સી. વી. રામન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
No edit summary
લીટી ૪:
== બાળપણ ==
 
સર સી. વી. રામનનો જન્મ [[ભારત]] દેશના દક્ષિણ ભાગમાં આવેલા [[તિરુચિરાપલ્લી]], [[તમિલનાડુ|તામિલનાડુ રાજ્ય]] ખાતે [[હિંદુ]], [[બ્રાહ્મણ]] પરિવારમાં થયો હતો. એમની માતૃભાષા [[તમિલ ભાષા|તમિલ]] છે. બાળપણમાં જ તેમના પરિવારને [[વિઝાગ]], [[આંધ્ર પ્રદેશ]] ખાતે રહેવા જવાનું થયું. તેઓના પિતાજી ગણિત તથા ભૌતિકશાસ્ત્રના વ્યાખ્યાતા હોવાને કારણે રામનજીને ભણવાનું યોગ્ય વાતાવરણ ઘરમાં જ મળી ગયું હતું. એમનાઆ વિષયોના તેમના ઊંડા અભ્યાસે વોલ્ટેરની કોલેજમાં તેમને સ્થાન મળ્યું અને વિદ્યાર્થીઅલમમાં તે ખુબ પ્રિય થઇ પડ્યા. ખગોળશાસ્ત્રમાં પણ તેમનો ઊંડો રસ હતો. પિતાના એ બુદ્ધિધનનો વરસો પુત્રને મળ્યો, અને પુત્રે એને સુંદર રીતે વિકસાવ્યો! ભત્રીજા [[સુબ્રમણ્યન ચંદ્રશેખર]]ને પણ ભૌતિકશાસ્ત્રના વિષયમાં નોબેલ પુરસ્કાર ઇ. સ. [[૧૯૩૦]]ના વર્ષમાં એનાયત કરવામાં આવ્યું હતું.
 
રામનજી [[પ્રેસિડન્સી કોલેજ, ચેન્નાઇ|પ્રેસિડન્સી કોલેજ]], [[ચેન્નાઇ]] ખાતે ઇ. સ. ૧૯૦૨ના વર્ષમાં દાખલ થયા, અને ઇ. સ. ૧૯૦૪ના વર્ષમાં એમણે [[બેચલર ઓફ સાયન્સ|બી.એસસી.]]ની પદવી મેળવી. જેમાં એમણે પ્રથમ સ્થાને રહી સુવર્ણચંદ્રક પણ જીત્યો હતો. ઇ. સ. ૧૯૦૭ના વર્ષમાં એમણે [[માસ્ટર ઓફ સાયન્સ|એમ.એસસી.]]ની પદવી અવ્વલ સ્થાને રહી ૭૦%થી વધુ ટકા સાથે મેળવી હતી. ત્યારબાદ એમણે આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ જનરલ તરીકે ઇન્ડીયન ફાયનાન્સ ડિપાર્ટમેન્ટમાં [[કોલકતા]] ખાતે પોતાની કારકિર્દીની શરૂઆત કરી.