જ્યોતિષ જાનિ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનું સાફ-સફાઇ.
લીટી ૧:
'''જાનિ જ્યોતિષ જગન્નાથ (૯-૧૧-૧૯૨૮, ૨૦૦૫?) : કવિ, વાર્તાકાર, નવલકથાકાર.''' જન્મ ખેડા જિલ્લાના પીજ ગામે. ૧૯૪૫ માં મેટ્રીક. ૧૯૫૧ માં બી.એસસી. ૧૯૬૩ માં પત્રકારત્વમાં ડિપ્લોમાં. ૧૯૬૨ થી ૧૯૬૬ સુધી ‘સંદેશ’ ના ઉપતંત્રી. ૧૯૬૬-૬૭ માં જ્યોતિ લિમિટેડ, વડોદરામાં આસિસ્ટન્ટ પબ્લિસિટી ઓફિસર. ૧૯૭૪ થી ૧૯૭૭ સુધી સિટિઝન્સ કાઉન્સિલ, વડોદરામાં પબ્લિસિટી અને પબ્લિક રિલેશન્સ ઓફિસર. ૧૯૮૩ થી ૧૯૮૬ સુધી ‘ગુજરાત સમાચાર’ના ઉપતંત્રી. ૧૯૮૩ થી ‘લોકસત્તા’ ના ઉપતંત્રી. સાહિત્યિક ત્રૈમાસિક ‘સંજ્ઞા’ ના તંત્રી. ૧૯૮૬ થી ‘શબ્દસૃષ્ટિ’ ના માનાર્હ સંપાદક.
મેટ્રીક. ૧૯૫૧ માં બી.એસસી. ૧૯૬૩ માં પત્રકારત્વમાં ડિપ્લોમાં. ૧૯૬૨ થી ૧૯૬૬ સુધી ‘સંદેશ’ ના ઉપતંત્રી. ૧૯૬૬-૬૭ માં
જ્યોતિ લિમિટેડ, વડોદરામાં આસિસ્ટન્ટ પબ્લિસિટી ઓફિસર. ૧૯૭૪ થી ૧૯૭૭ સુધી સિટિઝન્સ કાઉન્સિલ, વડોદરામાં
પબ્લિસિટી અને પબ્લિક રિલેશન્સ ઓફિસર. ૧૯૮૩ થી ૧૯૮૬ સુધી ‘ગુજરાત સમાચાર’ના ઉપતંત્રી. ૧૯૮૩ થી ‘લોકસત્તા’
ના ઉપતંત્રી. સાહિત્યિક ત્રૈમાસિક ‘સંજ્ઞા’ ના તંત્રી. ૧૯૮૬ થી ‘શબ્દસૃષ્ટિ’ ના માનાર્હ સંપાદક.
 
આધુનિક સભાનતા અને અનેકવિધ પ્રવિધિઓના પ્રયોગ સાથે અરૂઢ નિરૂપણપદ્ધતિ અને વિલક્ષણ શૈલીરૂપોથી ઘટનામિશ્રત વાર્તા તેમ જ નવલકથાના નોંધપાત્ર નમૂનાઓ આપનારાઓમાં એમનું સ્થાન છે.
ઘટનામિશ્રત વાર્તા તેમ જ નવલકથાના નોંધપાત્ર નમૂનાઓ આપનારાઓમાં એમનું સ્થાન છે.
 
