લાભશંકર ઠાકર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
સાફ-સફાઇ.
લીટી ૧૫:
| movement =
| notableworks =
| awards = {{awd|કુમારચંદ્રક[[કુમાર સુવર્ણ ચંદ્રક]], નર્મદ સુવર્ણચંદ્રક|૧૯૬૨}} {{awd|[[રણજિતરામ સુવર્ણચંદ્રક]]|૧૯૮૧}}
| influences =
| influenced =
| signature =
}}
'''લાભશંકર જાદવજી ઠાકર''', ઉપનામ ''પુનર્વસુ'', (જન્મ: [[જાન્યુઆરી ૧૪|૧૪ જાન્યુઆરી]] ૧૯૩૫; અવસાન:- [[જાન્યુઆરી ૬|૬ જાન્યુઆરી]] ૨૦૧૬) [[ગુજરાતી ભાષા]]ના જાણીતા સાહિત્યકાર હતા. તેઓ કવિ, નાટ્યકાર, નવલકથાકાર, નિબંધકાર તેમજ આયુર્વેદ ચિકિત્સક હતા. એમનું વતન [[સૌરાષ્ટ્ર]] વિસ્તારમાં આવેલા [[સુરેન્દ્રનગર જિલ્લો|સુરેન્દ્રનગર જિલ્લા]]નું [[પાટડી (તા. દસાડા)|પાટડી]] ગામ હતું તથા એમનો જન્મ [[જાન્યુઆરી ૧૪| ચૌદમી જાન્યુઆરી]] ૧૯૩૫ના રોજ [[સેડલા (તા. દસાડા)|સેડલા]] ગામ ખાતે થયો હતો. તેમની ૮૧મી વર્ષગાંઠના લગભગ એક અઠવાડીયા પહેલા [[જાન્યુઆરી ૬|૬ જાન્યુઆરી]] ૨૦૧૬ના રોજ અમદાવાદ ખાતે તેમનું અવસાન થયું<ref name="નવગુજ"> {{cite web |url= http://navgujaratsamay.indiatimes.com/celebrating-gujarat/art-culture/-/articleshow/50474363.cms|title=સાહિત્યકાર લાભશંકર ઠાકર 'લાઠા'નું અવસાન |author= |date= ૦૭ જાન્યુઆરી ૨૦૧૬|work= સમાચાર|publisher= નવગુજરાત સમય|accessdate= ૧૦ જાન્યુઆરી ૨૦૧૬|archiveurl = http://web.archive.org/save/http://navgujaratsamay.indiatimes.com/celebrating-gujarat/art-culture/-/articleshow/50474363.cms|archivedate = ૧૦ જાન્યુઆરી ૨૦૧૬}}</ref>.
 
== અભ્યાસ ==
તેમણે ગુજરાતી મુખ્ય વિષય સાથે ઈ. સ. ૧૯૫૭માં સ્નાતક (બી.એ.), ઈ. સ. ૧૯૫૯માં અનુસ્નાતક (એમ.એ.) તથા ઈ. સ. ૧૯૬૪માં શુદ્ધ આયુર્વેદિક કોર્સના ડિપ્લોમાની પદવીઓ સફળતાપૂર્વક હાંસલ કરી હતી..
 
== વ્યવસાય ==
લીટી ૩૩:
 
== સર્જન ==
‘આકંઠતેઓ સાબરમતી’''આકંઠ સાબરમતી'' નામની નાટ્યલેખકોની વર્કશોપમાં સક્રિય રસ લેતા હતા. ‘કૃતિ’''કૃતિ'', ‘ઉન્મૂલન’''ઉન્મૂલન'' જેવાં સામયિકોનું પ્રકાશન પણ તેમણે કર્યું હતું.
 
