અળશી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૧:
[[File:Linum usitatissimum - Köhler–s Medizinal-Pflanzen-088.jpg|thumb|અળશી]]
'''અળસી''' ([[અંગ્રેજી]]: common flax કે linseed) એક ઔષધીય વનસ્પતિ છે. જેનું જૈવિક નામ Linum usitatissimum છે.
 
'''અળશી''' ([[અંગ્રેજી]]: common flax કે linseed) એ દ્રિદળી વર્ગમાં આવેલા લાઈનેસી કુળની વનસ્પતિ છે. તેનું વૈજ્ઞાનિક નામ Linum usitatissimum છે. ગુજરાતમાં અળશીની બે જાતિઓ ઉગે છે; તેમાંથી વાદળી પુષ્પો ધરાવતી જાતી L usitatissimum મુખ્ય છે, બીજી પીળા પુષ્પો ધરાવતી L mysurense જાતી ભાગ્યે જ જોવા મળે છે. અળશીનો ઉપયોગ ઉદ્યોગોમાં તેમજ પશુઓને ખવડાવવાના ખોળ તરીકે કરવામાં આવે છે.
 
==વર્ણન==
[[File:Flax flowers.jpg|thumb|અળશીના પુષ્પો]]
અળશીના છોડવાઓ ૩૦ થી ૬૦ સેમી. ઊંચા, ઊભા, નાજુક રુવાંટી વગરના અને ક્વચિત જ શાખાઓ ધરાવતા હોય્ છે. તે અદંડી સાદા પર્ણો ધરાવે છે તેમજ એકાંતરિત, પીળા કે વાદળી રંગના, કક્ષીય, એકાંકી કે અગ્રિમ ઝૂમખાનાં પુષ્પો ધરાવે છે.<ref name=PatelAndShah>{{cite book |first1=વ. જી. |last1=પટેલ |first2=ચંદ્રહાસ કાન્તિલાલ |last2=શાહ |title=ગુજરાતી વિશ્વકોષ |volume=ખંડ ૧ |year=૨૦૦૧ |edition=2nd |publisher=[[ગુજરાતી વિશ્વકોશ|ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ]] |location=અમદાવાદ |pages=૭૧૦-૭૧૧}}</ref>
 
 
==ભૌગોલિક ઉદભવસ્થાન અને ફેલાવો==
[[ચિત્ર:Brown Flax Seeds.jpg|thumbnail|right|કથ્થઈ અળશી]]
તેનાં બીજનો રંગ જાત પ્રમાણે કથ્થઈ કે સોનેરી પીળો હોય છે. [[આયુર્વેદ]]માં અળસીનું ખુબ મહત્વ અને મહીમા વર્ણવેલાં છે. અ‍ળસી મોટાભાગે ઠંડા પ્રદેશોમા વધારે પ્રમાણમા વાવેતર થતી હોય છે. અળસી અનાજ નથી ગણાતી પણ તેમાં અનાજનાં બધા ગુણ છે કારણ કે તેમાં કાબોહાઈડ્રેટ છે
પણ ઓછા પ્રમાણમા, રેસા છે. બધા જ બી-કોમ્પલેક્ષ વિટામીન છે. તેમા મેગ્નેશ્યમ અને મેંગેનીઝ પણ છે. અળસીના બીજમાં ‘ઓમેગા’ ૩ ફેટી એસીડ પણ હોય છે.
[[ચિત્ર:Flax seeds.jpg|thumbnail|right|સોનેરી અળશી]]
વેવિલોન (૧૯૩૫) નામના વૈજ્ઞાનિકના મત પ્રમાણે અળશીનું મૂળ વતન દક્ષિણ-પશ્ચિમ [[એશિયા]]માં રહેલું છે અને તેલીબિયાંના પાક તરીકે ઉષ્ણકટિબંધ તેમજ અર્ધૌષ્ણકટિબંધ પ્રદેશો જેવા કે ભારત, [[આર્જેન્ટીના]], [[અફઘાનિસ્તાન]] અને એશિયાઈ રશિયામાં તેની ખેતી થતી આવી છે. [[અમેરિકા]]માં પણ મોટા પ્રમાણમાં અળશીનું ઉત્પાદન થાય છે. ગુજરાતમાં અળશીની બે જાતિઓ ઉગે છે; તેમાંથી વાદળી પુષ્પો ધરાવતી જાતી L usitatissimum મુખ્ય છે, બીજી પીળા પુષ્પો ધરાવતી L mysurense જાતી ભાગ્યે જ જોવા મળે છે.<ref name=PatelAndShah/>
==અળસીના ફાયદા==
* રોજ 10 ગ્રામ અળસી ખાવાથી વજન ધટે છે.
* અળસીમાં કેન્સર રોકનારા ૨૧ તત્વો છે.જેથી કેન્સર સામે રક્ષણ મળે છે.
* અળસીમાં રહેલ ઓમેગા-૩ ફેટી એસીડ મગજના કોષોને શક્તિ આપે છે.
* અળસીમાં રહેલ લીગ્નીન નામનો પદાર્થ હોર્મોન્સનુ નિયમન કરે છે.
* બ્લડપ્રેશર અને ડાયાબિટીસ એમ બન્નેમાં રોજ એક ચમચી અળસી ખાવાથી એક વર્ષમાં ફાયદો થાય છે.
* કિડનીના કામ-સોડીયમ બીજા વધારાના ક્ષાર અને પ્રદુષિત પદાર્થોને બહાર કાઢવામાં તે મદદ કરે છે.
* અળસીમાં ફાઈબર હોય છે તેથી કબજીયાત થતી અટકે છે.
* ટોટલ કોલેસ્ટ્રોલ તથા ટ્રાયગ્લીસરાઈડનું પ્રમાણ ઘટાડે છે.
 
