દ્રવ્યમાન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Robot: Removing template: Link FA
વિસ્તાર કર્યો
લીટી ૧:
'''દ્રવ્યમાન''' અથવા '''દળ''' ({{lang-en|mass}}) એ એક ભૌતિક રાશિ છે કે જે પદાર્થના જડત્વનું માપ દર્શાવે છે. [[ભૌતિક શાસ્ત્ર]] મુજબ ભૌતિક વસ્તુઓનો આ એક ગુણધર્મ છે. તેને ''m'' વડે દર્શાવવામાં આવે છે. જડત્વના આ ગુણધર્મને લીધે દરેક ભૌતિક પદાર્થો પોતાની ગતિના ફેરફારોનો વિરોધ કરતા હોય છે. જડત્વનું આ માપન દર્શાવતી રાશિને દ્રવ્યમાન અથવા દળ તરીકે ઓળખવામાં આવે છે. SI માપ પદ્ધતિમાં તેનો એકમ [[કિલોગ્રામ]] છે.<ref name=dave>{{cite book |last=દવે |first= રશ્મિ ન. |title=ગુજરાતી વિશ્વકોશ |volume=ખંડ ૯ |year=૧૯૯૭ |location=[[અમદાવાદ]] |publisher=ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ |page=૪૯૪}}</ref>
'''દળ''' એ [[ભૌતિક શાસ્ત્ર]]માં દર્શાવ્યા મુજબ ભૌતિક વસ્તુઓનો એક ગુણધર્મ છે. સામાન્ય ભાષામાં એમ કહી શકાય કે કોઇ પણ વસ્તુમાં રહેલા પદાર્થના વજનના માપને તેનું દળ કહેવાય. દળને [[પદાર્થ વિજ્ઞાન]] મા 'm' વડે દર્શાવાય છે.
 
== દળનો એકમવર્ણન ==
[[પ્રકાશ]]ની ઝડપની સરખામણીમાં ઓછી ઝડપથી ગતિ કરતા પદાર્થનું દ્રવ્યમાન અચળ રહે છે. પરંતુ ખૂબ ઝડપથી ગતી કરતા અથવા લગભગ પ્રકાશની ઝડપથી ગતિ કરતા પદાર્થનું દ્રવ્યમાન અચળ રહેતું નથી અને [[અલ્બર્ટ આઇનસ્ટાઇન|આઇન્સ્ટાઇન]]ના સાપેક્ષવાદ મુજબ દ્રવ્યમાન, ઝડપના મૂલ્ય ''v'' સાથે નીચેના સૂત્ર પ્રમાણે બદલાય છે:<ref name=dave/>
[[SI]] માપ પધ્ધતિમાં દળનો એકમ [[કિલોગ્રામ]] છે.
 
:<math>m = \frac{m_0}{\sqrt{1 - \frac{v^2}{c^2}}}</math>
{{sci-stub}}
અહીં {{math|''m<sub>૦</sub>''}} એ સ્થિર દ્રવ્યમાન (rest mass) અને ''c'' પ્રકાશનો શૂન્યાવકાશમાં વેગ છે.
 
પદાર્થનું દ્રવ્યમાન એક સંરક્ષિત રાશિ છે, અર્થાત દ્રવ્યમાન ઉત્પન્ન થઈ શકતું નથી તથા તેનો નાશ પણ થઈ શકતો નથી. કોઈ પણ વિયુક્ત (isolated) તંત્ર માટે દ્રવ્યમાન અચળ રહે છે. તંત્રને સાપેક્ષવાદની પરિસ્થિતિ લાગુ પડતી હોય ત્યારે દ્રવ્યનું [[ઊર્જા]]માં અને ઊર્જાનું દ્રવ્યમાં રૂપાંતર થઈ શકે છે.<ref name=dave/>
 
== સંદર્ભ ==
{{reflist}}
 
{{sci-stub}}
[[શ્રેણી:વિજ્ઞાન]]
[[શ્રેણી:ભૌતિકવિજ્ઞાન]]