લાભશંકર ઠાકર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 2405:204:810F:6275:9C78:83A0:9EAF:D76B (talk) દ્વારા કરેલ ફેરફારોને [[User:106.79.65.196|106.79...
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૩૮:
અને ગુહ્ય ક્રિયાની સહોપસ્થિતિમાં કાવ્યોત્સર્ગની ક્રિયાને મૂકી સર્જનની પ્રવૃત્તિની વિડંબના-વેદનાને કવિએ સબળ અભિવ્યક્તિ આપી છે.
 
લેખકનું પહેલું એકાંકી ‘અસત્યકુમાર એકાગ્રની ધરપકડ’, ‘રેમઠ’ના પાંચ સર્જકમિત્રોએ સાથે મળી પ્રગટ કરેલા એકાંકીસંગ્રહ ‘મેઈક બિલીવ’ (૧૯૬૭)માં મળે છે. આ એકાંકી અને ત્યાર પછી પ્રગટ થયેલા સ્વતંત્ર એકાંકીસંગ્રહ ‘મરી જવાની મઝા’ (૧૯૭૩)નાં એકાંકીઓ ઍબ્સર્ડ[[એબ્સર્ડ]] શૈલીનાં છે. નાટ્યોચિત ભાષાની સૂઝ અને નિરૂપણની હળવાશ એ એના આસ્વાદ્ય અંશો છે; પરંતુ ક્રિયા કરતાં સંવાદનું વિશેષ ભારણ અને કવિચત્ ઘટનાની યોગ્ય માવજત કરવાની ખામીને લીધે એમાં નાટ્યતત્વ ખૂટે છે. પરંતુ, પહેલાં પ્રયોગ અને પછી લેખન એ લીલાનાટ્યની પ્રક્રિયામાંથી મળેલાં ‘આકંઠ સાબરમતી’ ની નીપજરૂપ ‘બાથટબમાં માછલી’ (૧૯૮૨) નાં એકાંકીઓમાં નાટ્યતત્વ પૂરેપુરું સિદ્ધ થતું જોવાય છે. ભાષાનો શબ્દ અપૂરતો લાગતાં આંગિક અભિનય અને અન્ય અવાજોની મદદથી નાટ્યઅર્થને ઉપસાવવાનો જે ઉપક્રમ આ એકાંકી-નાટકોમાં છે તે તત્વ ગુજરાતી નાટકના વિકાસમાં મહત્વનું સ્થિત્યંતર છે. સુભાષ શાહ અને રચેલા સેમ્યુઅલ બેકેટના ‘વેઈટિંગ ફોર ગોદો’ નાટકથી પ્રભાવિત ત્રિઅંકી નાટક ‘એક ઊંદર અને જદુનાથ’ (૧૯૬૬)માં નાટ્યતત્વ કરતાં પ્રયોગનાવીન્ય વિશેષ છે. પાંચપ્રવેશી દ્વિવઅંકી નાટક ‘પીળું ગુલાબ અને હું’ (૧૯૮૫) પણ ‘લીલાનાટ્ય’ ની નીપજ છે. આ નાટકમાં કૃતકતા અને દાંભિકતાથી ઉબાઈ ગયેલી, અકૃતક પ્રેમસ્પર્શને ઝંખતી એક સ્ત્રીની વેદના વ્યક્ત થઈ છે.
 
લેખકની બે નવલકથાઓમાંની ‘અકસ્માત’ (૧૯૬૮) એ સાદી પ્રણયકથા છે, તો ‘કોણ ?’ (૧૯૬૮) એ નક્કર કારણોના અભાવને લીધે અપ્રતિકાર પરિસ્થિતિ પર મંડાયેલી અને સંઘર્ષ વગરની, જીવનથી નિર્ભ્રાન્ત બનેલા, ચીલેચલુ જીવનને છોડી નાસી છૂટતા, એક વિલક્ષણ વ્યક્તિત્વવાળા યુવાનની કથા છે.