પત્રકારત્વ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું →‎ઇતિહાસ: add ref
લીટી ૧:
'''પત્રકારત્વ''' ([[અંગ્રેજી]]:Journalism) અે અાધુનિક સભ્યતાનો અેક મુખ્ય વ્યવસાય છે. જેમાં સમાચારોનું અેકત્રિકરણ, લેખન, સંપાદન, પ્રસ્તુતિ, મુદ્રીકરણ, પ્રકાશન કે પ્રસારણ વગેરે બાબતોનો સમાવેશ થાય છે. અાજના યુગમાં પત્રકારત્વના અનેક માધ્યમો છે, જેમાં વર્તમાનપત્રો, સામયિકો, રેડિયો, દૂરદર્શનનો સમાવેશ થાય છે. તેને મુદ્રણ તથા દ્રશ્ય-શ્રાવ્ય અેમ બે મુખ્ય માધ્યમોમાં વિભાજીત કરવામાં અાવે છે. પત્રકારત્વને લોકશાહીના ચોથા અાધારસ્તંભ (ચોથી જાગીર)તરીકે પણ ઓળખવામાં અાવે છે.<ref>http://gujaratinformation.net/downloads/pressreleases/Baroda/31785.doc&sa=U&ved=0CAoQFjABOApqFQoTCK6bt4DbncgCFcUHjgodLVMEtw&usg=AFQjCNGAwytrvGM8CuX5LndkPcoS-QSAow] is good,have a look at it!</ref>
==ઇતિહાસ==
વિશ્વમાં સામાજિક સ્તરે પત્રકારત્વની શરુઆત ઇસ્વી સન પૂર્વે ૧૩૧ વર્ષ પહેલાં રોમથી થઇ હોવાનું માનવામાં અાવે છે. ત્યારે પ્રથમ દૈનિક સમાચારપત્ર શરું થયું જેનું નામ “Acta Diurna” <ref>http://www.historyofinformation.com/expanded.php?id=1636</ref> (દિવસની ઘટનાઓ ) હતું. <ref>પુસ્તક પત્રકારિતા કા ઇતિહાસ અૌર પ્રશ્ન, લે. કૃષ્ણબિહારી મિશ્ર https://books.google.co.in/books?id=4fNa62qAGJIC&printsec=frontcover&hl=en#v=onepage&q&f=false</ref>ખરેખર તો અે અેક પથ્થર કે ધાતુની પટ્ટી સ્વરૂપે હતું જેના પર સમાચારો લખવામાં અાવતાં હતાં. અા પટ્ટીઓને રોમનાં મુખ્ય સ્થાનો પર રાખવામાં અાવતી હતી. તેમાં વિશિષ્ટ અધિકારીઓની નિયુક્તિ, લડાઇના પરિણામો વગેરેની ઘોષણા કરવામાં અાવતી હતી.
ઇ.સ.ની ૧૫મી સદીનાં મધ્યભાગમાં છાપકામ માટેના યાંત્રિક સાધનોની શોધ થઇ. <ref>http://www.prepressure.com/printing/history/1500-1599</ref><ref>http://historyworld.net/wrldhis/PlainTextHistoriesResponsive.asp?ParagraphID=kck</ref>તેનાથી પુસ્તકો અને વર્તમાનપત્રોનું પણ પ્રકાશન કરવું શક્ય બન્યું . યુરોપનાં સ્ત્રાસબુર્ગ શહેરમાં કારોલૂસ નામનો ધનવાન વ્યક્તિ હાથથી લખેલા સૂચનાપત્રો પ્રકાશિત કરતો હતો. ઇ.સ. ૧૬૦૫માં તેણે છાપકામ યંત્ર ખરીદીને વિશ્વના સૌ પ્રથમ મુદ્રીત સમાચારપત્રની શરુઆત કરી જેનું નામ '''રિલેશન''' હતું.<ref>http://www.historyofinformation.com/expanded.php?id=45</ref><br>
ભારતમાં<ref>http://www.indianmirror.com/indian-industries/printing.html</ref> પ્રાચીનકાળમાં ઢંઢેરો પીટીને લોકો સુધી સમાચારો પહોચાડવાની પ્રથા હતી. પાછળથી ભીંતપત્રો શરું થયા. સૌપ્રથમ મુદ્રીત સમાચારપત્ર ઇ.સ. ૧૭૭૬માં ઇસ્ટ ઇન્ડિયા કંપની વતી તત્કાલીન અધિકારી વિલેમ બોલ્ટસે શરું કર્યું હતું. <ref>http://www.indiastudychannel.com/experts/19743-What-Was-The-Name-Of-India-s-First-Newspaper.aspx</ref>પાછળથી સમાચારપત્રોનો વિકાસ થયો. મહાત્મા ગાંધીએ પણ નવજીવન પત્ર શરું કર્યું હતું જેણે અાઝાદીની લડત અને સમાજોત્થાન માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. ભારતમાં ઇ.સ. ૧૭૭૦થી અાઝાદી સુધીનો સમય પત્રકારત્વ માટે ઘણો જ સંઘર્ષપૂર્ણ રહ્યો છે. ૧૯૭૦ બાદ કેટલાક સમાચારપત્રો શરું થયાં જે મુખ્યત્વે અંગ્રેજીમાં હતા અને સરકારની વાહ વાહ કરતાં મુખપત્રો હતા. સરકારની અાલોચના કરતાં પત્રો સામે કડક પગલા લેવાતા હતા. સૌપ્રથમ ભારતીય ભાષામાં સમાચારપત્ર બંગાળીમાં રાજા રામમોહન રાય દ્વારા ઇ.સ. ૧૮૧૯માં ''સંવાદ કૌમુદી'' પ્રસિદ્ધ થયું. <ref>http://www.scribd.com/mobile/doc/102617808</ref>ગુજરાતી ભાષાનું પ્રથમ સમાચારપત્ર ''મુંબઇ સમાચાર'' ઇ.સ. ૧૮૨૨માં પ્રકાશિત થયું. તે અાજે પણ વિદ્યમાન છે. <ref>www.bombaysamachar.com</ref>
 
==મુદ્રણ માધ્યમ==