દિલિપ ધોળકિયા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું added Category:ગાયક using HotCat
પાનાં "Dilip Dholakia" ને ભાષાંતર કરીને બનાવેલ
લીટી ૧:
'''દિલિપ ધોળકિયા''' (૧૫ ઓક્ટોબર ૧૯૨૧ - ૨ જાન્યુઆરી ૨૦૧૧), જે '''ડી. દિલિપ''' અથવા '''દિલિપ રોય''' તરીકે હિન્દી ચલચિત્રોમાં જાણીતા હતા, ભારતીય સંગીત રચયિતા અને ગાયક હતા. તેમનો જન્મ [[જુનાગઢ]]<nowiki/>માં થયો હતો અને તેમના કુટુંબને કારણે સંગીત સાથે તેમનો પરિચય શરૂઆતના વર્ષોમાં જ થઇ ગયો. તેમની કારકિર્દીની શરૂઆત ગાયક તરીકે કર્યા બાદ, તેમણે ૧૯૬૦ અને ૧૯૭૦ના દાયકામાં [[બોલીવુડ]] અને [[ગુજરાતી સિનેમા]]<nowiki/>માં સંગીત નિર્માણનું કામ કર્યું. તેમણે આઠ હિન્દી ચલચિત્રોનું અને અગિયાર ગુજરાતી ચલચિત્રોનું સંગીત નિર્માણ કર્યું હતું.
દિલીપ ધોળકિયાનો જન્મ ૧૫ ઓક્ટોબર ૧૯૨૧ના રોજ જૂનાગઢ ખાતે ભોગીલાલભાઈ અને મુક્તાબેનના ઘરે થયો હતો. કોલેજ સુધીનું શિક્ષણ તેમણે જૂનાગઢમાં જ લીધું હતું. મૃદંગ, તબલાં તથા ફ્લુટના વાદનનો વારસો પિતા તરફથી મળ્યો હતો. ગીરી કંદરાની હવા ગળથૂથીમાં લઇને જન્મેલા અને નરસિંહના કરતાલ જાણે હૃદયના ધબકાર સમાન હતા તેવા દિલીપ ધોળકિયા ૧૯૪૨માં મુંબઇ ગયા હતા. શરૂઆતમાં એકાઉન્ટન્ટ જનરલની ઓફિસમાં તેમણે કામ કર્યું હતું. પરંતુ અંદર એક મહાન સંગીતકાર ધબકી રહ્યો હતો. સરકારની આંકડાઓની નોકરી છોડીને સૂર અને લય સાથે કામ પાડવાનું તેમણે શરૂ કર્યું અને ઓલ ઈન્ડિયા રેડિયોમાં કારકિર્દીની શરૂઆત થઇ. દરરોજ સાંજે ગીજુભાઈ વ્યાસ, વેણીભાઈ પુરોહિત, બરક્ત વિરાણી વગેરે મિત્રો સાથે બેઠક થતી અને બસ એમ જ એ સિલસિલો ચાલ્યો.

== પ્રારંભિક જીવન ==
દિલીપભાઈએ સંગીતનું શિક્ષણ ભીંડી બજાર ઘરાનાનાં પાંડુરંગ આંબેડકર પાસે લીધું હતું. અને રામચંદ્રપાલની ફિલ્મમાં પ્લેબેક પણ આપ્યું હતું. ૧૯૫૦માં ઐતિહાસિક પડાવ તેમના જીવનમાં આવ્યો વેણીભાઈ પુરોહિતે લખેલું ગીત તારી આંખનો અફીણી અજિત મરર્ચન્ટે કંપોઝ કર્યું અને દીવાદાંડી ફિલ્મમાં તે સમાવાયું. આ ગીત આજ સુધી ગુજરાતીઓને ઝકઝોર કરી રહ્યું છે.
દિલિપ ધોળકિયાનો જન્મ ૧૫ ઓક્ટોબર ૧૯૨૧ના રોજ [[જુનાગઢ]]<nowiki/>માં થયો હતો. જ્યારે તેઓ ૭ વર્ષના હતા, ત્યારે તેઓ તેમના પિતા ભોગીલાલ અને દાદા મણીશંકર ધોળકિયાને જુનાગઢમાં સ્વામીનારાયણ મંદિરમાં [[ભજન]] ગાવામાં અને સંગીતવાદ્યો વગાડવામાં સાથ આપતા હતા. તેમનું શિક્ષણ બહાદુર ખાનજી માધ્યમિક શાળા અને બહાઉદ્દીન કોલેજમાં થયું. શાસ્ત્રીય સંગીતની તાલીમ તેમણે પાંડુરંગ આંબેરકર પાસે મેળવી, જેઓ અમાનત અલી ખાનના શિષ્ય હતા.<ref name="DG2011">DeshGujarat (2 January 2011). </ref>

