પાટણ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું મુખ્ય લેખો મુક્યા. વિભાગ સરખો કર્યો.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
→‎ઇતિહાસ: જોડણી સુધારી
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઈલ એપ દ્વારા કરાયેલ ફેરફાર
લીટી ૨૬:
[[સરસ્વતી નદી| સરસ્વતી]] નદીને તટે વસેલું અને [[ગુજરાત]]ના સુવર્ણયુગની સાક્ષી આપતું નગર '''પાટણ''' ({{ઉચ્ચારણ|Patan.ogg}}) ઉત્તર ગુજરાતના [[પાટણ જિલ્લો|પાટણ જિલ્લા]] અને [[પાટણ તાલુકો|પાટણ તાલુકા]]નું મુખ્યમથક છે. ગુજરાતને ''ગુજરાત'' નામ મળ્યા પછી પાટણ તેનું પહેલું પાટનગર બન્‍યું. પાટણ તેની સ્‍થાપના બાદ ૧૪મી સદી સુધીનાં લગભગ ૬૫૦થી વધુ વર્ષ પર્યંત ગુજરાતનું પાટનગર રહેલું. [[સોલંકી]] રાજવીઓની રાજધાનીનું આ નગર-પાટણ એક કાળે વિસ્‍તારમાં અને વૈભવમાં, શોભામાં અને સમૃદ્ધિમાં, વાણિજ્ય, વીરતામાં ને વિદ્યામાં, તે કાળના ધારા-અવંતી જેવી શ્રી, સરસ્‍વતી અને સંસ્‍કારલક્ષ્‍મીથી સમૃદ્ધ નગરીઓની સ્‍પર્ધા કરતું પાટણ [[ભારત]]વર્ષમાં પ્રસિદ્ધ હતું.
 
==ઇતિહા
==ઇતિહાસ==
અણહિલપુર-પાટણનું નામ ગુજરાતના સામ્રાજ્યનો પાયો નાખનાર ગણાતા [[વનરાજ ચાવડા]]ના બાળમિત્ર અને સહાયક ભરવાડ અણહિલના નામ પરથી પડ્યું હોવાનું કહેવાય છે. અનુશ્રુતિ પ્રમાણે વિ.સં. ૮૦૨ (ઈ.સ. ૭૪૬, ૨૮ માર્ચ)ના દિવસે અણહિલ ભરવાડે બતાવેલી જગાએ વનરાજ ચાવડાએ આ શહેરની સ્‍થાપના કરી હતી.<ref>{{cite book|url=https://books.google.com/books?id=kKD-v7tPc8EC&pg=PA194|title=Indian Kāvya Literature: The bold style (Śaktibhadra to Dhanapāla)|publisher=Motilal Banarsidass Publ.|year=૧૯૮૮|isbn=978-81-208-0450-0|pages=૧૯૪–૧૯૫|author=Anthony Kennedy Warder}}</ref> પંચાસરના રાજા જયશિખરીનું કલ્‍યાણના રાજા ભુવડને હાથે યુદ્ધમાં મૃત્‍યુ થયા પછી બાળ વનરાજને મામા સુરપાળ અને તેની માતા રાણી રૂપસુંદરીએ ઉછેર્યો. વનરાજે પછી ટોળી જમાવીને રાજ્યની સ્‍થાપના કરી અને અણહિલપુર-પાટણ વસાવ્‍યું. આ વનરાજ ચાવડાથી જ ગુજરાતના રજપૂતયુગના ઇતિહાસનો આરંભ થાય છે. આજે પણ, મૂળ [[પંચાસર (તા. શંખેશ્વર)|પંચાસરના]] દેવાલયમાંથી લવાયેલી પારસનાથ ભગવાનની મૂર્તિ પંચાસરા પારસનાથને નામે ઓળખાતા પાટણના દેરાસરમાં જોવા મળે છે. તે દેરાસરના એક ગોખમાં વનરાજ ચાવડાની પુરાણી મૂર્તિ પણ છે. ગુજરાતના સામ્રાજ્ય અને સમૃદ્ધિનો સુવર્ણયુગ સોળે કળાએ પ્રકાશ્યો [[સિદ્ધરાજ જયસિંહ]]ના સમયમાં. તે સમયના અત્‍યંત વિસ્‍તૃત નગર પાટણની જાહોજલાલી અને શોભાનાં વર્ણનો અનેક પ્રાચીન ગ્રંથોમાં જળવાયેલાં છે. [[અલાઉદ્દીન ખીલજી]]એ પાટણ ભાંગ્યા પછી અહમદશાહે પાટનગર બદલ્‍યું અને [[સાબરમતી]]ને તીરે ''અહમદાબાદ'' ([[અમદાવાદ]]) વસાવ્‍યું ને પાટણનાં મહત્‍વ અને જાહોજલાલીનો અસ્‍ત થયો.
 
==સાહિત્યમાં==
"https://gu.wikipedia.org/wiki/પાટણ" થી મેળવેલ