હમ્પી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
લીટી ૬:
 
હમ્પીમાં વિટ્ઠલ મંદિર પરિસર નિ:સંદેહ સૌથી સુંદર અને ભવ્ય સ્મારકો પૈકીનું એક છે. તેના મુખ્ય ખંડમાં આવેલા ૫૬ સ્થંભોને થપથપાવતાં તેમાંથી સંગીતની લહેરો નિકળે છે. ખંડનાં પૂર્વ ભાગમાં સુપ્રસિદ્ધ શિલા-રથ છે જે ખરેખર પત્થરનાં પૈડાઓ પર ચાલતો હતો. હમ્પીમાં આવાં તો અનેક આશ્ચર્યો છે. જેમકે અહીં રાજાઓને અનાજ, સોના અને રૂપિયેથી તોલાવામાં આવતાં હતાં અને આ દ્રવ્ય ગરીબોમાં વહેંચવામાં આવતું. રાણીઓ માટે બનાવવામાં આવેલાં સ્નાનાગાર કમાનકાર પ્રવેશ, ઝરૂખાઓ અને કમલાકાર ફુવારાઓથી સજાવેલાં હતાં. આ ઉપરાંત જોવા લાયક ઇમારતોમાં કમલ મહેલ અને જનાનખાનાનો પણ સમાવેશ થાય છે. અહીં હાથીખાનાનાં પ્રવેશદ્વાર અને ગુંબજો બનેલા છે તથા નગરનાં મુખ્ય પ્રવેશદ્વાર પર હજારા રામ મંદિર બનાવેલું છે.<ref>{{cite web |url= http://www.trainenquiry.com/hindi/StaticContent/Tourist_Info/hampi.html|title= હમ્પી યાત્રા માર્ગદર્શિકા|accessdate=૧ જાન્યુઆરી ૨૦૦૮|format= એચટીએમએલ|publisher=ભારતીય રેલ}}</ref>
 
== અન્ય ==
ખંડેરોની નગરી તરીકે ઓળખાતા હમ્પીનો સુવર્ણકાળ બસો વર્ષથી વધુ સમય સુધી હતો. જોકે તેને સૌથી વધુ ભવ્યતા કૃષ્ણદેવ રાયના શાસનકાળમાં મળી હતી. તમને જાણીને આશ્ર્ચર્ય થશે પણ હમ્પીમાં હજાર શિવલિંગ એકસાથે ગોઠવાયેલાં છે. આ દૃશ્ય કેવું અનોખું હોય એ કહેવાની જરૂર ખરી?
 
 
ભારત એ સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરાઓનો દેશ છે. દરેક પ્રદેશની આગવી કથા અને અનોખી દાસ્તાન. ચાલો જઈએ કર્ણાટકની એતિહાસિક નગરી હમ્પી તરફ. ભારતનાં શિલ્પ-સ્થાપત્યોનું સૌંદર્ય બેનમૂન છે. કોઈ પણ રાજ્યમાં જાઓ તો ઈતિહાસની મિસાલ રૂપ એક એકથી ચડિયાતાં સ્થાપત્યો જોવા મળે. પૌરાણિક નગરી હમ્પી વિશે બહુ નાનપણથી જાણવાની ઉત્સુકતા હતી. વરસાદી મોસમમાં એકવાર કર્ણાટકની મુલાકાત લીધી હતી. મુકુટા પહાડીઓ પર આવેલાં એકવીસ શિવમંદિરોમાંથી વરસાદથી બચવા અમે એક મંદિરના ગુંબજ નીચે શરણ લીધું હતું. મંદિરની પાછળના વિશાળ પત્થરો પરથી વહેતું પાણી ખૂબ સુંદર લાગી રહ્યું હતું. તેમણે નાનાં નાનાં ઝરણાંના આકાર લઈ લીધાં હતાં. વાતાવરણમાં આહલાદક ઠંડક હતી. સામેના વિરુપાક્ષ મંદિરનાં શિખર એક સાથે દેખાઈ રહ્યાં હતાં. વિરુપાક્ષ મંદિર એ હમ્પીનાં એ થોડાંક મંદિરોમાંનું એક છે જેમાં આજે પણ વિધિવત પૂજા થાય છે. વિરુપાક્ષ મંદિરમાં જેટલી ચહલ પહલ હતી એનાથી તદ્ન વિરુદ્ધ એની બરાબર સામે આવેલાં હેમકુટ પહાડોની આસપાસ બનેલાં શિવમંદિરો, જૈન મંદિરોનો નજારો વરસાદી વાતાવરણમાં ચોખ્ખા નહાઈને ઊભાં હોય એવો અને બિલકુલ કોઈ પ્રાચીન સંસ્કૃતિની ઝલક દર્શાવી રહ્યાં હતાં. વિજયનગર સામ્રાજ્ય વિશે ઈતિહાસની ચોપડીઓમાં વાંચ્યું હતું. આમ તો, ઈતિહાસ વાંચવા કરતાં અમને પ્રત્યક્ષ જોવામાં ને જાણવામાં જ વધુ રસ પડે. પરંતુ, રાજા કૃષ્ણદેવ વિશે સૌથી વધુ જાણ્યુું હતું તેનાલીરામનાં કિસ્સાઓ દ્વારા. એ જ વિજયનગર અને એ જ રાજા કૃષ્ણદેવ રાયની રાજધાની હમ્પી પહોંચ્યાં એટલે તરત તેનાલીરામની વાર્તા યાદ આવી ગઈ.
 