== કારકિર્દી ==
ગુજરાતી કાવ્ય સંગીતમાં માઇલસ્ટોન કહી શકાય તેવી રચનાઓ આપનાર દિલીપભાઈએ હિન્દી ફિલ્મોના ખ્યાતીપ્રાપ્ત સંગીતકારો ચિત્રગુપ્ત, એસ. એન. ત્રપિાઠી સાથે કામ કર્યું છે. ૧૯૭૨ થી ૧૯૮૮ સુધી લક્ષ્મીકાંત પ્યારેલાલ સાથે તેમણે માતબર કામ કર્યું એક સમયે ગુલામ મહમદ અને દત્તારામ જેટલું જ તેમનું નામ હિન્દી ફિલ્મ સંગીતમાં જાણીતું હતું. ગુજરાતી ફિલ્મ સત્યવાન સાવિત્રીમાં બધાજ ગીતો મહમદ રફી અને લતા મંગેશકર પાસે તેમણે ગવડાવ્યા હતા અને કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ થયેલી કંકુ ફિલ્મમાં પણ તેમનું સંગીત હતું.<ref>{{cite news
શરૂઆતમાં તેમણે કારકૂન અને ખાતાં લખનાર તરીકે બોમ્બે સ્ટેટના ગૃહ વિભાગમાં બે વર્ષ કામ કર્યું. તેમણે [[આકાશવાણી]]<nowiki/>ના કાર્યાલયની ઇમારતમાં જ કામ કર્યું હતું. પછીથી તેઓ આકાશવાણી દ્વારા કલાકાર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.<ref name="DG2011">DeshGujarat (2 January 2011). </ref>
|url=http://www.divyabhaskar.co.in/article/sau-rjk-singer-and-musician-dilip-dholakia-is-died-1715449.html
|title=તારી આંખનો અફીણી’ના ગાયક દિલીપ ધોળકીયાનું નિધન
|date=૨૦૧૧-૦૧-૦૩
|accessdate=૨૦૧૧-૦૧-૦૫
|work=દિવ્ય ભાસ્કર
}}</ref>

હિન્દી ચલચિત્ર ''કિસ્મતવાલા'' (૧૯૪૪)માં ગીત ગાવા માટે તેમને ખેમચંદ પ્રકાશના ભાઇ રતનલાલ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. તેમણે આ ફિલ્મ માટે ત્રણ ગીતો ગાયા, 'ગોરી ચલો ના સિના ઉભારકે..' અને ‘દેખો હમસે ના આંખે લડાયા કરો..’. તેમણે ''ભંવરા'' (૧૯૪૪) માટે સમૂહ ગીત 'ઠુકરા રહી હૈ દુનિયા' ગાયું હતું. ૧૯૪૬માં તેમણે ‘દુખ કી ઇસ નગરી મેં બાબા કોઇ ના પૂછે બાત’ ''લાજ'' માટે ગાયું. HMV સ્ટુડિઓમાં તેમનો પરિચય સ્નેહલ ભાટકર સાથે થયો જેમણે [[વેણીભાઈ પુરોહિત]] દ્વારા રચિત ગીતોના સંગ્રહો રજૂ કરવામાં મદદ કરી હતી. આ સંગ્રહો ''ભીંત ફાડી ને પીપળો ઉગ્યો'' અને ''આધા તેલ ઓર આધા પાની'' હતા. ૧૯૪૮માં, અવિનાશ વ્યાસે તેમને બે યુગ્મ ગીતો સતિ સોન ચલચિત્ર માટે આપ્યા. પછીથી તેમણે ચિત્રગુપ્તના સહાયક તરીકે કામ કર્યું અને ભક્ત પુંડલિકમાં ગીત ગાયા હતા. તેમણે તેમની સાથે ૧૯૫૧ થી ૧૯૭૨ સુધી કામ કર્યું અને અનેક ફિલ્મોમાં યોગદાન આપ્યું; ''ઇન્સાફ'', ''કિસ્મત'', ''જિંદગી કે મેલે'', ''ભાભી'', ''કાલી ટોપી લાલ રૂમાલ''. તેમણે એસ. એન. ત્રિપાઠીના સહાયક તરીકે પણ કામ કર્યું હતું.<ref name="DG2011">DeshGujarat (2 January 2011). </ref>
{{Reflist}}