=== કાવ્ય સંગ્રહો ===
સાતમા દાયકામાં ગાંધીયુગીન અને અનુગાંધીયુગીન સૌંદર્યલક્ષી કવિતાથી જુદી પડતી જતી આધુનિક મિજાજવાળી કવિતા લઈને જે કવિઓ ગુજરાતી કવિતામાં આવ્યા તેમાં લાભશંકર અને એમના ‘રે મઠ’ ના કવિઓની કવિતાનો અગત્યનો ફાળો હતો. ‘વહી જતી પાછળ રમ્ય ઘોષા’ (૧૯૬૫) ની મોટા ભાગની રચનાઓ અક્ષરમેળ-માત્રામેળ છંદોનો ઉપયોગ, સાંપ્રતમાંથી અતીતની સ્મૃતિમાં સરવાની ટેવ, પ્રકૃતિનાં તત્વો પ્રત્યે આકર્ષણ ઇત્યાદિ વલણોને લીધે, અલબત્ત, પુરોગામી કવિતા સાથેનું અનુસંધાન વિશેષ જાળવે છે. તોપણ એમાંની ‘તડકો’ રચના પરંપરાને છોડી પ્રયોગશીલતા તરફ ગતિ કરતી કવિની શક્તિની સૂચક છે. છાંદસ-અછાંદસના મિશ્રણ સહિતની, કલ્પનોનો વિશેષ આશ્રય લેતી અને વાચ્યાર્થમાં અતાર્કિક બનતી શૈલી, ગાંભીર્ય અને હળવાશનું સંયોજન, લયનું વૈવિધ્ય, વ્યક્તિત્વની ખંડિતતા અને નિર્ભ્રાન્તિનો અનુભવ વગેરે આધુનિક કવિતાનાં ઘણાં લક્ષણોવાળી ‘માણસની વાત’ (૧૯૬૮) જેવી દીર્ઘ કવિતા કવિને આધુનિક કવિઓમાં અગ્રસ્થાને મૂકી દે છે. ‘મારે નામને દરવાજે’ (૧૯૭૨)નાં કેટલાંક કાવ્યોમાં શબ્દથી વ્યક્ત ન થઈ શકવાને લીધે મનમાં અનુભવાતી ભીંસ, અસ્તિત્વની સ્થગિતતા, મજબૂત ચોકઠાં ને બંધ બારણાં સામેનો વિદ્રોહ વગેરે ભાવો વ્યક્ત થયા છે. એમાંનું ‘લઘરો’ કાવ્યજૂથ ભાષાસામર્થ્ય વિશે શ્રદ્ધા ગુમાવતા કવિની, હાસ્ય-કટાક્ષનો આશ્રય લઈ કરેલી વિડંબનાથી ધ્યાનપાત્ર બન્યું છે. ‘બૂમ કાગળમાં કોરા’ (૧૯૭૪) નાં કાવ્યોમાં શબ્દની વંધ્યતા સંવેદનનો વિષય બને છે. શબ્દવિષયક આ સંવેદના શબ્દ દ્વારા જ વ્યક્ત થવા મથે છે ત્યારે એ વખતોવખત વિચારતત્વના ભારણવાળી અને સંવેદનના પુનરાવર્તનવાળી બની જાય છે. ‘પ્રવાહણ’ (૧૯૮૬) એ દીર્ઘકાવ્યમાં મળોત્સર્ગની જુગુપ્સાપ્રેરક
* ''વહી જતી પાછળ રમ્ય ઘોષા'' (૧૯૬૫)
અને ગુહ્ય ક્રિયાની સહોપસ્થિતિમાં કાવ્યોત્સર્ગની ક્રિયાને મૂકી સર્જનની પ્રવૃત્તિની વિડંબના-વેદનાને કવિએ સબળ અભિવ્યક્તિ આપી છે.
* ''માણસની વાત'' (૧૯૬૮)
* ''મારે નામને દરવાજે'' (૧૯૭૨)
* ''લઘરો''
* ''બૂમ કાગળમાં કોરા'' (૧૯૭૪)
* ''પ્રવાહણ'' (૧૯૮૬)
 
