ધીરુભાઈ ઠાકર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નવું પાનું : == સવિશેષ પરિચય == '''ઠાકર ધીરુભાઈ પ્રેમશંકર, ‘સવ્યસાચી’ (૨૭-૬-૧૯૧૮) :...
 
નાનુંNo edit summary
લીટી ૧:
'''ઠાકર ધીરુભાઈ પ્રેમશંકર, ‘સવ્યસાચી’ (૨૭-૬-૧૯૧૮) : સંશોધક, વિવેચક, સંપાદક, ચરિત્રકાર.''' જન્મ કોડીનારમાં. પ્રાથમિક કેળવણી કોડીનાર-ચાણસ્મામાં. માધ્યમિક કેળવણી ચાણસ્મા સિદ્ધપુરમાં. મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજમાંથી બી.એ. થઈ તે જ વર્ષે ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં ખંડ સમયના અધ્યાપક. ૧૯૪૨ માં એમ.એ. તે પછી ૧૯૬૦ સુધી ગુજરાત કૉલેજ, અમદાવાદમાં અધ્યાપક. ૧૯૫૬ માં પીએચ.ડી. ૧૯૬૦ થી મોડાસા કૉલેજના આચાર્ય. ત્યાંથી નિવૃત્ત. હાલ [[ગુજરાતી વિશ્વકોશ]]ના મુખ્ય સંપાદક.
== સવિશેષ પરિચય ==
 
‘મણિલાલ નભુભાઈની સાહિત્યસાધના’ (૧૯૫૬), ‘રસ અને રુચિ’ (૧૯૬૩), ‘સાંપ્રત સાહિત્ય’ (૧૯૬૮), ‘પ્રતિભાવ’ (૧૯૭૨), ‘વિક્ષેપ’ (૧૯૭૩), ‘વિભાવિતમ્’ (૧૯૮૩) એમના વિવેચનસંગ્રહો છે. તટસ્થતા, વિશદતા અને સમભાવ ઉપરાંત સમુદાર રુચિ એ એમની વિવેચક તરીકેની લાક્ષણિકતાઓ છે. નાટક, કવિતા, નવલકથા, ટૂંકીવાર્તા, ચરિત્ર, નિબંધ વગેરેની સ્વરૂપલક્ષી ચર્ચાની સાથે સાથે જૂની-નવી કૃતિઓની કૃતિલક્ષી સમીક્ષાઓ પણ એમણે વિવેચનની પરિભાષાથી બહુધા દૂર રહેતી તાજગીપૂર્ણ, રુચિર શૈલીમાં કરી છે. નાટક અને રંગભૂમિ એમના વિશેષ રસના વિષયો છે. આ અંગેની એમની ઊંડી જાણકારી ‘નાટ્યકળા’ (૧૯૮૫) પુસ્તકમાં અને તદવિષયક અન્ય લેખોમાં પ્રતીત થાય છે. ‘મણિભાઈ નભુભાઈ : જીવનરંગ’ (૧૯૫૭)માં મણિલાલ જેવી અનેકવિધ વિરોધી બળોના મિશ્રણરૂપ વ્યક્તિનું તાટસ્થ્યપૂર્ણ ચરિત્ર આપવાનું વિકટ કાર્ય એમણે પૂરી સત્યનિષ્ઠા અને વિવેક દાખવીને પાર પાડ્યું છે. ‘પરંપરા અને પ્રગતિ’ (૧૯૮૦) એ [[કસ્તૂરભાઈ લાલભાઈ]]નું એમણે આપેલું બીજું ઉલ્લેખનીય ચરિત્ર છે.
'''ઠાકર ધીરુભાઈ પ્રેમશંકર, ‘સવ્યસાચી’ (૨૭-૬-૧૯૧૮) : સંશોધક, વિવેચક, સંપાદક, ચરિત્રકાર.''' જન્મ કોડીનારમાં. પ્રાથમિક કેળવણી કોડીનાર-ચાણસ્મામાં. માધ્યમિક કેળવણી ચાણસ્મા સિદ્ધપુરમાં. મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજમાંથી
બી.એ. થઈ તે જ વર્ષે ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં ખંડ સમયના અધ્યાપક. ૧૯૪૨ માં એમ.એ. તે પછી ૧૯૬૦ સુધી ગુજરાત કૉલેજ, અમદાવાદમાં અધ્યાપક. ૧૯૫૬ માં પીએચ.ડી. ૧૯૬૦ થી મોડાસા કૉલેજના આચાર્ય. ત્યાંથી નિવૃત્ત. હાલ
ગુજરાતી વિશ્વકોશના મુખ્ય સંપાદક.
 