ત્યાર પછી તેમણે સ્વતંત્ર રીતે હિન્દી અને ગુજરાતી ચલચિત્રોમાં ગીત-સંગીત આપવાનું શરૂ કર્યું અને '''ડી. દિલિપ''' નામ નવી ઓળખ તરીકે અપનાવ્યું. તેમણે ઘણા હિન્દી ચલચિત્રોમાં સંગીત આપ્યું; ''ભક્તમહિમા'' (૧૯૬૦), ''સૌગંધ ''(૧૯૬૧), ''બગદાદ કી રાતે'' (૧૯૬૨), ''તીન ઉસ્તાદ'' (૧૯૬૧) અને ''પ્રાઇવેટ સેક્રેટરી'' (૧૯૬૨), ''દગાબાઝ'' (૧૯૭૦), ''વીર ઘટોત્કચ ''(૧૯૭૦) અને ''મા વૈષ્ણવી દેવી''. કેટલાક ચલચિત્રોમાં તેઓ '''દિલિપ રોય '''તરીકે ઓળખાયા.<ref name="DG2011">DeshGujarat (2 January 2011). </ref> તેમણે ''ડાકુ રાણી ગંગા'' (૧૯૭૭) નામના ભોજપુરી ચલચિત્રમાં પણ સંગીત આપ્યું હતું.<ref name="Ghosh2010">Avijit Ghosh (22 May 2010). </ref>
{{સ્ટબ}}

તેમણે ૧૯૬૩માં ''સત્યવાન સાવિત્રી'' સહિત અગિયાર ગુજરાતી ચલચિત્રોમાં સંગીત આપ્યું હતું. બીજા ગુજરાતી ચલચિત્રોમાં ''દિવાદાંડી'', ''મોટા ઘરની દિકરી'', ''કંકુ'' (૧૯૬૯),<ref name="RajadhyakshaWillemen2014">Ashish Rajadhyaksha; Paul Willemen; Professor of Critical Studies Paul Willemen (10 July 2014). </ref> ''સત ના પારખે'', ''સ્નેહબંધન'' અને ''જાલમ સંગ જાડેજા''નો સમાવેશ થાય છે. તેમણે ઘણાં લોકપ્રિય ગુજરાતી ચલચિત્રના ગીતોનું સંગીત આપ્યું હતું જેવાં કે ''સ્નેહબંધન''માં [[બરકત વિરાણી]] 'બેફામ' દ્વારા લખેલ અને મહંમદ રફી દ્વારા ગવાયેલ [[ગઝલ]] 'મિલન ના દિપક સહુ બુઝાઇ ગયા છે...', ''જાલમ સંગ જાડેજા''માં 'બેફામ' દ્વારા લખાયેલ અને ભુપિન્દર દ્વારા ગવાયેલ 'એકલાજ આવ્યા મનવા…'. તેમણે [[વેણીભાઇ પુરોહિત|વેણીભાઇ પુરોહિત]] દ્વારા લખેલ અને [[અજિત મર્ચન્ટ|અજિત મર્ચન્ટ]] દ્વારા સંગીતબદ્ધ કરેલ 'તારો આંખનો અફીણી' દિવાદાંડી (૧૯૫૦) ગાયું હતું જે અત્યંત જાણીતું બન્યું હતું અને હજી પણ સમગ્ર ગુજરાતમાં લોકપ્રિય છે.<ref name="Gujarat Samachar 2013">Shukla, Tushar (13 February 2013). </ref> તેમના અન્ય લોકપ્રિય ગુજરાતી ગીતો 'મને અંધારા બોલાવે', અને 'પગલુ પગલામાં અટવાયું,' 'સાથિયા પુરાવો દ્વારે', 'ઘનન ધતુડી પટુડી', 'બોલે મિલન નો મોર' છે.<ref name="DG2011">DeshGujarat (2 January 2011). </ref>

તેમણે લક્ષ્મીકાંત-પ્યારેલાલના સહાયક તરીકે ૧૯૭૨ થી ૧૯૮૮ સુધી કામ કર્યું. તેમણે તેમનું છેલ્લું ગીત ૧૫ ફેબ્રુઆરી ૧૯૮૮ના રોજ રેકોર્ડ કર્યું હતું.<ref name="DG2011">DeshGujarat (2 January 2011). </ref>

