"બિંદુ (અભિનેત્રી)" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

નાનું
ફેરફારોનો કોઇ સારાંશ નથી
નાનું (71.172.201.51 (talk)દ્વારા ફેરફરોને Dsvyas દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટ...)
નાનું
{{સુધારો}}{{infobox person/Wikidata
| fetchwikidata = ALL
| onlysourced = no
}}
બિંદુ વીતેલા હિન્દી ફિલ્મ જમાનાની ગુજરાતી મૂળ ધરાવતી અભિનેત્રી છે. એમનો જન્મ [[જાન્યુઆરી ૧૭|૧૭ જાન્યુઆરી]] ૧૯૫૧ના રોજ [[વલસાડ]]નાં 'હનુમાન ભાગડા' નામનાં ગામમાં જૂના ફિલ્મ પ્રોડ્યુસર નાનુભાઈ દેસાઈ અને નાટ્ય અભિનેત્રી જ્યોત્સના દેસાઈને ત્યાં થયો હતો.એમણે ૧૬૦થી પણ વધારે ફિલ્મોમાં અભિનય કર્યો છે અને સહાયક અભિનેત્રી તરીકે થોડા પુરસ્કાર પણ જીત્યા છે. 'અનપઢ' નામના [[હિંદી ભાષા|હિંદી]] ચલચિત્રમાં માલા સિંહાની દીકરી તરીકે અભિનય કરી તેમણે શરૂઆત કરી હતી પણ 'દો રાસ્તે' અને 'ઇત્તેફાક' નામની ફિલ્મોથી વધારે જાણીતા થયા હતા. 'અભિમાન' ફિલ્મમાં સહાયક અભિનેત્રી તરીકેનો પુરસ્કાર એમને મળ્યો હતો. એમના પિતા નાનુભાઈ દેસાઈનું અકાળે અવસાન થતા મોટી દીકરી તરીકે આખા કુટુંબનાં ભરણ પોષણની જવાબદારી એમના પર આવી પડી હતી અને એમનાથી નાની બધી જ બહેનોને ભણાવી ને લગ્ન કરાવી ઠરીઠામ પણ કરાવી હતી. એમની એક બહેન આજે [[મુંબઈ]]ની એક હોસ્પિટલમાં વરિષ્ઠ ડોક્ટર છે. એમના ચલચિત્રોનાં અમુક પાત્રોને કારણે એમની ઘણી ટીકા થઇ હતી પણ એમના પતિ શ્રી ચંપકલાલ ઝવેરીએ એમની સફળતા માટે પૂરો સાથ આપ્યો હતો. ગુજરાતી ચિત્રપટ 'તાના રીરી'માં એમણે જોરદાર અભિનય કર્યો હતો. [[આશા પારેખ|આશા પારેખે]] બનાવેલી 'જ્યોતિ' શ્રેણીનાં એક એપિસોડમાં પણ એમણે અભિનયનાં અજવાળા પાથર્યા હતા. બિંદુ આજે પણ અવસરે અમુક કાર્યક્રમોમાં હાજરી આપે છે.