ઝાલા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
વાક્યરચના સુધારી,
નાનુંNo edit summary
લીટી ૯:
ગુજરાતી નવલકથા '[[કરણ ઘેલો|કરણઘેલો]]' (લેખક:[[નંદશંકર મહેતા|નંદશંકર]] મહેતા) માં નીચે મુજબ વર્ણન મળે છે:
 
<quoteblockquote>જે ચમત્કારિક રીતે પાટડી તથા બીજાં ગામો કરણ વાઘેલા પાસેથી તેને મળ્યાં હતાં તેમાં કાંઈ દેવતાઈ અંશ હતો. એક રાતમાં બે હજાર ગામને તોરણ કોઈ પણ માણસથી એકલી પોતાની જ શક્તિ વડે બંધાઈ શકે નહી, માટે જે અદ્દભુત શક્તિથી એટલાં બધાં ગામો તેને મળ્યાં તે જ શક્તિ તેની તથા તેના વંશની પાસે કાયમ રહેશે, એ પ્રમાણે તેની સ્ત્રી તેને ધીરજ આપતી હતી. એ પ્રમાણે જ્યારે તે બે વાતચિત કરતાં હતાં તે વખતે બહાર ચોગાનમાં કાંઈ ગડબડ થઈ, અને તેઓ બહાર જુવે છે તો એક હાથી છુટો પડી મદોન્મત્ત થઈ, દોડતો તેમણે જોયો, આ વખતે બારી આગળના ચોગાનમાં તેઓના શેડો, માંગુ, શેકડો, એ નામના ત્રણ છોકરા તથા ઉમાદેવી નામની છોકરી રમતાં હતાં, મસ્ત થયેલો હાથી રસ્તામાં જે વસ્તુઓ આવતી તે સઘળીને છુંદતો છુંદતો તે છોકરાં પાસે આવ્યો, અને એકને સુંઢમાં પકડી ઉછાળવાની તથા બીજાને પગતળે ચગદી નાંખવાની તૈયારીમાં હતો, એટલામાં તુરત તે સ્ત્રીએ, એટલે તેઓની માએ, બારીએથી જ પોતાનો એક હાથ એટલો તો લાંબો કીધો કે તેઓ સઘળાંને ઝાલી લીધાં અને મોતના સપાટામાંથી તેઓને તુરત ઉગારી દીધાં. હરપાળ (તે પુરૂષ હરપાળ મકવાણો [[કરણ ઘેલો|કરણ]] રાજાનો માશીનો છોકરો તથા બાબરા ભૂતનો જીતનાર હતો, એ વાંચનારાઓએ જાણી લીધું હશે) આ તેની સ્ત્રીનું દેવતાઈ પરાક્રમ જોઈને ઘણો જ આશ્ચર્ય તથા આનંદ પામ્યો, અને આ વાતનું હમેશાં સ્મરણ રહેવાને તે ત્રણે છોકરાઓનું નામ ઝાલા (પકડયા) પાડ્યું. એ નામ હજી સુધી તેના વંશના ઝાલા રજપૂતોએ રાખ્યું છે.<ref>https://gu.m.wikisource.org/wiki/કરણ_ઘેલો/પ્રકરણ-૧૬</ref></quoteblockquote>
 
મંડલીક મહાકાવ્યમાં સૌ પ્રથમવાર 'ઝલ્લેશ્વર' શબ્દ રા માંડલિકનાં સસરાં ભીમસિંહ ઝાલા માટે પ્રયોજાયો હતો. વાધોજીએ મહમદ બેગડાને બે વાર  હરાવ્યો અને ત્રીજીવાર પોતે હાર્યાં. તેમની ૭૫૦ પત્નિઓએ જળજોહર કર્યો. વાધોજીનાં પુત્ર રાજોધરજીએ એકવાર શિકાર કરવા જતાં જોયું કે જંગલનું સસલું તેમની સામે ઊભું રહ્યું. રાજોધરજીને થયું આ જંગલનું પાણી પીને તે બહાદુર બન્યું માટે તે સ્થાને તેમણે ઈ.સ. ૧૪૮૮ની મહાશિવરાત્રીનાં રોજ હળવદની સ્થાપના કરી.<ref>https://archive.org/details/in.ernet.dli.2015.250940</ref>
"https://gu.wikipedia.org/wiki/ઝાલા" થી મેળવેલ