ફ્રાન્ઝ કાફકા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નવો વિભાગ ઉમેર્યો
ઉમેર્યુ
લીટી ૩૮:
== કાફકાનું સાહિત્યસર્જન ==
કાફકાની નવલકથાનાં પાત્રોના મનોભાવો અત્યંત રસાળ શૈલીમાં થયેલા છે પરંતુ કાફકાની પ્રતિકગૂંથણી ઘણી સંકુલ હોવાથી તેમા ભાવસંદિગ્ધતા અને અર્થસમ્દિગ્ધતા અતિશય અનુભવાય છે. બૌદ્ધિક દ્રષ્ટિએ અગ્રાહ્ય જણાતા વિશ્વ સાથે સંઘર્ષમાં ઉતરતા મનુષ્યની આત્મવિદારક અનુભૂતી કાફકાના સમગ્ર સર્જનના કેન્દ્રમાં રહેલી છે. તેમના જીવન દરમ્યાન તેમના અમુક જ પુસ્તકો પ્રગટ થયા હતા. બીજા વિશ્વયુદ્ધ પછી લેખક તરીકે તેમની ખ્યાતિ આખા યુરોપમાં વિસ્તરી હતી. કાફકાએ પોતાના મિત્ર મેક્સબ્રૉડને સૂચન કરેલું કે પોતાના મૃત્યુ બાદ અપ્રગટ હસ્તપ્રતોનો નાશ કરવામાં આવે પણ મેક્સબ્રૉડ, જે સ્વયં એક પ્રકાશનસંસ્થાના સલાહકાર હતા, તેમણે કાફકાના સૂચનને ન ગણકારતાં કાફકાની હસ્તપ્રતોને પ્રકાશિત કરી અને આ રીતે કાફકાની બે નવલકથાઓ ''ધ ટ્રાયલ'' અને ''ધ કાસલ'' પ્રકાશિત થઈ હતી.<ref name= gv/>
 
''ધ ટ્રાયલ'' (૧૯૨૫) કાફકાની વિશ્વ પ્રસિદ્ધિ પામેલી કૃતિ છે. આ નવલકથા નાયક જોસેફ કે. ની આસપાસ રચાયેલી છે, જેને પોતાને ખબર નથી એવા અપરાધના સંદર્ભમાં બે શખ્સોએ એને પકડ્યો છે. એક્ મોટા ગોદામ જેવા મકાનમાં એની ઉપર મુકદ્દમો ચાલે છે. જ્યારે એ ચૂકાદો લેવા માટે પહોંચે છે ત્યારે કૉર્ટ ખાલી હોય છે. જોસેફ કે. વકીલ રોકે છે પણ વકીલને તેના કરતા પણ ઓછી જાણકારી છે. આ પછી તે એક ચિત્રકારની સહાય લે છે પણ એ સંદિગ્ધ ભાષામાં વાત કરે છે. જોસેફ કે. ત્યારબાદ પાદરિને મળે છે પણ એને તેના અપરાધ વિશે કંઇ ખબર પડતી નથી. છેવટે બે શખ્સ આવીને જોસેફ કે. ને પકડી ઘસડીને ખૂન કરે છે. આમ, આ નવલકથા નિ:સહાયતા અને અપરાધવૃત્તિના વૈશ્વિક અર્થને પ્રતીકાત્મક રીતે રજૂ કરે છે અને જીવનની અસંગતિને તદ્દન અવાસ્તવિક ઢબે પ્રત્યક્ષ કરે છે.<ref>{{cite book|last=ટોપીવાળા|first=ચન્દ્રકાંત|title=ગુજરાતી સાહિત્યકોશ ભાગ|volume=૩|publisher=[[ગુજરાતી સાહિત્ય પરિષદ]]|location=[[અમદાવાદ]]|year=૧૯૯૬|page=૩૧૨ - ૩૧૩}}</ref>
 
== સંદર્ભ ==