‘રંગકસુંબી’ (૧૯૬૩), ‘દ્રષ્ટા અને સ્રષ્ટા’ જેવા લેખ-નિબંધસંગ્રહોમાં એમણે કૃતિ કે કર્તા વિશેનાં ચિત્રો હળવી-રસાળ શૈલીમાં ઉપસાવ્યાં છે. ‘સફર સો દિવસની’-ભા.૧-૨- (૧૯૭૭) એમના વિદેશપ્રવાસી રોચક કથા છે. ગુજરાતી અર્વાચીન સાહિત્યનો, નીરક્ષીર દ્રષ્ટિવાળો અને સરળ, મધુર, પ્રવાહી ગદ્યશૈલીમાં લખાયેલો ઇતિહાસ ‘અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા’-ભા.૧-૨ (સંવ.આ.૧૯૮૨) સૌ કોઈ સાહિત્યરસિકો માટે હાથપોથીની ગરજ સારતો નોંધપાત્ર ગ્રંથ છે. વ્યાપકપણે ઉપયોગી નીવડે તેવાં ગુજરાતીની ગદ્યપદ્ય-કૃતિઓનાં અભ્યાસપૂર્ણ આમુખ અને મર્મદ્યોતક ટિપ્પણો સાથેનાં તેમનાં સંપાદનોમાં ‘મણિલાલની વિચારધારા’ (૧૯૪૮), ‘મણિલાલના ત્રણ લેખો’ (૧૯૪૯), ‘કાન્તા’ (૧૯૫૪), ‘નૃસિંહાવતાર’ (૧૯૫૫), ‘ધૂમકેતુ વાર્તાસૌરભ’-ભા.૧-૨ (૧૯૫૫), ‘જયભિખ્ખુ વાર્તાસૌરભ’ (૧૯૫૫), ‘આત્મનિમજજન’ (૧૯૫૯), ‘કરુણપ્રશસ્તિ કાવ્યો’ (૧૯૭૦), ‘મ. ન. દ્રિવેદીનું આત્મવૃત્તાંત’ (૧૯૭૯), ‘મારી હકીકત’ (૧૯૮૩), ‘સમાલોચક : સ્વાધ્યાય અને સૂચિ’ (૧૯૮૭) વગેરે મુખ્ય છે. એ જ રીતે ‘આપણાં ખંડકાવ્યો’ (૧૯૫૮) અને ‘ચંદ્રહાસાખ્યાન’ (૧૯૬૧) એમનાં અન્યના સહયોગમાં તૈયાર થયેલાં સંપાદનો છે. ‘અભિનય નાટકો’ (૧૯૬૨) તેમ જ ‘સુદર્શન અને પ્રિયંવદા’ (૧૯૬૨) એમના સંકલનગ્રંથો છે.
 
‘મણિલાલ નભુભાઈની સાહિત્યસાધના’ (૧૯૫૬), ‘રસ અને રુચિ’ (૧૯૬૩), ‘સાંપ્રત સાહિત્ય’ (૧૯૬૮), ‘પ્રતિભાવ’ (૧૯૭૨), ‘વિક્ષેપ’ (૧૯૭૩), ‘વિભાવિતમ્’ (૧૯૮૩) એમના વિવેચનસંગ્રહો છે. તટસ્થતા, વિશદતા અને સમભાવ ઉપરાંત
સમુદાર રુચિ એ એમની વિવેચક તરીકેની લાક્ષણિકતાઓ છે. નાટક, કવિતા, નવલકથા, ટૂંકીવાર્તા, ચરિત્ર, નિબંધ વગેરેની સ્વરૂપલક્ષી ચર્ચાની સાથે સાથે જૂની-નવી કૃતિઓની કૃતિલક્ષી સમીક્ષાઓ પણ એમણે વિવેચનની પરિભાષાથી
બહુધા દૂર રહેતી તાજગીપૂર્ણ, રુચિર શૈલીમાં કરી છે. નાટક અને રંગભૂમિ એમના વિશેષ રસના વિષયો છે. આ અંગેની એમની ઊંડી જાણકારી ‘નાટ્યકળા’ (૧૯૮૫) પુસ્તકમાં અને તદવિષયક અન્ય લેખોમાં પ્રતીત થાય છે.
‘મણિભાઈ નભુભાઈ : જીવનરંગ’ (૧૯૫૭)માં મણિલાલ જેવી અનેકવિધ વિરોધી બળોના મિશ્રણરૂપ વ્યક્તિનું તાટસ્થ્યપૂર્ણ ચરિત્ર આપવાનું વિકટ કાર્ય એમણે પૂરી સત્યનિષ્ઠા અને વિવેક દાખવીને પાર પાડ્યું છે. ‘પરંપરા અને પ્રગતિ’
(૧૯૮૦) એ સ્વ.કસ્તૂરભાઈ લાલભાઈનું એમણે આપેલું બીજું ઉલ્લેખનીય ચરિત્ર છે.
 
અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા (૧૯૫૬) : ૧૮૫૦ થી આરંભાતા ગુજરાતી સાહિત્યનાં વિવિધ પાસાંઓની અભ્યાસલક્ષી રજૂઆત કરતો ધીરુભાઈ પ્રેમશંકર ઠાકરનો ઇતિહાસગ્રંથ. આ પુસ્તકની નવમી સંવર્ધિત આવૃત્તિ (૧૯૮૧-૧૯૮૨) બે ખંડમાં પ્રકાશિત થઈ છે. પ્રથમ ખંડમાં સુધારક યુગ અને સાક્ષર યુગ (૧૮૫૦-૧૯૧૫) નો સમાવેશ કર્યો છે. બીજા ખંડમાં ગાંધી યુગ, અનુગાંધી યુગ અને આધુનિક પ્રવાહ (૧૯૧૫-૧૯૮૦) ને આવરી લીધા છે.
 
‘રંગકસુંબી’ (૧૯૬૩), ‘દ્રષ્ટા અને સ્રષ્ટા’ જેવા લેખ-નિબંધસંગ્રહોમાં એમણે કૃતિ કે કર્તા વિશેનાં ચિત્રો હળવી-રસાળ શૈલીમાં ઉપસાવ્યાં છે. ‘સફર સો દિવસની’-ભા.૧-૨- (૧૯૭૭) એમના વિદેશપ્રવાસી રોચક કથા છે. ગુજરાતી અર્વાચીન
સાહિત્યનો, નીરક્ષીર દ્રષ્ટિવાળો અને સરળ, મધુર, પ્રવાહી ગદ્યશૈલીમાં લખાયેલો ઇતિહાસ ‘અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા’-ભા.૧-૨ (સંવ.આ.૧૯૮૨) સૌ કોઈ સાહિત્યરસિકો માટે હાથપોથીની ગરજ સારતો નોંધપાત્ર ગ્રંથ છે.
વ્યાપકપણે ઉપયોગી નીવડે તેવાં ગુજરાતીની ગદ્યપદ્ય-કૃતિઓનાં અભ્યાસપૂર્ણ આમુખ અને મર્મદ્યોતક ટિપ્પણો સાથેનાં તેમનાં સંપાદનોમાં ‘મણિલાલની વિચારધારા’ (૧૯૪૮), ‘મણિલાલના ત્રણ લેખો’ (૧૯૪૯), ‘કાન્તા’ (૧૯૫૪),
‘નૃસિંહાવતાર’ (૧૯૫૫), ‘ધૂમકેતુ વાર્તાસૌરભ’-ભા.૧-૨ (૧૯૫૫), ‘જયભિખ્ખુ વાર્તાસૌરભ’ (૧૯૫૫), ‘આત્મનિમજજન’ (૧૯૫૯), ‘કરુણપ્રશસ્તિ કાવ્યો’ (૧૯૭૦), ‘મ. ન. દ્રિવેદીનું આત્મવૃત્તાંત’ (૧૯૭૯), ‘મારી હકીકત’ (૧૯૮૩), ‘સમાલોચક
: સ્વાધ્યાય અને સૂચિ’ (૧૯૮૭) વગેરે મુખ્ય છે. એ જ રીતે ‘આપણાં ખંડકાવ્યો’ (૧૯૫૮) અને ‘ચંદ્રહાસાખ્યાન’ (૧૯૬૧) એમનાં અન્યના સહયોગમાં તૈયાર થયેલાં સંપાદનો છે. ‘અભિનય નાટકો’ (૧૯૬૨) તેમ જ ‘સુદર્શન અને પ્રિયંવદા’
(૧૯૬૨) એમના સંકલનગ્રંથો છે. (- પ્રવીણ દરજી)
 
