રાજેન્દ્ર પ્રસાદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Robot multiple replacements
નાનું Robot Replacements for શાથે and તમિલનાડૂ
લીટી ૩૩:
'''ડૉ.રાજેન્દ્ર પ્રસાદ''' [[ભારત]]નાં પ્રથમ રાષ્ટ્રપતિ હતા. તેઓ સ્વાતંત્ર સેનાની હતા અને [[કોંગ્રેસ]] પક્ષનાં નેતા હતા. તેઓએ [[ભારતનો સ્વાતંત્રતા સંગ્રામ|ભારતનાં સ્વાતંત્રતા સંગ્રામ]] માં આગળ પડતો ભાગ લીધેલ. તેઓશ્રીએ [[બંધારણ સભા]]નાં પ્રમુખ તરીકે [[ભારતનું બંધારણ|ભારતનાં બંધારણ]]નો મુસદ્દો તૈયાર કરેલ.તેઓએ સ્વતંત્ર ભારતની પ્રથમ સરકારમાં કેબિનેટ પ્રધાન તરીકે સેવા આપેલ.
==યુવા જીવન==
રાજેન્દ્ર પ્રસાદ નો જન્મ [[બિહાર]]નાં સિવાન જિલ્લામાં છપરા નજીક આવેલ ઝેરડૈ ગામમાં થયેલ. તેમનાં પિતા મહદેવ સહાય [[પર્શિયન ભાષા|પર્શિયન]] અને [[સંસ્કૃત ભાષા]]નાં વિદ્વાન હતા. તેમનાં માતા કમલેશ્વરી દેવી ધાર્મિક પ્રકૃતિનાં હતાં,તેઓ રાજેન્દ્ર પ્રસાદને [[રામાયણ]]ની કથાઓ સંભળાવતા. પાંચ વર્ષની ઉમરે બાળ રાજેન્દ્ર પ્રસાદને એક મૌલવી પાસે [[પર્શિયન ભાષા]] શિખવા માટે મોકલાતા. ત્યાર બાદ તેઓને છપરા જિલ્લા શાળામાં પ્રાથમિક શિક્ષણ માટે દાખલ કરાયા. તેઓનાં લગ્ન ૧૨ વર્ષની ઉમરે રાજવંશી દેવી શાથેસાથે કરવામાં આવ્યા.(નોંધ:તે સમયમાં સમાજમાં બાળલગ્નનો રિવાજ હતો) ત્યાર બાદ તેઓ તેમનાં મોટાભાઇ મહેન્દ્ર પ્રસાદ શાથેસાથે [[પટના|પટણા]]ની આર.કે.ઘોષ એકેડેમીમાં અભ્યાસ માટે દાખલ થયા. જોકે થોડાજ સમયમાં તેઓ ફરી છપરા જિલ્લા શાળામાં પરત આવી અને ત્યાંથી તેમણે ૧૮ વર્ષની ઉમરે કલકત્તા યુનિવર્સિટીનીં પ્રવેશ પરીક્ષા પસાર કરી. તેઓએ ૧૯૦૨ માં "પ્રેસિડેન્સી કોલેજ" માં પ્રવેશ મેળવ્યો. ''બિહાર કેસરી'' ડૉ.શ્રી ક્રિષ્ન સિંહા અને ''બિહાર વિભૂતી'' ડૉ.અનુરાગ નારાયણ સિંહા નાં સંપર્કમાં તેમનાંમાં દેશસેવાનીં ભાવના જાગૃત થઇ. ૧૯૧૫માં તેઓએ કાયદાશાસ્ત્રમાં ઑનર્સ અનુસ્નાતકની ઉપાધિ,સુવર્ણ ચંદ્ર્ક શાથેસાથે પ્રાપ્ત કરી. બાદમાં કાયદાશાસ્ત્રમાં પી.એચ.ડી.ની ઉપાધી પણ પ્રાપ્ત કરી. તેઓએ [[બિહાર]]નાં ભાગલપુરમાં વકીલાત કરેલ,અને તે સમયમાં ત્યાં તેઓ બહુજ ખ્યાતનામ વ્યક્તિ ગણાયેલ.
 
==આઝાદીની ચળવળ સમયે==