપની વતી તત્કાલીન અધિકારી વિલેમ બોલ્ટસે શરું કર્યું હતું. પાછળથી સમાચારપત્રોનો વિકાસ થયો. મહાત્મા ગાંધીએ પણ નવજીવન પત્ર શરું કર્યું હતું જેણે અાઝાદીની લડત અને સમાજોત્થાન માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. ભારતમાં ઇ.સ. ૧૭૭૦થી અાઝાદી સુધીનો સમય પત્રકારત્વ માટે ઘણો જ સંઘર્ષપૂર્ણ રહ્યો છે. ૧૯૭૦ બાદ કેટલાક સમાચારપત્રો શરું થયાં જે મુખ્યત્વે અંગ્રેજીમાં હતા અને સરકારની વાહ વાહ કરતાં મુખપત્રો હતા. સરકારની અાલોચના કરતાં પત્રો સામે કડક પગલા લેવાતા હતા. સૌપ્રથમ ભારતીય ભાષામાં સમાચારપત્ર બંગાળીમાં રાજા રામમોહન રાય દ્વારા ઇ.સ. ૧૮૧૯માં ''સંવાદ કૌમુદી'' પ્રસિદ્ધ થયું. ગુજરાતી ભાષાનું પ્રથમ સમાચારપત્ર ''મુંબઇ સમાચાર'' ઇ.સ. ૧૮૨૨માં પ્રકાશિત થયું. તે અાજે પણ વિદ્યમાન છે. <ref>www.bombaysamachar.com</ref>
 
==મુદ્રણ માધ્યમ==