== સર્જન ==
‘ચાર દીવાલો એક હેંગર’ (૧૯૬૭) અને ‘અભિનિવેશ’ (૧૯૭૫) એમના વાર્તાસંગ્રહો છે. ઘટનાને નિમિત્ત બનાવી
‘ચાર દીવાલો એક હેંગર’ (૧૯૬૭) અને ‘અભિનિવેશ’ (૧૯૭૫) એમના વાર્તાસંગ્રહો છે. ઘટનાને નિમિત્ત બનાવી તરીકાઓના ભિન્નભિન્ન પ્રયોગથી કુશળપૂર્વક વાર્તાતત્વને સિદ્ધ કરવા આ લેખકનું અભિવ્યક્તિસામર્થ્ય નોંધપાત્ર છે. ઉપહાસ સાથે વિષાદનું સંયોજન એમની વાર્તાઓની લાક્ષણિકતા છે. ‘નાક’, ‘મોરલી વાગી’, ‘સૂટકેઈસ’ જેવી વાર્તાઓ ઉલ્લેખનીય છે. ‘પંદર આધુનિક વાર્તાઓ’ (૧૯૭૭) એક જ બેઠકે સર્જકતાના એકશ્વાસે લખાયેલી છે. એવી વાર્તાકારની કેફિયત છે. કાલક્રમ કે પૂર્વાપર સંદર્ભ કરતાં આંતરવિશ્વનું કેન્દ્ર જ આ વાર્તાઓમાં ચાલકબળ બની વાર્તાતત્વને સિદ્ધ કરે છે. ‘તબલચી’માં ભવાઈની પ્રવિધિ અને નાટ્યતત્ત્વ દ્વારા દ્રશ્ય-શ્રાવ્ય શબ્દલીલા ઊભી કરી છે. આ વાર્તાસંગ્રહો આધુનિકતાનાં ઘણાં લક્ષણોને આત્મસાત કરીને ઊભા છે.
તરીકાઓના ભિન્નભિન્ન પ્રયોગથી કુશળપૂર્વક વાર્તાતત્વને સિદ્ધ કરવા આ લેખકનું અભિવ્યક્તિસામર્થ્ય નોંધપાત્ર છે.
ઉપહાસ સાથે વિષાદનું સંયોજન એમની વાર્તાઓની લાક્ષણિકતા છે. ‘નાક’, ‘મોરલી વાગી’, ‘સૂટકેઈસ’ જેવી વાર્તાઓ
ઉલ્લેખનીય છે. ‘પંદર આધુનિક વાર્તાઓ’ (૧૯૭૭) એક જ બેઠકે સર્જકતાના એકશ્વાસે લખાયેલી છે. એવી વાર્તાકારની
કેફિયત છે. કાલક્રમ કે પૂર્વાપર સંદર્ભ કરતાં આંતરવિશ્વનું કેન્દ્ર જ આ વાર્તાઓમાં ચાલકબળ બની વાર્તાતત્વને સિદ્ધ કરે
છે. ‘તબલચી’માં ભવાઈની પ્રવિધિ અને નાટ્યતત્ત્વ દ્વારા દ્રશ્ય-શ્રાવ્ય શબ્દલીલા ઊભી કરી છે. આ વાર્તાસંગ્રહો
આધુનિકતાનાં ઘણાં લક્ષણોને આત્મસાત કરીને ઊભા છે.
 
એમની નવલકથા ‘ચાખડીએ ચઢી ચાલ્યા હસમુખલાલ’ (૧૯૬૯) હાસ્યરસને અવલંબીને ચીલેચલુ વસ્તુમાંથી કલાત્મક આકૃતિ ઉપસાવે છે. હસમુખલાલના વ્યક્તિચિત્રને કેન્દ્રમાં રાખે છે અને ભાષા તથા નિરૂપણના કૌશલ સાથે આનુક્રમિકતાની નીરસતાને તોડે છે. ‘અચલા’ (૧૯૮૦), સંમોહક છતાં ચંચલવૃત્તિવાળા અજિતને સમર્પિત એવી અચલાને અજિતના મૃત્યુ પછી હેમંત કી રીતે એના વિષાદવિશ્વમાંથી બહાર લાવે છે એની આસપાસ ગૂંથાયેલી કથા છે; પરંતુ કથાનું વિલક્ષણ રીતે થયેલું આયોજન, પત્ર અને ડાયરીનો સફળ પ્રયોગ, નવલકથાકારના પ્રવેશ વિના પાત્રો દ્વારા ઊકલતી જતી સૃષ્ટિ-એ બધું નવલકથાના સ્વરૂપને પ્રયોગશીલતાની ઉદઘાટિત કરી આપે છે.
એમની નવલકથા ‘ચાખડીએ ચઢી ચાલ્યા હસમુખલાલ’ (૧૯૬૯) હાસ્યરસને અવલંબીને ચીલેચલુ વસ્તુમાંથી કલાત્મક
આકૃતિ ઉપસાવે છે. હસમુખલાલના વ્યક્તિચિત્રને કેન્દ્રમાં રાખે છે અને ભાષા તથા નિરૂપણના કૌશલ સાથે આનુક્રમિકતાની
નીરસતાને તોડે છે. ‘અચલા’ (૧૯૮૦), સંમોહક છતાં ચંચલવૃત્તિવાળા અજિતને સમર્પિત એવી અચલાને અજિતના મૃત્યુ
પછી હેમંત કી રીતે એના વિષાદવિશ્વમાંથી બહાર લાવે છે એની આસપાસ ગૂંથાયેલી કથા છે; પરંતુ કથાનું વિલક્ષણ રીતે
થયેલું આયોજન, પત્ર અને ડાયરીનો સફળ પ્રયોગ, નવલકથાકારના પ્રવેશ વિના પાત્રો દ્વારા ઊકલતી જતી સૃષ્ટિ-એ બધું
નવલકથાના સ્વરૂપને પ્રયોગશીલતાની ઉદઘાટિત કરી આપે છે.
 