=== નાટકો ===
લેખકનું પહેલું એકાંકી ‘અસત્યકુમાર એકાગ્રની ધરપકડ’, ‘રેમઠ’ના પાંચ સર્જકમિત્રોએ સાથે મળી પ્રગટ કરેલા એકાંકીસંગ્રહ ‘મેઈક બિલીવ’ (૧૯૬૭)માં મળે છે. આ એકાંકી અને ત્યાર પછી પ્રગટ થયેલા સ્વતંત્ર એકાંકીસંગ્રહ ‘મરી જવાની મઝા’ (૧૯૭૩)નાં એકાંકીઓ [[એબ્સર્ડ]] શૈલીનાં છે. નાટ્યોચિત ભાષાની સૂઝ અને નિરૂપણની હળવાશ એ એના આસ્વાદ્ય અંશો છે; પરંતુ ક્રિયા કરતાં સંવાદનું વિશેષ ભારણ અને કવિચત્ ઘટનાની યોગ્ય માવજત કરવાની ખામીને લીધે એમાં નાટ્યતત્વ ખૂટે છે. પરંતુ, પહેલાં પ્રયોગ અને પછી લેખન એ લીલાનાટ્યની પ્રક્રિયામાંથી મળેલાં ‘આકંઠ સાબરમતી’ ની નીપજરૂપ ‘બાથટબમાં માછલી’ (૧૯૮૨) નાં એકાંકીઓમાં નાટ્યતત્વ પૂરેપુરું સિદ્ધ થતું જોવાય છે. ભાષાનો શબ્દ અપૂરતો લાગતાં આંગિક અભિનય અને અન્ય અવાજોની મદદથી નાટ્યઅર્થને ઉપસાવવાનો જે ઉપક્રમ આ એકાંકી-નાટકોમાં છે તે તત્વ ગુજરાતી નાટકના વિકાસમાં મહત્વનું સ્થિત્યંતર છે. સુભાષ શાહ અને રચેલા સેમ્યુઅલ બેકેટના ‘વેઈટિંગ ફોર ગોદો’ નાટકથી પ્રભાવિત ત્રિઅંકી નાટક ‘એક ઊંદર અને જદુનાથ’ (૧૯૬૬)માં નાટ્યતત્વ કરતાં પ્રયોગનાવીન્ય વિશેષ છે. પાંચપ્રવેશી દ્વિવઅંકી નાટક ‘પીળું ગુલાબ અને હું’ (૧૯૮૫) પણ ‘લીલાનાટ્ય’ ની નીપજ છે. આ નાટકમાં કૃતકતા અને દાંભિકતાથી ઉબાઈ ગયેલી, અકૃતક પ્રેમસ્પર્શને ઝંખતી એક સ્ત્રીની વેદના વ્યક્ત થઈ છે.
* ''એક ઊંદર અને જદુનાથ'' (૧૯૬૪)
* ''અસત્યકુમાર એકાગ્રની ધરપકડ'' ‍(એકાંકીસંગ્રહ ''મેઈક બિલીવ'' (૧૯૬૭)માં‌)
* ''મરી જવાની મઝા'' (૧૯૭૩)
* ''બાથટબમાં માછલી'' (૧૯૮૨)
* ''પીળું ગુલાબ અને હું'' (૧૯૮૫)
 
=== નવલકથાઓ ===
લેખકની બે નવલકથાઓમાંની ‘અકસ્માત’ (૧૯૬૮) એ સાદી પ્રણયકથા છે, તો ‘કોણ ?’ (૧૯૬૮) એ નક્કર કારણોના અભાવને લીધે અપ્રતિકાર પરિસ્થિતિ પર મંડાયેલી અને સંઘર્ષ વગરની, જીવનથી નિર્ભ્રાન્ત બનેલા, ચીલેચલુ જીવનને છોડી નાસી છૂટતા, એક વિલક્ષણ વ્યક્તિત્વવાળા યુવાનની કથા છે.
* ''અકસ્માત'' (૧૯૬૮)
* ''તો કોણ?'' (૧૯૬૮)
 
