વડોદરા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સુધારાઓ.
લીટી ૨૪:
સ્થિતિ=યોગ્ય
}}
'''વડોદરા'''({{ઉચ્ચારણ|Vadodara_voice.ogg}}) એ [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના મધ્ય ભાગમાં આવેલું અને [[વિશ્વામિત્રી નદી]]ને કિનારે વસેલું નગર છે. તેનું જુનું નામ '''વટપદ્ર''' છે. વડોદરાનું નામ સંસ્કૃત 'વટસ્ય ઉદરે' ઉપરથી ઉતરી આવ્યું હોવાનું પણ માનવામાં આવે છે. [[વિશ્વામિત્રી નદી]]ને કિનારે ઘણા વડ (સંસ્કૃતઃ વટ વૃક્ષ)નાં ઝાડ હોવાથી, વડ હેઠળ વિકસેલું શહેર 'વટસ્ય ઉદરે' કળક્રમે અપભ્રંશ થતા થતા વડોદરા થઇ ગયું છે. [[અંગ્રેજી ભાષા| અંગ્રેજી]]માં લોકો ઘણીવાર તેને [[બરોડા]] કહીને પણ બોલાવે છે. આ નગર [[ગાયકવાડ]] વંશના [[મરાઠા]] રાજ્યનું પાટનગર હતું. ગુજરાતના તમામ શહેરો પૈકી વડોદરામાં મરાઠીઓનો સૌથી મોટો સમાજ જોવા મળે છે.
 
વડોદરા ગુજરાત રાજ્યનું મહત્વનું ઔદ્યોગીક કેન્દ્ર પણ છે જેમાં પેટ્રોકેમીકલ્સ, રાસાયણિક, ટેક્ષટાઇલ્સ તથા [[ઇજનેરી]] ઉદ્યોગોનો સમાવેશ થાય છે. ગુજરાતના મોટા શૈક્ષણિક કેન્દ્રોમાંનું એક [[મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય]] વડોદરામાં આવેલું છે. ''મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય''ની ફાઈન આર્ટસ કૉલેજ, સોશિયલ વર્ક ફેકલ્ટી (સમાજકાર્ય સંકાય) તથા ઇજનેરી કૉલજ (જે ''કલાભવન''ના નામે પણ ઓળખાય છે) વિશ્વવિખ્યાત છે.
લીટી ૩૨:
== ઇતિહાસ ==
[[ચિત્ર:Baroda state 1909.jpg|thumb| ઇ. સ. ૧૯૦૯નું બરોડા રાજ્ય]]
વડોદરાનો પ્રથમ ઐતિહાસિક ઉલ્લેખ ઇસ ૮૧૨માં વટપદ્ર નામે થયેલો છે. આંકોટકા (આજનું અકોટા) નામના શહેરની સમીપનું આ વટપદ્ર ગામનું મહત્વ દસમી સદીમાં વઘ્યુંવધ્યું.
 
ઇ. સ. ૧૭૨૧માં પીલાજી ગાયકવાડ મુઘલ સામ્રાજ્ય સામેથી વડોદરા ઉપર કબજો મેળવી વડોદરાને મરાઠી શાસન હેઠળ લાવ્યા. મરાઠી પેશ્વાએ ગાયકવાડને વડોદરા ઉપર વહીવટ કરવાનો હક્ક આપ્યો. ઇ. સ. ૧૭૬૧માં, [[મરાઠા સામ્રાજ્ય]]ના પેશ્વાનો અફધાનો સામે [[પાણીપતનાં યુધ્ધ]]માં પરાજય પછી વડોદરાનું શાસન ગાયકવાડોના હસ્તક આવ્યું. ઇ. સ. ૧૮૦૨માં બ્રિટિશરો સાથે સંધિ પછી વડોદરા, બ્રિટીશ સામ્રાજ્ય હેઠળ સ્વતંત્ર ગાયકવાડી શાસન હસ્તક રહ્યું.
લીટી ૩૯:
 
== ભૌગોલિક ==
વડોદરા, અમદાવાદ-મુંબઇ અને મુંબઇ-દિલ્લી રેલમાર્ગ પર આવેલ શહેર છે. [[વિશ્વામિત્રી નદી]] ને કાંઠે વસેલું આ શહેર, વડોદરા જિલ્લાનું તેમ જ વડોદરા તાલુકાનું વહીવટી મથક છે અને ગુજરાત રાજ્યની સંસ્કાર નગરી તરીકે પ્રખ્યાત છે. [[વડોદરા જિલ્લો|વડોદરા જિલ્લા]]ની ઉત્તરે [[પંચમહાલ જિલ્લો|પંચમહાલ]] તથા [[દાહોદ જિલ્લો|દાહોદ]], દક્ષિણે [[ભરૂચ જિલ્લો|ભરૂચ]] તથા [[નર્મદા જિલ્લો|નર્મદા]],પશ્ચિમે [[આણંદ જિલ્લો|આણંદ]] તથા [[ખેડા જિલ્લો|ખેડા]] જિલ્લાઓ આવેલા છે. [[વડોદરા જિલ્લો|વડોદરા જિલ્લા]]ની પૂર્વમાં [[મધ્ય પ્રદેશ]] રાજ્ય આવેલું છે. જો કે વડોદરા જિલ્લાનું તાજેતરમાં વિભાજન થયું છે અને નવો છોટાઉદેપુર જીલ્લોજિલ્લો વડોદરા જીલ્લાની પૂર્વમાં અસ્તિત્વમાં આવ્યો છે.
 
વસ્તીને આધારે વડોદરા, [[અમદાવાદ]] અને [[સુરત]] પછી [[ગુજરાત]]નું ત્રીજા ક્રમનું શહેર છે.{{સંદર્ભ}}