પશ્ચિમ બંગાળ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
[[ચિત્ર:West Bengal in India (disputed hatched).svg|200px|right|]]
'''પશ્ચિમ બંગાળ''' ({{lang-bn|পশ্চিমবঙ্গ}}) [[ભારત]] દેશના પૂર્વ ભાગમાં બંગાળની ખાડી પર આવેલું રાજ્ય છે.તે ભારતની ચોથી સૌથી વધુ વસતી ધરાવતો રાજ્ય છે, ૯ કરોડ થી વધુ રહેવાસીઓ રહે છે. (૨૦૧૧ મુજબ) તેનો વિસ્તાર ૮૮૭૫૨ ચો.કિમી (૩૪૨૬૭ ચો.માઈલ) છે.વંશીય ભાષાકીય બંગાળ પ્રદેશનો એક ભાગ, બાંગ્લાદેશ તેની પૂર્વમાં છે, અને ઉત્તરમાં નેપાળ અને ભૂટાન; તે પાંચ ભારતીય રાજ્યોની સાથે સરહદો વહેંચે છે: ઓડિશા, ઝારખંડ, બિહાર, સિક્કીમ અને આસામ. પશ્ચિમ બંગાળ રાજ્યનું પાટનગર [[કોલકાતા]] છે, જે ભારતનાં પ્રથમ ચાર મહાનગરોમાંનું એક મહાનગર છે. ભૌગોલિક દૃષ્ટિએ પશ્ચિમ બંગાળમાં દાર્જિલિંગ હિમાલયન પર્વતીય પ્રદેશ, ગંગાનો મુખ ત્રિકોણાકાર પ્રદેશ, રારહ પ્રદેશ અને દરિયાઇ સુંદરવનનો સમાવેશ થાય છે. ત્યાંની મુખ્ય ભાષા [[બંગાળી ભાષા|બંગાળી]] છે.મુખ્ય વંશીય જૂથ બંગાળીઓ છે, જેમાં બંગાળી હિન્દુઓ વસ્તી વિષયક બહુમતી ધરાવે છે.
 
પ્રાચીન બંગાળ મા અનેક મુખ્ય જનપદાસની જગ્યા હતી.ઈસવીસન પૂર્વે બીજી સદીમાં, આ પ્રદેશ સમ્રાટ અશોક દ્વારા જીત્યો હતો.ઈસવીસન પૂર્વે ચોથી સદીમાં, તે ગુપ્તા સામ્રાજ્યમાં સમાઈ ગયો હતો.૧૩ મી સદીથી, ૧૮ મી સદીમાં બ્રિટિશ શાસનની શરૂઆત સુધી આ ક્ષેત્ર પર અનેક સુલ્તાન, શક્તિશાળી હિંદુ રાજ્યો અને જમીનદારોનુ શાસન હતુ.બ્રિટીશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ૧૭૫૭ માં પ્લાસીના યુદ્ધના પગલે પ્રદેશ પર તેમની પકડ મજબૂત કરી, અને કલકત્તા બ્રિટિશ ભારતની રાજધાની તરીકે ઘણા વર્ષો સુધી રહ્યું હતુ.
 
== જિલ્લાઓ ==