‘શબ્દના લેન્ડસ્કેપ’(૧૯૮૧) એમનો નિબંધસંગ્રહ છે. એમાં લેખક શબ્દથી શબ્દને ઓળંગી જવાની નેમ સાથે સ્વૈર, નિરુદ્રેશ શબ્દની વિહારયાત્રા કરે છે. આધુનિક રુચિ સાથે ગદ્યશિલ્પ અને કવિતાની સંવેદનાનો થયેલો સુયોગ આ નિબંધોની વિશિષ્ટ રીતે ભાત જન્માવે છે. સુરત નગરીનો વારંવાર આવતો સંદર્ભ અને રમતીલો અવાજ એક વાતાવરણ રચે છે.
શબ્દની વિહારયાત્રા કરે છે. આધુનિક રુચિ સાથે ગદ્યશિલ્પ અને કવિતાની સંવેદનાનો થયેલો સુયોગ આ નિબંધોની
વિશિષ્ટ રીતે ભાત જન્માવે છે. સુરત નગરીનો વારંવાર આવતો સંદર્ભ અને રમતીલો અવાજ એક વાતાવરણ રચે છે.
 
‘ફીણની દીવાલો’ (૧૯૬૬) કાવ્યસંગ્રહમાંની રચનાઓ લયને અને ખાસ તો બાળજોડકણાંના લયને આગળ કરીને ચાલે છે. આધુનિક મિજાજ અને પ્રયોગાતિરેકને કારણે એમની કવિતાની મુદ્રા સફળ નહીં પણ ધ્યાનાર્હ જરૂર બની છે.
આધુનિક મિજાજ અને પ્રયોગાતિરેકને કારણે એમની કવિતાની મુદ્રા સફળ નહીં પણ ધ્યાનાર્હ જરૂર બની છે.
 
‘હેન્રિ ઈબ્સન’ (૧૯૭૧) એમનું અભયાસ-પુસ્તક છે. ‘સંવાદવિવાદ’ (૧૯૮૩) એમનો વિવેચનસંગ્રહ છે. એમાં સુરેશ જોષી સાથેની પ્રશ્નોત્તરી અત્યંત મહત્વનો દસ્તાવેજી આલેખ છે. અન્ય આધુનિક કૃતિઓનાં મૂલ્યાંકનમાં વિવેચકનો નહીં એટલો એક સર્જકનો પ્રતિભાવ જોવાય છે.
સાથેની પ્રશ્નોત્તરી અત્યંત મહત્વનો દસ્તાવેજી આલેખ છે. અન્ય આધુનિક કૃતિઓનાં મૂલ્યાંકનમાં વિવેચકનો નહીં એટલો
એક સર્જકનો પ્રતિભાવ જોવાય છે.
 