પરિવર્તન પામતા જતા સામાજિક, રાજ્કીય અને સાંસ્કૃતિક પરિવેશની વચ્ચે વહેતા રહેલા ગુજરાતી સાહિત્યના પ્રવાહનો આલેખ આપવાનો અહીં પ્રયત્ન થયો છે. વિકાસના વિવિધ તબક્કાવાર મહત્વનું સાહિત્યિક પ્રદાન કરનાર સાહિત્યકારોનાં જીવન અને સર્જન વિશેની નાની-મોટી રસપ્રદ વિગતો અહીં કુશળતાથી ગૂંથી લેવાયેલી છે. લેખકે કે કૃતિ વિષે અંગત અભિપ્રાયથી દોરવાયા વગર તેનું તટસ્થ અને સમભાવી વિવેચન લેખકે આપ્યું છે. અદ્યતન સાહિત્યપ્રવાહની ગતિવિધિ, તેની પશ્વાદભૂમિકા અને નવી વિભાવનાઓ સહિત પ્રયોગલક્ષી સર્જકો અને કૃતિઓની વિગતવાર ચર્ચા એમણે કરી છે. કવિતા, નવલકથા, નાટક, નવલિકા, એકાંકી વગેરે સાહિત્યસ્વરૂપોનો સંક્ષેપમાં પરિચય આપવાની સાથે તેનું રચનાવિધાન સમજાવવાનો પ્રયત્ન પણ એમણે કર્યો છે. ઇતિહાસલક્ષી વિપુલ સામગ્રીની રજૂઆતમાં કેટલીક મર્યાદાઓ હોવા છતાં ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં પ્રસ્તુત ગ્રંથ લેખકનું મૂલ્યવાન પ્રદાન છે.
 
અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા (૧૯૫૬) : ૧૮૫૦ થી આરંભાતા ગુજરાતી સાહિત્યનાં વિવિધ પાસાંઓની અભ્યાસલક્ષી રજૂઆત કરતો ધીરુભાઈ પ્રેમશંકર ઠાકરનો ઇતિહાસગ્રંથ. આ પુસ્તકની નવમી સંવર્ધિત આવૃત્તિ (૧૯૮૧-
૧૯૮૨) બે ખંડમાં પ્રકાશિત થઈ છે. પ્રથમ ખંડમાં સુધારક યુગ અને સાક્ષર યુગ (૧૮૫૦-૧૯૧૫) નો સમાવેશ કર્યો છે. બીજા ખંડમાં ગાંધી યુગ, અનુગાંધી યુગ અને આધુનિક પ્રવાહ (૧૯૧૫-૧૯૮૦) ને આવરી લીધા છે.
 
 
પરિવર્તન પામતા જતા સામાજિક, રાજ્કીય અને સાંસ્કૃતિક પરિવેશની વચ્ચે વહેતા રહેલા ગુજરાતી સાહિત્યના પ્રવાહનો આલેખ આપવાનો અહીં પ્રયત્ન થયો છે. વિકાસના વિવિધ તબક્કાવાર મહત્વનું સાહિત્યિક પ્રદાન કરનાર
સાહિત્યકારોનાં જીવન અને સર્જન વિશેની નાની-મોટી રસપ્રદ વિગતો અહીં કુશળતાથી ગૂંથી લેવાયેલી છે. લેખકે કે કૃતિ વિષે અંગત અભિપ્રાયથી દોરવાયા વગર તેનું તટસ્થ અને સમભાવી વિવેચન લેખકે આપ્યું છે. અદ્યતન
સાહિત્યપ્રવાહની ગતિવિધિ, તેની પશ્વાદભૂમિકા અને નવી વિભાવનાઓ સહિત પ્રયોગલક્ષી સર્જકો અને કૃતિઓની વિગતવાર ચર્ચા એમણે કરી છે. કવિતા, નવલકથા, નાટક, નવલિકા, એકાંકી વગેરે સાહિત્યસ્વરૂપોનો સંક્ષેપમાં પરિચય
આપવાની સાથે તેનું રચનાવિધાન સમજાવવાનો પ્રયત્ન પણ એમણે કર્યો છે. ઇતિહાસલક્ષી વિપુલ સામગ્રીની રજૂઆતમાં કેટલીક મર્યાદાઓ હોવા છતાં ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં પ્રસ્તુત ગ્રંથ લેખકનું મૂલ્યવાન પ્રદાન છે. (- નિરંજન
વોરા)