ગઝલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
સુધારો કર્યો
નાનું સંદર્ભ સુધારો.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૩૨:
આખી ગઝલમાંથી ઘણી વાર આવો એકાદ ચોટદાર શેર જ પોતાની અવતરણ-ક્ષમતાને કારણે પ્રસિદ્ધિ પામે છે, પરંતુ એ યાદ રાખવું જોઈએ કે કવિ પોતાની પસંદગી કે ઇચ્છાથી ‘છૂટો શેર’ નથી લખતો, એમ થઈ જાય છે. ગઝલની સંપૂર્ણ રસાનુભૂતિ માટે એક જ છંદ, રદીફ અને કાફિયા જાળવીને લખાયેલી અનેક શેરોવાળી ગઝલ જ વધુ સ્વીકાર્ય ગણાય. એકાદ છૂટો શેર નહીં, પરંતુ આખી ગઝલ જ શાયરની કવિત્વશક્તિની સાચી કસોટી છે.
 
શેર ઉપરથી જ ‘શાયર’ અને ‘મુશાયરો’ શબ્દ આવ્યા છે, એ દેખીતું છે. મુશાયરાનો અર્થ છે જ્ઞાનીઓની સભા, જેમાં બોલનાર અને સાંભળનાર બંને જ્ઞાની અથવા જ્ઞાનપિપાસુ હોય એ જરૂરી છે! આટલા વિવરણ પછી એટલું સમજી શકાયું હશે કે ભારતીય પરંપરામાં શ્ર્લોકની વિભાવના અરબી-ફારસીના શેરની ખૂબ નજીક બેસે છે. ફરક માત્ર રદીફ-કાફિયાની યોજનાનો છે. એમ કહી શકાય કે છંદ, રદીફ અને કાફિયાની એક દોરી પર ગૂંથેલાં અલગ અલગ પુષ્પો જેવી શેરોની પુષ્પમાળા એટલે જ ગઝલ.<ref name= rm>{{cite book|title=ગઝલ : રૂપ અને રંગ|author=રઈશ મનીઆર|date=2006૨૦૦૬|location= અમદાવાદ|publisher=અરૂણોદય પ્રકાશન|chapter=પ્રકરણ 5:ગઝલ : બાહ્ય સ્વરૂપ : પરિભાષાની સમજ|pages=27૨૭-41૪૧|ISBN=9789380468099}}</ref>
 
== મિસરા ==
"https://gu.wikipedia.org/wiki/ગઝલ" થી મેળવેલ