બળવંતરાય ઠાકોર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું માહિતીચોકઠું અને પ્રારંભિક લખાણ બલવન્તરાય ઠાકોરમાંથી લાવીને ઉમેર્યું
No edit summary
લીટી ૬૯:
 
ગુજરાતી સાહિત્યના અગ્રણ્ય ગદ્યકારોમાં આ લેખકનું સ્થાન છે. કાવ્યની જેમ ગદ્યમાં પણ એમણે અર્થાનુસારિતા કે વિચારાનુરૂપતાને પ્રાધાન્ય આપ્યું છે. એમના લખાણમાં વાક્યો એક પછી એક ખડકાયેલાં હોય છે. ગહન વિષયને સાંગોપાંગ સળંગ અર્થઘન મહાવાક્યમાં ગોઠવતી એમની ગદ્યશૈલી કવિચિત્ કલેશકર, કિલષ્ટ અને દીર્ઘસૂત્રી બની રહે છે. એમણે ગુજરાતીના પોતને અનુકૂળ ફારસી-અરબી, સંસ્કૃત-પ્રાકૃત, શિષ્ટ બોલચાલિયા શબ્દો, રૂઢિપ્રયોગોનો ઉપયોગ કરી પોતાના ઈષ્ટઅર્થને ચોકસાઈપૂર્વક અશેષ રીતે વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો છે.
-પ્રસાદ બ્રહ્મભટ્ટ
 
 
 
ભણકાર (૧૯૧૮, બી.આ. ૧૯૪૨, ત્રી.આ. ૧૯૫૧) : બળવંતરાય ક. ઠાકોરનો કાવ્યસંગ્રહ. એમણે ૧૯૪૧ સુધીની કવિતા ૧૯૪૨ ની આવૃત્તિમાં તથા ૧૯૫૦ સુધીની લઘુ અને મધ્યમ કદની કૃતિઓ ૧૯૫૧ ની આવૃત્તિમાં સમાવી લીધી છે. આ ત્રીજી આવૃત્તિ ‘કવિ અને કવિતા’, ‘વતન’, ‘અંગત’, ‘પ્રેમનો દિવસ’, ‘ખંડકાવ્યો’, ‘બાલોદ્યાન’, ‘બોધક’ અને ‘વધારો’ એમ નવેસરથી સાત ગુચ્છમાં ગુંફિત છે. આ સંગ્રહનું પ્રથમ પ્રકાશન કાવ્યક્ષેત્રે ઐતિહાસિક બનાવ છે. પંડિતયુગ અને ગાંધીયુગની કડીરૂપ આ સંગ્રહમાં નરી ઊર્મિલતા, પોચટતા અને ભાવનાપ્રધાન અપદ્યાગદ્યની સામે અર્થપ્રધાન પરલક્ષી કવિતાની ‘દ્વિજોત્તમ જાતિ’ નાં તેમ જ પ્રવાહી પદ્યનાં કલામય બુદ્ધિધન કાવ્ય-સર્જનો છે. એમાં બંધોનું નાવીન્ય છે, પ્રયોગશીલ માનસ છે, શ્વલોકભંગ-શ્રુતિભંગ-યતિભંગ સાથેના વિલક્ષણ પદ્યપ્રયોગો છે, ગુલબંકી-પરંપરિત-ત્રોટક-ઝૂલણાનું નવી રીતે પંકિત-સમાયોજન છે. ‘પૃથ્વીતિલક’ જેવો પૃથ્વીનો નવતર પ્રયોગ છે, શબ્દસૌંદર્યને ગૌણ કરી અર્થાનુસારી લયના પ્રાસહીન શુદ્ધ અગેય પદ્યનો આદર્શ છે. કવિને હાથે પ્રસિદ્ધ થયેલાં ને સૌથી વધુ સફળ નીવડેલાં પ્રણય, મૈત્રી, શ્રદ્ધા, સુખદુઃખ પરનાં સૉનેટો અત્યંત સમૃદ્ધ છે. ‘પ્રેમનો દિવસ’નાં સૉનેટોમાં કલ્પિત નાયક-નાયિકાના જીવનનું, અન્યોન્ય પ્રેમની સમુત્ક્રાંતિ દર્શાવતા પ્રસંગો દ્વારા, નિરૂપણ થયું છે. ‘જૂનું પિયર ઘર’ અને ‘વધામણી’ એમાં સૌથી જાણીતાં છે. વૃદ્ધાવસ્થાને લગતી સૉનેટ-કૃતિઓ વિષયનાવીન્યની રીતે ધ્યાન ખેંચે તેવી છે. ‘આરોહણ’ પ્રતિખંડકાવ્ય છે. આ સર્વમાં કવિનો વૈજ્ઞાનિક, બુદ્ધિવાદી, અજ્ઞેયવાદી અને વાસ્તવવાદી અભિગમ ખુદવફાઈ સાથે અને શૈલીની ઓજસ્વિતા સાથે વ્યક્ત થયો છે. ‘ભણકાર’ માં સાચી અને ઊંચી કવિતાને પામવાનો કાવ્યપુરુષાર્થ છે.
-ચંદ્રકાન્ત ટોપીવાળા