=== વિવેચન ===
‘ઈનર લાઈફ’ નવલકથા-સ્વરૂપની તપાસ કરતો દિનેશ કોઠારીના સહયોગમાં લખેલો વિવેચનગ્રંથ છે. ‘મળેલા જીવની સમીક્ષા’ (૧૯૬૯) અધ્યાપકીય વિવેચનનું પુસ્તક છે. લોકસત્તા (દૈનિક) માં કટારલેખો રૂપે લખેલા લેખોનો સંગ્રહ ‘સર્વમિત્ર’ (૧૯૮૬) આયુર્વેદીય ગ્રંથ હોવા છતાં દરેક પ્રસંગની સાથે સંકળાયેલા સર્વમિત્રના વ્યક્તિત્વની કેટલીક વિલક્ષણ રેખાઓથી જુદા પ્રકારનો ગ્રંથ બને છે. ‘એક મિનિટ’ (૧૯૮૬) એ રાજ્ય, ધર્મ, શિક્ષણ, કલા, સાહિત્ય આદિ પરના, સંવેદનથી ચમકતા લઘુલેખોનો સંગ્રહ છે. ‘મારી બા’ (૧૯૮૯) ચરિત્રપુસ્તક છે.
* ''ઈનર લાઈફ''
* ''મળેલા જીવની સમીક્ષા'' (૧૯૬૯)
 
=== લેખ સંગ્રહો ===
'''વહી જતી પાછળ રમ્ય ઘોષા (૧૯૬૫) :''' લાભશંકર ઠાકરનો પરંપરા અને પ્રયોગના સંધિકાળનો કાવ્યસંગ્રહ. અહીં મિશ્રોપજાતિની શક્યતા અને પ્રવાહિતા ખીલવવાનો પ્રયત્ન ખાસ આગળ તરી આવે એવો છે. સંમુખના જીવનકોલાહલ કરતાં કવિનું ધ્યાન અતીતની જીવનગતિ તરફ વિશેષ રહ્યું છે. સ્મૃતિબિંબો કલ્પન તરીકે રચનાઓમાં આહલાદક રીતે ઊપસેલાં છે. ‘ચાંદરણું’, ‘અંતિમ ઈચ્છા’ જેવાં પારંપરિક કાવ્યોની સાથે ‘ચક્રપથ’, ‘સાંજના ઓળા લથડતા જાય’, ‘સૂર્યને શિક્ષા કરો’ જેવાં પ્રયોગનાં કાવ્યો ગોઠવાયેલાં છે. પ્રયોગની આત્યંતિકતા બતાવતું પ્રસિદ્ધ ‘તડકો’ કાવ્ય ખાસ ઉલ્લેખનીય છે.
* ''સર્વમિત્ર'' (૧૯૮૬)
* ''એક મિનિટ'' (૧૯૮૬)
 
=== ચરિત્ર પુસ્તક ===
'''માણસની વાત (૧૯૬૮) :''' લાભશંકર ઠાકરની દીર્ઘ કાવ્યરચના. અહીં શુદ્ધ કવિતાનો આશય છે, તેમ જ કેવળ પ્રેરણાને સ્થાને સંવિધાનકલાનો પુરસ્કાર છે. કથાદોરને બદલે ભાષાદોર પર આગળ વધતી આ રચનામાં કવિએ વિધાનોથી કાર્ય સાધ્યું છે. કટાક્ષ, વક્રતા, ઉપહાસ-ઠઠ્ઠાવિરોધની પ્રજ્ઞાનો કલ્પન-પ્રતીક-પ્રતિભાવનાં સંવેદનો સાથેનો સમન્વય સૂક્ષ્મ છે. ગદ્યવિધાનોની સાથે સાથે શાલિની, વસંતતિલકા, મિશ્રોપજાતિ, પૃથ્વીનો લય ચમત્કારિક છે. લોકકથાના લહેકાઓ અને લોકગીતોના ઢાળોનું અનુસંધાન માર્મિક છે. અહીં ‘માણસ’ જેવી જાતિવાચક સંજ્ઞામાંથી આદિથી આજ સુધી ચાલી આવેલી બિનઅંગત-અંગત, વાત બત્રીસ વર્ષના અનુભવ-કેન્દ્રથી આરંભાયેલી છે. આધુનિક કવિતાનાં મહદ્ લક્ષણો આ રચનાઓ પ્રગટ કર્યાં છે.
* ''મારી બા'' (૧૯૮૯)
 
