ચાવડા વંશ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સુધારો.
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૩૮:
સાતમી સદીમાં, [[પંચાસર (તા. સમી)|પંચાસર]] ચાવડા વંશના જય શિખરીની રાજધાની હતું અને એવું કહેવાય છે કે તેના સુશાસનને કારણે લોકોનું જીવન એટલું સુંદર હતું કે કોઇને સ્વર્ગમાં પણ જવાની ઇચ્છા નહોતી. આવા વૈભવને કારણ જય શિખરી (૬૯૭)ની સામે રાજા કલ્યાણ કટક (કદાચ કનૌજના)નો ટકરાવ થયો. પ્રથમ આક્રમણને જય શિખરીના મંત્રીઓને કારણે જય શિખરીએ ખાળી કાઢ્યું પણ બીજા આક્રમણમાં જય શિખરી માર્યો ગયો અને નગરનું પતન થયું. જય શિખરીની પત્નિ બચી ગઇ અને તેનો પુત્ર વનરાજ ચાવડા અણહિલવાડ પાટણનો સ્થાપક (ઇસ ૭૪૬) બન્યો.{{sfn | ''Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha'' | 2015 |page=૩૪૫}} તેણે ૬૦ વર્ષ શાસન કર્યું.
 
ત્યારબાદ તેનો પુત્ર યોગરાજ (૩૫ વર્ષ શાસન), ક્ષેમરાજ (૨૫ વર્ષ શાસન), ભુવડ (૨૯ વર્ષ શાસન), વિરસિંહ (૨૫ વર્ષ શાસન) અને રત્નદિત્ય (૧૫ વર્ષ શાસન) ગાદીએ આવ્યા. રત્નદિત્ય પછી સામંતસિંહ ગાદીએ આવ્યા જેમણે ૭ વર્ષ ગાદી સંભાળી. છેલ્લા રાજા સામંતસિંહ ચાવડા નિ:સંતાન હોવાથી, તેણે તેના ભત્રીજાભાણેજ મુળરાજ સોલંકીને દત્તક લીધો હતો, જેણે સામંતસિંહને ૯૪૨માં ઉથલાવીને ગાદી કબ્જે કરી અને [[સોલંકી વંશ]]ની સ્થાપના કરી.<ref>{{ઢાંચો:Cite book|title = Gir Forest and the Saga of the Asiatic Lion By Sudipta Mitra|year = ૨૦૦૫|page = ૧૪|url = http://books.google.co.in/books?id=J0rME6RjC1sC&pg=PA14}}</ref>
 
ઇસ ૯૪૨માં સામંતસિંહની રાણીઓમાંની એક પોતાના એક વર્ષના બાળક સાથે પિતાના ઘરે જેસલમેર નાસી છૂટી. તે બાળક અહિપતે મોટા થઇને [[પાટણ|અણહિલવાડ પાટણ]]ની સત્તા સામે બદલો લેવાનો શરૂ કર્યો. તેણે કચ્છમાં ૯૦૦ કરતાં વધુ ગામો સર કર્યા અને [[મોરગર (તા. નખત્રાણા)|મોરગર]]ને પોતાની રાજધાની બનાવી. તેણે ઘણાં વર્ષો રાજ કર્યું અને તેના પછી તેનો પુત્ર વિક્રમસી સત્તા પર આવ્યો. તેનો વંશ વિભુરાજા, ઠાકુલજી, સેશકરણજી, વાઘજી, અખેરાજ, તેજસી, કરમસિંહ, તખનસિંહ, મોકસિંહ, પુંજાજી વડે આગળ ચાલ્યો. પુંજાજી અલાદ્દિન ખિલજીના સમયમાં ૧૩મી સદીના અંતમાં રાજ કરતા હતા.<ref>{{ઢાંચો:Cite book|title = Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha|url = http://books.google.com/books?id=dLUBAAAAYAAJ|year = ૧૮૮૦|publisher = Printed at the Government Central Press|page = ૧૩૧}}</ref>