બહેરામજી મલબારી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નવું પાનું : == સવિશેષ પરિચય == '''મલબારી બહેરામજી મહેરવાનજી (૧૮-૫-૧૮૫૩, ૧૧-૭-૧૯૧૨)...
 
નાનુંNo edit summary
લીટી ૧:
== સવિશેષ પરિચય ==
 
'''મલબારી બહેરામજી મહેરવાનજી (૧૮-૫-૧૮૫૩, ૧૧-૭-૧૯૧૨) : કવિ, ગદ્યકાર.''' જન્મ વડોદરામાં. મૂળ પિતા ધનજીભાઈ મહેતા પરંતુ પિતાના અવસાન બાદ પાંચ વર્ષની વયે મા ભીખીબાઈ સાથે મહેરવાનજી નાનાભાઈ મલબારીને ત્યાં આંગળિયાત તરીકે ગયા. બાલ્યવય સુરતમાં વીત્યું. પહેલાં દેશી પદ્ધતિએ ચાલતી નરભેરામ મહેતાની શાળામાં, પછી પારસી પંચાયતની સ્કૂલમાં, પછી સર જમશેદજી એંગ્લો વર્નાક્યુલર સ્કૂલમાં અને પછી મિશન સ્કૂલમાં અભ્યાસ. ૧૮૭૧માં મૅટ્રિકની પરીક્ષા પસાર કરી, પણ ઉચ્ચશિક્ષણમાં દાખલ થતા નહિ; છતાં ગુજરાતી અને અંગ્રેજી પર પ્રભુત્વ. શરૂમાં શિક્ષકનો વ્યવસાય. ડૉ. વિલ્સનનું અને ડૉ. ટેલરનું પ્રોત્સાહન. પત્રકાર તરીકેની કારકિર્દીની શરૂઆત. ૧૮૭૯ થી મરણપર્યંત ‘ઈન્ડિયન સ્પેકટેટર’ના તંત્રી. ‘વોઈસ ઑવ ઈન્ડિયા’ નામે પત્ર દ્વારા પણ પ્રજાસેવા. પત્રકાર તરીકે નિર્ભીકપણે બાળલગ્ન અને પુનર્લગ્ન બાબતે સુધારાવાદી વિચારોની અભિવ્યક્તિ. ૧૮૯૦માં યુરોપના પ્રવાસે ગયા. ૧૯૦૧ માં ‘ઈસ્ટ ઍન્ડ વેસ્ટ’ નામના માસિકની શરૂઆત. હૃદય એકાએક બંધ પડવાથી સીમલામાં અચાનક મૃત્યુ.