કલાપી તીર્થ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
last edited in 2015
લીટી ૩:
[[અમરેલી જિલ્લો|અમરેલી જિલ્લા]]માં કલાપીના જન્મસ્થાન [[લાઠી]] ખાતે આવેલું છે.<ref name="કાઠિયાવાડી ખમીર">{{cite web | url=http://www.kathiyawadikhamir.com/kalapi-tirth/ | title=કલાપી તીર્થ | publisher=કાઠિયાવાડી ખમીર | work=લેખ | accessdate=10 ડિસેમ્બર 2015}}</ref> કલાપીએ સ્વહસ્તે લખેલા કાવ્યો, પત્રો, તેમણે ઉપયોગમાં લીધેલી દુર્લભ ચીજો, રાજાશાહીકાળના રાચરસીલાનો અહીં વિશાળ સંગ્રહ છે. કલાપી જ્યાં રહેતા હતા તે રાજમહેલ, જેનાં કાંઠે બેસીને કાવ્યો લખતા હતા તે તળાવ વગેરે યાદોને પણ કલાપી તીર્થ સાથે સાંકળી લેવામાં આવી છે. ગુજરાતના સાહિત્યરસિકો માટે આ સ્થાન આકર્ષણનું કેન્દ્ર છે.
==ઇતિહાસ અને પરિચય==
[[File:Kalapi Museum At Lathi.jpg|thumb|કલાપી તીર્થ]]
આ સ્થળનો ઇતિહાસ કલાપીના જન્મથી મૃત્યુ સુધીના સમય સાથે સંકળાયેલો છે. ગુજરાતની સ્થાપના પૂર્વે લાઠી રજવાડું હતું. રાજ્યોના વિલીનીકરણ પછી કલાપીના રાજમહેલો, ગ્રંથાલય અને અન્ય સ્મરણયોગ્ય સામગ્રી યોગ્યજાળવણી નહિવત્ થઈ. તે માટે ઘણા ઉહાપોહ, ચર્ચાઓ, સૂચનો છતાં કશું બનતું નહોતું. વર્ષ ૨૦૦૩-૦૫ દરમ્યાન અમરેલી જિલ્લાના તત્કાલીન કલેક્ટર અને સાહિત્યકાર પ્રવીણભાઈ કે. ગઢવી (આઈ.એ.એસ.)ની પહેલથી કલાપી સ્મારક માટે પ્રોજેક્ટ તૈયાર કરાયો હતો. અમરેલીના કવિ અને વ્યવસાયી હર્ષદભાઈ ચંદારાણાને પણ પાયાના પથ્થર ગણવામાં આવે છે.