હમ્પી બહુ વિસ્તરેલું કર્ણાટકનું પ્રાચીન નગર છે. પુરાતત્ત્વ વિભાગના જણાવ્યા અનુસાર ૨૬ વર્ગ કિલોમીટર સુધી એ વિસ્તરેલું છે અને ઈતિહાસના ચાહકોને તો જલસો પડી જાય એવું સ્થળ. ૧૬મી સદીમાં એ બંધાયું હતું. બેંગલોરથી લગભગ સાડા ત્રણસો કિ.મી. દૂર આવેલા અને ‘[[ખંડેરોના નગર]]’ તરીકે ઓળખાતા હમ્પીના વિરુપાક્ષ મંદિર અને હેમકુટ પહાડોનું મહત્વ બે દૃષ્ટિએ વિશેષ છે. એક તો ત્યાં હજુ પણ પૂજા થાય છે. બીજું, હમ્પીની મોજુદ વસ્તી આ બન્નેની આસપાસ જ છે. ગામ, બજાર, રેસ્ટોરાં, ગેસ્ટ હાઉસ, પાર્કિંગ બધું અહીં જ. શિલ્પની દૃષ્ટિએ વિઠ્ઠલ મંદિર પરિસર સૌથી સમૃદ્ધ છે. આ મંદિર પર ઓરિસાના કોણાર્ક મંદિરનો પ્રભાવ સ્પષ્ટ દેખાય છે. એનું કારણ એ છે કે ઓરિસાના રાજા ગજપતિને હરાવ્યા પછી કૃષ્ણદેવ રાયે ત્યાંના શિલ્પોનું બરાબર અનુકરણ કર્યું હશે. વિઠ્ઠલ મંદિર પર સ્થિત પત્થરનો રથ હમ્પીની સૌથી મોટી ઓળખ છે.
હમ્પીનું ત્રીજું મહત્વનું પરિસર શાહી અહાતે અને હજાર રામ મંદિર છે. શાહી અહાતામાં પુષ્કરણી હજુ સુધી અક્ષુણ્ણ છે. એ વાસ્તવમાં સીડીદાર કુંભ જેવો છે. આ સિવાય ખુલ્લો મંડપ છે જ્યાં બેસીને રાજ પરિવાર દરેક કાર્યક્રમો અને આયોજનો નિહાળતા હતા એવું કહેવાય છે. હજાર રામ મંદિરનું નામ જ નિર્દેશ કરે છે કે અહીં હજાર રામ અંકિત થયેલા છે. હમ્પીમાં મંદિરો સહિત બીજાં કેટલાંય સુંદર સ્થાપત્યો છે જેને બારીકીથી નિહાળવા ત્રણ થી ચાર દિવસ જોઈએ. હમ્પી જઈને મધ્યકાલીન નગરની સંરચનાનો અહેસાસ થયા વિના રહેતો નથી. મંદિરોની અંદર ધર્મશાળાઓ, રસોડું, વિવાહ મંડપ પણ જોવા મળે છે. પહેલાં વિઠ્ઠલ મંદિરની બહાર ઘોડાઓનું બજાર ભરાતું હતું. હજાર રામ મંદિર બહાર પાન-સોપારીનું બજાર હતું. શિલ્પોમાં મધ્યકાલીન ભારતના શિલ્પોની તમામ પ્રવૃતિઓ જોવા મળે છે. અહીંનાં મંદિરોમાં દેવ-દેવીઓની ક્રિયા પણ કંડારાયેલી દેખાય છે. હમ્પીમાં દર જાન્યુઆરી મહિનામાં હમ્પી ઉત્સવ ઉજવાય છે. વિજય ઉત્સવ તરીકે પણ ઓળખાતા આ મહોત્સવમાં હજારો લોકો ઉમટે છે. ફેબ્રુઆરીમાં અહીં શાસ્ત્રીય સંગીતનો જલસો પણ યોજાય છે. આ સંગીતોત્સવ ત્યાંના સુપ્રસિદ્ધ કવિ પુરંદરદાસની સ્મૃતિમાં યોજવામાં આવે છે. હમ્પીનો સૂર્યોદય અને સૂર્યાસ્ત જોવો પણ લહાવો છે. નવેમ્બરથી ફેબ્રુઆરી એ શ્રેષ્ઠ મહિના છે હમ્પીનો પ્રવાસ કરવાના.
 
