કન્યાકુમારી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
[[ચિત્ર:Vivekananda Rock & Valluvar Statue at Sunrise.JPG|thumb|300px|right| કન્યાકુમારી ખાતે સમુદ્રમાં ખડક પર આવેલાં સ્થાપત્યો]]
[[ભારત]] દેશની [[હિંદ મહાસાગર]]માંની ભૂશિર '''કન્યાકુમારી''' તરીકે ઓળખાય છે. [[ભારત]] દેશના દક્ષિણ ભાગમાં આવેલા [[તમિલનાડુ]] રાજ્યના [[કન્યાકુમારી જિલ્લો| કન્યાકુમારી જિલ્લા]]ના મુખ્યમથક [[નાગરકોઇલ]] શહેરની નજીકમાં આવેલું નાનું નગર છે.
 
કન્યાકુમારી હિન્દ મહાસાગર, બંગાળની ખાડી તથા અરબ સાગરનું સંગમ સ્થળ છે. અહીં અલગ અલગ સાગર પોતાના વિભિન્ન રંગો વડે મનોરમ્ય છટા વિખેરે છે. દક્ષિણ ભારતના અંતિમ છેડા પર વસેલું કન્યાકુમારી વર્ષોથી કલા, સંસ્કૃતિ, સભ્યતાનું પ્રતીક રહ્યું છે. ભારત દેશના પર્યટક સ્થળના રૂપમાં પણ આ સ્થળનું ઘણું જ મહત્વ રહેલું છે. દૂર દૂર ફેલાયેલા સમુદ્રની વિશાળ લહેરોની વચ્ચે અહીં [[સૂર્યોદય]] તેમ જ [[સૂર્યાસ્ત]]નો નજારો બેહદ આકર્ષક લાગે છે. સમુદ્ર બીચ પર ફેલાયેલ રંગ બિરંગી રેતી આ સ્થળની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે.