રસાયણ શાસ્ત્ર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
વિસ્તાર + કામ ચાલુ છે
ઉમેરણ
લીટી ૧:
{{કામ ચાલુ}}
[[File:Chemicals in flasks.jpg|thumb|right|રસાયણો - એમોનિયમ હાઇડ્રોક્સાઇડ અને નાઇટ્રિક એસિડ, જે વિવિધ રંગો દર્શાવે છે.]]
 
'''રસાયણ શાસ્ત્ર''' (ગ્રીક: ''χημεία'') એ [[વિજ્ઞાન]]ની એક શાખા છે કે જેમાં [[તત્વ|તત્વો]] અને સંયોજનોના ગુણધર્મો, તેમનું સંઘટન અને તેમની સંરચના તથા તેમનાં રૂપાંતરોનો અભ્યાસ કરવામાં આવે છે. પદાર્થ વચ્ચે પ્રક્રિયા થાય તે દરમિયાન શોષાતી અથવા મુક્ત થતી ઊર્જાના અભ્યાસનો પણ તેમાં સમાવેશ થાય છે. રસાયણ શાસ્ત્ર અનેક શાખાઓમાં વિસ્તરેલું છે, જેમાંની મુખ્ય શાખાઓ છે: કાર્બનિક રસાયણ, અકાર્બનિક રસાયણ, ભૌતિક રસાયણ, વૈશ્લેષિક રસાયણ, રેડિયો રસાયણ, જૈવરસાયણ, ભૂરસાયણ, ક્વૉન્ટમ રસાયણ, નાભિકીય રસાયણ અને રાસાયણિક સ્પેક્ટ્રમિકી.<ref name=trivedi>{{cite book |first=જ. પો. |last=ત્રિવેદી |title=ગુજરાતી વિશ્વકોષ |volume=ખંડ ૧૭ |year=એપ્રીલ ૨૦૦૩ |publisher=[[ગુજરાતી વિશ્વકોશ|ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ]] |location=અમદાવાદ |pages=૩૬૫-૩૬૭}}</ref>
રસાયણ શાસ્ત્રનો વિકાસ મધ્યયુગમાં કીમિયાગીરીમાંથી થયો એમ કહેવામાં આવે છે, પણ તેનો સાચો વિકાસ ફ્રેન્ચ રસાયણવિદ એ. એમ. લેવોઇઝિયરે દહનની પ્રક્રિયાનું સાચું અર્થઘટન કર્યું ત્યારપછી થયો.
 
==રાસાયણિક સમીકરણ==
બે પદાર્થોને ભેગા (મિશ્ર) કરતાં તેમની વચ્ચે પ્રક્રિયા થતી હોય તો તે દર્શાવવા માટે સમીકરણનો ઉપયોગ થાય છે. રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા અને તેમાંથી ઉત્પન્ન થતા પદાર્થોને તેમના સૂત્ર વડે દર્શાવવામાં આવે છે. આવી પ્રક્રિયા દરમિયાન તત્વોનો જથ્થો (વજન) અચળ રહેતો હોઈ પ્રક્રિયામાં ભાગ લેતા અને પ્રક્રિયા દ્વારા ઉદભવતા પદાર્થોમાંના પરમાણુઓની સંખ્યા સરખી રહે તે રીતે સમીકરણ લખવામાં આવે છે; દા. ત.,
:NaCl + H<sub>2</sub>SO<sub>4</sub> → NaHSO<sub>4</sub> + HCl
 
આ સમીકરણ એમ દર્શાવે છે કે સોડિયમ ક્લોરાઈડ (NaCl)ની સલ્ફ્યુરિક ઍસિડ (H<sub>2</sub>SO<sub>4</sub>) સાથે પ્રક્રિયા થવાથી સોડિયમ બાઇસલ્ફેટ (અથવા સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ) અને હાઇડ્રોક્લોરિક ઍસિડ (અથવા હાઇડ્રોજન ક્લોરાઇડ) ઉત્પન્ન થાય છે. કેટલાક પદાર્થોમાં પરમાણુઓનો સમૂહ એક એકમ તરીકે વર્તે છે. તેમને સૂત્ર દ્વારા દર્શાવતી વખતે કૌંસમાં મૂકવામાં આવે છે. દા. ત., (NH<sub>4</sub>)<sub>2</sub>SO<sub>4</sub> (એમોનિયમ સલ્ફેટ). પ્રક્રિયામાં ભાગ લેતા કે તેને લીધે ઉદભવતા અણુઓની સંખ્યા સૂચવે છે; દા. ત.,<ref name=trivedi/>
:2 {{chem|H|2}} + {{chem|O|2}} → 2 {{chem|H|2|O}}
 
==શાખાઓ==