નારાયણ દેસાઈ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ઇન્ફોબોક્સ અને અગાઉના લેખની માહિતી અને સંદર્ભ સુધારાઓ.
નાનું સંદર્ભ અને અન્ય સુધારાઓ.
લીટી ૬:
|જન્મ તારીખ = [[ડિસેમ્બર ૨૪| ૨૪ ડિસેમ્બર]], ૧૯૨૪
|જન્મ સ્થળ = [[વલસાડ]], [[ગુજરાત]], ભારત
|મૃત્યુ તારીખ = [[માર્ચ ૧૫|૧૫ માર્ચ]], ૨૦૧૫
|મૃત્યુ સ્થળ = [[સુરત]], ગુજરાત
|મૃત્યુનું કારણ =
|હુલામણું નામ =
|રહેઠાણ =
|વ્યવસાય = ચરિત્રકાર, અનુવાદક.
|સક્રિય વર્ષ =
|રાષ્ટ્રીયતા = ભારતીય
લીટી ૨૬:
|વિરોધીઓ =
|ધર્મ =
|જીવનસાથી = ઉત્તરા ચૌધરી
|ભાગીદાર =
|સંતાન =
લીટી ૩૭:
 
== પ્રારંભિક જીવન ==
[[મહાત્મા ગાંધી]]ના અંગત સેક્રેટરી અને જીવનવૃત્તાંત લેખક [[મહાદેવભાઈ દેસાઈ|મહાદેવ દેસાઇ]]ના પુત્ર  એવા,<ref>Pandiri, Ananda M. ''A Comprehensive, Annotated Bibliography on Mahatma Gandhi.'' </ref> નારાયણ દેસાઇનો જન્મ [[વલસાડ]], ગુજરાત  ખાતે  ૨૪  ડિસેમ્બર  ૧૯૨૪ના  રોજ  થયો  હતો.<ref name="PTI 1926">{{ઢાંચો:Cite web|author=PTI|title=Noted Gandhian Narayan Desai passes away|website=The Economic Times|date=૧૫ માર્ચ ૨૦૧૫|url=http://economictimes.indiatimes.com/news/politics-and-nation/noted-gandhian-narayan-desai-passes-away/articleshow/46571699.cms|accessdate=૧૫ માર્ચ ૨૦૧૫}}</ref> ગાંધીજીના  સાબરમતી  આશ્રમ,  [[અમદાવાદ]]  અને  [[વર્ધા]]  નજીક  સેવાગ્રામ  આશ્રમ  ખાતે  મોટા  થયેલા તેમણે પોતાના પિતા અને આશ્રમના અન્ય રહેવાસીઓ જોડે શિક્ષણ મેળવ્યું હતું. તેમણે શિક્ષણ, કાંતણ અને [[ખાદી]] વણાટમાં નિપુણતા મેળવી હતી.<ref>{{ઢાંચો:Cite web|url=http://deshgujarat.com/2015/03/15/narayan-desai-passes-away/|title=Narayan Desai passes away|work=DeshGujarat|accessdate=૧૫ માર્ચ ૨૦૧૫}}</ref>
 
== શરૂઆતી વર્ષો ==
સ્વાતંત્ર્ય સેનાનીઓ નભકૃષ્ણ ચૌધરી અને માલતીદેવી ચૌધરીની પુત્ર ઉત્તરા ચૌધરી સાથેના લગ્ન પછી આ યુવાન જોડી [[સુરત]]થી ૬૦ કિમી દૂર આવેલા વેડછી ખાતે સ્થાયી થઇ. જ્યાં તેમણે નઇ તાલીમ શાળામાં શિક્ષક તરીકે કામ શરૂ કર્યું. [[વિનોબા ભાવે]] દ્વારા ભૂદાન આંદોલન શરૂ કરાયા પછી તેમણે ગુજરાતમાં પગપાળાં પ્રવાસ કરીને અમીરો પાસેથી જમીન લઇને ગરીબ જમીન વિહોણાં ખેડૂતોમાં વહેંચી હતી. તેમણે ભૂદાન આંદોલનનું મુખપત્ર ''ભૂમિપુત્ર'' શરૂ કર્યું અને ૧૯૫૯ સુધી તેના તંત્રી રહ્યા.<ref name="PTI 1926">{{ઢાંચો:Cite web|author=PTI|title=Noted Gandhian Narayan Desai passes away|website=The Economic Times|date=૧૫ માર્ચ ૨૦૧૫|url=http://economictimes.indiatimes.com/news/politics-and-nation/noted-gandhian-narayan-desai-passes-away/articleshow/46571699.cms|accessdate=૧૫ માર્ચ ૨૦૧૫}}</ref>
 
== ગાંધીજીની ફિલસૂફીનો અમલ ==
નારાયણ દેસાઇ વિનોબા ભાવે દ્વારા સ્થાપિત અને સામાજીક નેતા [[જયપ્રકાશ નારાયણ]]ના નેતૃત્વ હેઠળ સંચાલિત અખિલ ભારતીય શાંતિ સેના મંડળમાં જોડાયા. શાંતિ સેનાના જનરલ સેક્રટરી તરીકે,<ref>Hardiman, David. ''Gandhi in His Times and Ours: The Global Legacy of His Ideas.'' New York: Columbia UP, 2003. 192.</ref> નારાયણ દેસાઇએ સમગ્ર દેશમાંથી શાંતિ સ્વયંસેવકોની ભરતી કરી જેમણે જાતિગત અથડામણો દરમિયાન સુલેહગીરી કરવામાં મદદ કરી.
 
તેમણે આંતરરાષ્ટ્રીય શાંતિ સેનાની સ્થાપના કરવામાં અગત્યનો ભાગ ભજવ્યો અને તેઓ વોર રેઝિસ્ટર્સ ઇન્ટરનેશનલના ચેરમેન તરીકે ચૂંટાયા. પાકિસ્તાની શાંતિ સંગઠનની સાથે તેમને યુનેસ્કોનો આંતરરાષ્ટ્રીય શાંતિ પુરસ્કાર મળ્યો હતો.
લીટી ૫૧:
જયપ્રકાશ નારાયણના મૃત્યુ પછી તેઓ વેડછી ખાતે સ્થાયી થયા અને સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલયની સ્થાપના કરી. આ સંસ્થા અહિંસા અને ગાંધી જીવનશૈલીની તાલીમ આપતી હતી. તેમણે પોતાની પિતા મહાદેવ દેસાઈને શ્રદ્ધાંજલિ આપતું ગાંધીજીનું જીવનવૃત્તાંત ચાર ભાગોમાં લખ્યું, જે તેમના પિતાનું સ્વપ્ન હતું અને જેલમાં ૧૫ ઓગસ્ટ ૧૯૪૨ના રોજ અવસાન થવાથી અધૂરું રહ્યું હતું.
 
૨૦૦૪થી તેમણે 'ગાંધી-કથા' (મહાત્મા ગાંધીના જીવનનાં પ્રસંગોનું વર્ણન) કહેવાની સમગ્ર વિશ્વમાં શરૂઆત કરી. ગાંધીજીનું જીવનવૃત્તાંત ચાર ભાગોમાં ૨૦૦૦ પાનાંઓમાં લખાયેલું હતું. ગાંધીજીનું જીવનવૃત્તાંત પૂર્ણ કર્યા પછી તેમણે વિચાર્યું કે બહુ જૂજ લોકો આ પુસ્તક તેના કદ અને ઉંચી કિંમતને કારણે વાંચશે. તેમણે ગાંધીજીનો સંદેશ લોકોમાં પહોંચડાવા માટે નવીન વિચાર રજૂ કર્યો. તેમણે ગાંધી કથાની શરૂઆત કરી. રામાયણ અને ભાગવત કથાની જેમ તેમણે ગાંધી કથા કહી. સાત દિવસના ત્રણ કલાકો સુધી તેમણે ગાંધીજીના જીવન અને વિચારો રજૂ કર્યા. તેમણે કથા દરમિયાન તેમના દ્વારા લખાયેલા ગીતો પણ ગાયા. તેમની કથા પ્રેક્ષકો પર આધારિત રહેતી હતી. કેટલીક કથાઓમાં તેઓ ગાંધીજીની રાજકારણ પ્રવૃત્તિઓ વિશે કહેતા હતા અને અધિકારીને તેઓ ગાંધીજીના નેતૃત્વ સંચાલનના ગુણો વિશે કહેતા હતા. આ કથા દ્વારા લોકોમાં પ્રવર્તતી ગાંધીજી વિશેની કેટલીય ગેરસમજ દૂર થઇ. તેમણે ગાંધીજીના જીવન વિશે કેટલાય અપ્રકાશિત અને    જાણીતાં  પ્રસંગો  રજૂ  કર્યા  હતા.  આ કથા ભારત અને વિદેશમાં અત્યંત લોકપ્રિય બની હતી. નોંધવુ જરૂરી છે કે તેમણે કથાની શરૂઆત કરી ત્યારે તેમની વય ૮૧ વર્ષની હતી. તેઓ ૨૩ જુલાઇ ૨૦૦૭ સુધી [[ગુજરાત વિદ્યાપીઠ]]ના કુલપતિ રહ્યા પણ તેમણે પદ પરથી નવેમ્બર ૨૦૧૪માં રાજીનામું આપ્યું.<ref name="PTI 1926">{{ઢાંચો:Cite web|author=PTI|title=Noted Gandhian Narayan Desai passes away|website=The Economic Times|date=૧૫ માર્ચ ૨૦૧૫|url=http://economictimes.indiatimes.com/news/politics-and-nation/noted-gandhian-narayan-desai-passes-away/articleshow/46571699.cms|accessdate=૧૫ માર્ચ ૨૦૧૫}}</ref>
 
== સર્જન ==
લીટી ૬૬:
 
== મૃત્યુ ==
૧૦ ડિસેમ્બર ૨૦૧૪ના રોજ તેઓ કોમામાં સરી પડ્યા હતા. પણ, તેમાંથી સાજા થઇને તેઓ [[ચરખો]] પણ કાંતતા હતા. તેમને દૈનિક ક્રિયાઓમાં તકલીફ રહેતી હતી અને તેઓ પ્રવાહી ખોરાક પર હતા. ૧૫ માર્ચ ૨૦૧૫ના રોજ મહાવીર ટ્રોમા સેન્ટર, સુરત ખાતે તેમનું અવસાન થયું. તે જ દિવસે સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલય, વેડછી ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.<ref name="PTI 1926">{{ઢાંચો:Cite web|author=PTI|title=Noted Gandhian Narayan Desai passes away|website=The Economic Times|date=૧૫ માર્ચ ૨૦૧૫|url=http://economictimes.indiatimes.com/news/politics-and-nation/noted-gandhian-narayan-desai-passes-away/articleshow/46571699.cms|accessdate=૧૫ માર્ચ ૨૦૧૫}}</ref>
 
== બાહ્ય કડીઓ ==