ગઝલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનું આખો લેખ શબ્"ગઝલ: રૂપ અને રંગ" (લેખક રઈશ મનીઆર) પુસ્તક્માંથી લીધેલ છે. સંદર્ભ આપવાનું ચૂકી જવાયું છે.
લીટી ૧૭૨:
ગઝલનો મૂળભૂત એકમ શેર છે. એક ગઝલ ત્રણ કે તેથી વધુ શેરોની બનેલી જોવા મળે છે. એક ગઝલના શેરો એક જ સરીખા રદીફ, એક જ પ્રકારના કાફિયા અને એક જ છંદથી જોડાયેલા હોય છે. એક શેરની બે પંક્તિઓને બે મિસરા કહે છે. ગઝલના પહેલા શેરને મત્લા કહે છે, જેના બંને મિસરામાં રદીફ-કાફિયાની યોજના જાળવવી પડે છે. મત્લામાં સ્થાપિત કરેલ રદીફ-કાફિયાની યોજના ત્યાર બાદ આખી ગઝલમાં નિભાવવી પડે છે. મત્લા એકથી વધુ હોઈ શકે. મત્લા સિવાયના શેરોમાં પ્રથમ મિસરામાં રદીફ હોતા નથી. બીજા મિસરામાં રદીફ-કાફિયાની યોજના જાળવવી પડે છે. દરેક શેરના અંતે કોઈ પરિવર્તન વગર અચૂક આવતાં શબ્દ કે શબ્દસમૂહને રદીફ કહે છે. રદીફ ગમે તેટલો લાંબો કે ટૂંકો હોઈ શકે. ગઝલ રદીફ વિનાની પણ હોઈ શકે. રદીફ કરતાં આગળ આવતા પ્રાસના શબ્દને કાફિયા કહેવામાં આવે છે, કાફિયા તરીકે વપરાતા શબ્દોમાં પાછળનો અમુક શબ્દાંશ એકસરખો હોય છે, જેને કાફિયાનો આધાર કહે છે. આખી ગઝલમાં કાફિયાનો આધાર એકસરખો રહેવો જોઈએ.
ગઝલના અંતિમ શેરમાં કેટલીક વાર શાયર પોતાનું તખલ્લુસ વણી લે છે. આ શેરને ‘મક્તા’નો શેર કહે છે.
સંદર્ભ : "ગઝલ: રૂપ અને રંગ" લેખક રઈશ મનીઆર, અરુણોદય પ્રકાશન
 
[[શ્રેણી:સાહિત્ય]]
"https://gu.wikipedia.org/wiki/ગઝલ" થી મેળવેલ