તેમણે હૃદયનાથ મંગેશકર સાથે [[મીરાંબાઈ|મીરાં]] ભજન (ભાગ-૧), [[ભગવદ્ ગીતા]], [[જ્ઞાનેશ્વરી]] ગીતા, ગાલીબના ઉર્દૂ ગઝલ સંગ્રહ વગેરે માટે સંગીત આપ્યું. તેમણે લતા મંગેશકર, આશા ભોંસલે, કિશોરી અમોનકરના ગીત સંગ્રહો HMV માટે સંગીતબદ્ધ કર્યા હતા. તેમણે [[નિષ્કુળાનંદ સ્વામી]] દ્વારા લિખિત ચૌસંથપદીનું સંગીત આપ્યું હતું.<ref name="DG2011">DeshGujarat (2 January 2011). </ref>

તેઓ ૨ જાન્યુઆરી ૨૦૧૧ના રોજ મુંબઈ ખાતે અવસાન પામ્યા.<ref name="DG2011">DeshGujarat (2 January 2011). </ref><ref name="Kothari 2004">Kothari, Urvish (1 March 2004). [http://urvishkothari-gujarati.blogspot.in/2011/01/500.html "500મી પોસ્ટ: દિલીપ ધોળકિયા- દિલીપકાકા-ને દિલી અલવિદા"]. ''gujarati world'' (in Gujarati). </ref>

== અંગત જીવન ==
તેમણે ધ્રુમનબેન સાથે લગ્ન કર્યા હતા અને તેમને બે પુત્રો કંદર્પ અને રજત હતા. [[રજત ધોળકિયા]] પણ સંગીત સર્જક અને ગાયક છે.<ref name="DG2011">DeshGujarat (2 January 2011). </ref>

== સંગીત સર્જન ==

=== સંગીત સહાયક ===
* ''દોસ્ત ગરીબોં કા'' (૧૯૮૯)
* ''જાનૂ'' (૧૯૮૫)
* ''તીસરી આંખ'' (૧૯૮૨)
* ''ચુનોતી'' (1980)
* ''સરગમ'' (૧૯૭૯)
* ''નયા દિન નઇ રાત'' (૧૯૭૪)
* ''પ્યાર કા સપના'' (૧૯૬૯)
* ''ઔલાદ'' (૧૯૬૮)
* ''ઉંચે લોગ'' (૧૯૬૫)
* ''મેં ભી લડકી હૂં'' (૧૯૬૪)
* ''ગંગા કી લહેરે'' (૧૯૬૪)
* ''બર્મા રોડ'' (૧૯૬૨)
* ''શાદી (''૧૯૬૨)
* ''તેલ માલીશ બૂટ પોલીશ'' (૧૯૬૧)
* ''મા બાપ'' (૧૯૬૦)
* ''પતંગ'' (૧૯૬૦)
* ''બરખા'' (૧૯૫૯)
* ''ગેસ્ટ હાઉસ'' (૧૯૫૯)
* ''કવિ કાલિદાસ'' (૧૯૫૯'')''
* ''ઝિમ્બો'' (૧૯૫૮)

=== સંગીત નિર્માણ ===

=== હિંદી ===
* ''ભક્તમહીમા'' (૧૯૬૦)
* ''સૌગંધ'' (૧૯૬૧)
* ''બગદાદ કી રાતે'' (૧૯૬૨)
* ''તીન ઉસ્તાદ'' (૧૯૬૧)
* ''પ્રાઇવેટ સેક્રેટરી'' (૧૯૬૨)
* ''દગાબાઝ'' (૧૯૭૦)
* ''વીર ઘટોત્કચ'' (૧૯૭૦)
* ''માતા વૈષ્ણવી દેવી''

=== ગુજરાતી ===
* ''સત્યવાન સાવિત્રી''
* ''દિવાદાંડી''
* ''મોટા ઘરની દીકરી''
* ''કંકુ''
* ''સત ના પારખે''
* ''સ્નેહબંધન''
* ''જાલમ સંગ જાડેજા''

=== અભિનય ===
* ''હોલીડે ઇન બોમ્બે'' (૧૯૬૩)

== સંદર્ભ ==
{{Reflist}}

== બાહ્ય કડીઓ ==
[[શ્રેણી:ગાયક]]
* [[imdbname:1495972|Dilip Dholakia]] at the [[ઇન્ટરનેટ મૂવી ડેટાબેઝ|Internet Movie Database]]