આ ઉપરાંત ‘ઉર્દૂ’ વાર્તાઓ (૧૯૭૨) અને ‘મુક્તમાનવ’ (૧૯૭૮) એમનાં અનુવાદ-પુસ્તકો છે. (- ચંદ્રકાન્ત ટોપીવાળા)
 
ચાખડીએ ચઢી ચાલ્યા હસમુખલાલ (૧૯૭૦) : જ્યોતિષ જાનીની નવલકથા, હાસ્યરસને અવલંબીને ચીલેચલુ વિષયવસ્તુમાંથી કલાત્મક આકૃતિ ઉપસાવતી આ કથા છે. એમાં, એક બાજુ માતુશ્રી ચંચળબા, પત્ની શારદા અને ત્રણ દીકરીઓ વચ્ચે જીવતા બેન્ક એકાઉન્ટન્ટ હસમુખલાલનું ઠઠ્ઠાચિત્ર છે, તો બીજી બાજુ પિતા દ્વારા થયેલી માતૃહત્યાની પીડામાંથી મુક્ત થવા માગતા આધુનિક વિચારધારા પ્રગટાવતા બૌદ્ધિક અજય શાહનું કરુણચિત્ર છે. આ બંનેની રોજિંદી વાસ્તવિકતાઓનાં સંયોજનોથી કથામાં વેગ આવ્યો છે. મધ્યમવર્ગીય હસમુખલાલના હાથમાં અજય શાહ રૂ. ૨૫,૦૦૦ નો ચેક સરકાવે છે અને પારકા રૂપિયા હસમુખલાલ સ્વીકારે છે કે સ્વીકારતા નથી એવી સંદિગ્ધ ક્ષણોમાં કથાનું સમાપન થાય છે. હસમુખલાલના વ્યક્તિચિત્રને કેન્દ્રમાં રાખતી અને ભાષા તેમ જ નિરૂપણના કૌશલ સાથે આનુક્રમિકતાની નીરસતાને તોડતી આ નવલકથા પ્રસંગે લેખે સફળ છે.
ચાખડીએ ચઢી ચાલ્યા હસમુખલાલ (૧૯૭૦) : જ્યોતિષ જાનીની નવલકથા, હાસ્યરસને અવલંબીને ચીલેચલુ
વિષયવસ્તુમાંથી કલાત્મક આકૃતિ ઉપસાવતી આ કથા છે. એમાં, એક બાજુ માતુશ્રી ચંચળબા, પત્ની શારદા અને ત્રણ
દીકરીઓ વચ્ચે જીવતા બેન્ક એકાઉન્ટન્ટ હસમુખલાલનું ઠઠ્ઠાચિત્ર છે, તો બીજી બાજુ પિતા દ્વારા થયેલી માતૃહત્યાની
પીડામાંથી મુક્ત થવા માગતા આધુનિક વિચારધારા પ્રગટાવતા બૌદ્ધિક અજય શાહનું કરુણચિત્ર છે. આ બંનેની રોજિંદી
વાસ્તવિકતાઓનાં સંયોજનોથી કથામાં વેગ આવ્યો છે. મધ્યમવર્ગીય હસમુખલાલના હાથમાં અજય શાહ રૂ. ૨૫,૦૦૦ નો
ચેક સરકાવે છે અને પારકા રૂપિયા હસમુખલાલ સ્વીકારે છે કે સ્વીકારતા નથી એવી સંદિગ્ધ ક્ષણોમાં કથાનું સમાપન થાય
છે. હસમુખલાલના વ્યક્તિચિત્રને કેન્દ્રમાં રાખતી અને ભાષા તેમ જ નિરૂપણના કૌશલ સાથે આનુક્રમિકતાની નીરસતાને
તોડતી આ નવલકથા પ્રસંગે લેખે સફળ છે. (- ચંદ્રકાન્ત ટોપીવાળા)
 
[http://gujaratisahityaparishad.com/prakashan/sarjako/savishesh/Savishesh-Jyotish-Jani.html આ પરિચયની પ્રમાણભૂત માહિતી ગુજરાતી સાહિત્ય પરિષદ પરથી મેળવી શકાશે.]
 
== બાહ્ય કડીઓ ==
* [http://gujaratisahityaparishad.com/prakashan/sarjako/savishesh/Savishesh-Jyotish-Jani.html આ પરિચયની પ્રમાણભૂત માહિતી ગુજરાતી સાહિત્ય પરિષદ પરથીપર મેળવી શકાશે.પરિચય]
 
[[Category:ગુજરાતી સાહિત્યકાર]]