==ખેતી==
દરરોજ જમીને એક ચમચી અળસી ખાવી જોઈએ અને આખા દિવસમાં વધુમાં વધુ ત્રણ ચમચી અળસી ખાઈ શકાય. વધુ પ્રમાણમાં નહી
સામાન્ય રીતે અળશીની ખેતી વધારાની, ઓછી ફળદ્રૂપ જમીન ઉપર બિનપિયત રવિ (શિયાળુ) પાક તરીકે કરવામાં આવે છે. તેની ખેતી કોઈ પણ રાસાયણિક ખાતર તથા અન્ય કોઈ પણ જાતની માવજત વગર કરવામાં આવે છે. તેલીબિયાંના પાક તરીકે સામાન્ય ઠંડુ હવામાન, ચીકણી કાંપવાળી જમીન અને વાર્ષિક ૪૫ થી ૭૫ સેમી. જેટલો વરસાદ અળશીને અનુકૂળ રહે છે. પાક પૂરો તૈયાર થાય ત્યારે પાન સુકાઈ જાય છે અને શિંગો ભૂરા રાતા રંગની થાય અને બીજ ચળકતાં બને તે સમયે પાકની કાપણી થાય છે.<ref name=PatelAndShah/>
 
હાલમાં વવાતી અળશીની જાતો ૧૧૮ થી ૧૭૫ દિવસે પાકે છે અને ૧૨૦૦ થી ૧૫૦૦ કિગ્રા/હેક્ટરે ઉત્પાદન આપે છે. આ જાતોમાં ૩૫ થી ૪૫ ટકા જેટલું તેલ તથા તેના ખોળમાં ૨૪ ટકા પ્રોટીન રહેલું હોય છે. અળસીની ખેતીમાં [[ચણા]], [[મસુર|મસૂર]], બિનપિયત [[ઘઉં]], સૂર્યમુખી તેમજ કસુંબી જેવા આંતરપાકો લેવામાં આવે છે. અળશી સાથે ચણાનો આંતરપાક લેવાથી ચણામાં સુકારાના રોગથી તેમજ તેના પોપટા કોરી ખાનાર ઈયળથી થતું નુકસામ ઘટે છે.<ref name=PatelAndShah/>
 
==ઉપયોગો==
અળશીનું બીજ ૩૫ થી ૪૫ ટકા જેટલું સુકાતું તેલ ધરાવે છે; જેનો વાર્નિશ, તૈલી રંગો, તૈલી મીણિયા કાપડ (લિનોલિયમ) વાગેરે બનાવવામાં મોટા પાયે ઉપયોગ થાય છે. અળશીનો ખોળ અને તેલરહિત ભરડો ૨૦ ટકા પ્રોટીન ધરાવે છે અને દૂધાળાં પશુઓને ખવડાવવાના ઉપયોગમાં લેવાય છે. અળશીના છોડમાંથી ફલ્ડેક્સ તરીકે ઑળખાતા રેસા મળે છે, જેમાંથી લિનન કાપડ બનાવાય છે. [[આયુર્વેદ]] પ્રમાણે અળશી વાયુનાશક, ઉષ્ણ અને શોથધ્ન છે.<ref name=PatelAndShah/>
 
==સંદર્ભો==
{{reflist}}
 
==બાહ્ય કડીઓ==
{{Commons category|Flax}}
{{Wiktionary|flax|flaxen}}
[http://www.FlaxseedsBenifit.com Flax seeds]
 
{{સ્ટબ}}
[[શ્રેણી:વનસ્પતિ]]
"https://gu.wikipedia.org/wiki/અળશી" થી મેળવેલ