== તુંગભદ્રા નદી અને કિષ્કિંધા નગરી ==
 
બસો વર્ષથી પણ વધુ સમય (૧૩૪૩ થી ૧૫૬૫) સુધી હમ્પીનો સુવર્ણકાળ હતો. જોકે તેને સૌથી વધુ ભવ્યતા કૃષ્ણદેવ રાયના શાસનકાળમાં મળી હતી. હમ્પી તુંગભદ્રા નદીને કિનારે વસાવવામાં આવ્યું હતું. હમ્પી માટે આ સ્થળની પસંદગી કદાચ એટલે કરવામાં આવી હશે કારણ કે એક તરફથી તુંગભદ્રા એનું રક્ષણ કરતી હતી તો બીજી બાજુ પહાડો અને તેની વિશાળકાય શિલાઓ હકીકતમાં હમ્પીમાં તેનાં શિલ્પ સ્થાપત્ય સાથે આ પહાડીઓ અને તેનાં પત્થરો પણ ચમત્કૃત કરે છે. કહેવાય છે કે રામાયણકાળમાં વાલી અને સુગ્રીવની કિષ્કિંધા નગરી આ પહાડીઓની વચ્ચે જ હતી.
 
== હમ્પીનાં સહસ્ર શિવલિંગ ==
 
તમને જાણીને આશ્ર્ચર્ય થશે પણ હમ્પીમાં હજાર શિવલિંગ એકસાથે ગોઠવાયેલાં છે. આ દૃશ્ય કેવું અનોખું હોય એ કહેવાની જરૂર ખરી? એ સિવાય કેટલીય હિન્દુ માઈથોલોજીકલ પ્રતિમાઓ કંડારાયેલી અહીં જોવા મળે છે. જેમાં શિવ, વિષ્ણુ, બ્રહ્મા, લક્ષ્મી, રામ અને હનુમાન મુખ્ય છે. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટ્સમાં તે સ્થાન પામ્યું છે. નદી કિનારે પથરાયેલાં આ શિવલિંગ અનોખું દૃશ્ય સર્જે છે. એ જગ્યા ‘વૅલી ઓફ થાઉઝ્ન્ડસ લિંગ’ તરીકે પણ ઓળખાય છે.
 
==ચિત્ર ઝાંખી==