'''મારા નામને દરવાજે (૧૯૭૨) :''' ભાષાસંયોજનો અને ભાષાસંવેદનોની બળુકી અભિવ્યક્તિઓ દર્શાવતો લાભશંકર ઠાકરનો બાસઠ રચનાઓને સમાવતો પ્રયોગશીલ કાવ્યસંગ્રહ. ભાષાની પ્રત્યાયનશીલતાનો વિરોધ કરતી ભાષાની ક્રાંતિકારક વિભાવના અહીં રચનાઓ પાછળ કાર્યરત છે. અસંગતતા અને અસંબદ્ધતાને કેન્દ્રમાં રાખી જોડાતા શબ્દસંદર્ભોની ચમત્કૃતિ આધુનિક ચેતનાની વિચ્છિન્નતા અને અર્થહીનતાને વ્યક્ત કરવા મથે છે. મુખ્યત્વે અચેતનના સ્તરેથી આવતી હોય એવી પ્રતીક-કલ્પનની સામગ્રી વાસ્તવિકતાનો તારસ્વરે વિરોધ કરે છે. પારંપરિક કાવ્યલયોની તો અહીં ઠેર ઠેર વિડંબના છે. આધુનિક મનુષ્યની વિડંબના જેવાં ‘લઘરા’ નાં કાવ્યો પણ ખાસ ઉલ્લેખપાત્ર છે. ‘અવાજને ઊંચકી શકાતો નથી / ને ઊંચકી શકતું નથી મૌન’ જેવી જાણીતી રચના પણ અહીં છે.
 
'''એક ઊંદર અને જદુનાથ (૧૯૬૪) :''' ‘રે મઠ’ દ્વારા પ્રકાશિત લાભશંકર ઠાકર અને સુભાષ શાહનું લખેલું ત્રિઅંકી નાટક. બૅકેટના ‘વેઇટિંગ ફોર ગોદો’ ને અનુલક્ષીને લખાયેલું આ નાટક અસ્તિત્વવાદ અને ઍબ્સર્ડની વિચારધારાઓને તથા એ બંનેના પ્રયોગપ્રવાહોને અનુસરે છે. અ અને બ નામના બે અજાણ્યા શખ્સોનો સતત સંવાદ ચાલતો હોવા છતાં એમની વાતચીતમાં કોઈ દોર નથી. અસ્તિત્વની વેદના, મૃત્યુ અને ભયની પરિસ્થિતિઓ, જીવનની વિફળતા-આ બધાના અધ્યાસો ઠેર ઠેર પડઘાયા કરે છે.
 
'''પીળું ગુલાબ અને હું (૧૯૮૫) :''' લાભશંકર ઠાકરનું દ્રિઅંકી નાટક. અહીં અભિનયની તીવ્રતાને લીધે એક તબક્કે વાસ્તવિક જીવન અને અભિનયની થઈ જતી ભેળસેળથી સર્જાતી સંકુલ મનઃસ્થિતિનું નાટકની અભિનેત્રી નાયિકા સંધ્યા અને સ્ત્રી-નિર્માતાનાં પાત્રો દ્વારા સચોટ આલેખન થયું છે. સ્ત્રી-નિર્માતાના પાત્ર દ્વારા સૂત્રધાર રૂપે પાત્રો, પ્રેક્ષકો અને દિગ્દર્શકને થતાં સીધાં સંબોધનો અને તેનાથી સર્જાતા નાટ્યવિક્ષેપો નાટકમાં એક વિશિષ્ટ રચનાતરેહ નિપજાવે છે. નાટ્યસર્જનવેળાની લેખન, અભિનય અને દિગ્દર્શનની એમ ત્રિવિધ ચેતનાની સંકુલતાનું પર્યાપ્ત નાટ્યક્ષમતા સહિત થતું નિરૂપણ કૃતિને નોંધપાત્ર બનાવે છે.
 
== બાહ્ય કડીઓ ==