મણિશંકર રત્નજી ભટ્ટ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
→‎બાહ્ય કડીઓ: વધુ વાચન
→‎સર્જન: છબી ઉમેરી
લીટી ૩૭:
 
== સર્જન ==
[[File:Plato's Phaedrus translated by Manishankar Bhatt Kant into Gujarati.jpg|thumb|કાન્ત દ્વારા અનુવાદિત [[પ્લેટો]]નું પુસ્તક ''ફીડ્રસ'']]
સાહિત્યક્ષેત્રે એમનું મુખ્ય અને મહત્વનું પ્રદાન કવિ તરીકેનું છે. અંગ્રેજીના પ્રભાવ નીચે વિકસતી આવેલી અર્વાચીન ગુજરાતી કવિતાનું પ્રૌઢ સ્વાધીન રૂપ પહેલીવાર એમની કવિતામાં પ્રગટ થાય છે. ‘પૂર્વાલાપ’ (૧૯૨૩)માં એમણે પોતાનાં કાવ્યોનો સંચય કર્યા પછી ૧૯૨૬ ની રા. વિ. પાઠક સંપાદિત આવૃત્તિમાં પરિશિષ્ટરૂપે કેટલાંક કાવ્યો ઉમેરાયેલાં છે તેમ છતાં હજુ કેટલાંક કાવ્યો અપ્રગટ રહેલાં તથા સામયિકો ને નાટક કે સંગીતના ગ્રંથોમાં કાન્તના નામે કે નામ વગર પડ્યાં રહેલાં છે. ૧૮૮૬ કે તે પૂર્વેથી માંડીને ૧૯૨૩ સુધીના કાવ્યસર્જનના આ પ્રવાહની દિશા અને ગતિ ૧૮૯૧ પછી એકદમ બદલાઈ જતી ભાસે છે. ત્યાં સુધી વૃત્તબદ્ધ અને એમાંયે વિશેષે લાંબાં વૃત્તાંતકાવ્યો આપનાર કવિ પાસેથી પછીથી અંગત ઊર્મિનાં થોડાં વૃત્તબદ્ધ કાવ્યો, તો વિશેષે ગઝલ, કવ્વાલી, અંજલી વગેરે પ્રકારની ગીતરચનાઓ અને સંગીતાનુકૂલ શબ્દરચનાઓ મળે છે; કાવ્યબાની સંસ્કૃતની શિષ્ટમિષ્ટ છટાથી તળપદી સરલતા અને સીધાપણા તરફ ઢળતી જાય છે; પ્રયોગશીલતા શાંત પડે છે અને કવિતાની સિદ્ધિઓથી ભરેલો અંક પૂરો થતો અનુભવાય છે. સૌન્દર્યતત્વના ઉપાસક કવિ હવે શિવતત્વના ઉપાસક પ્રતીત થાય છે. કવિતાના આ અસાધારણ દિશા-ગતિના પલટામાં ઊંચા કાવ્યાદર્શ અને અત્યંત સભાન, આયાસપૂર્ણ કાવ્યલેખનરીતિના થાકથી પ્રસંગોપાત્ત ઉદભવતી નિરાશા, પત્નીના મૃત્યુ જેવા અંગત જીવનના આઘાતો, વડોદરાના કલાભવનમાં ‘શિક્ષણનો ઇતિહાસ’ જેવા ગ્રંથની કામગીરીનો બોજ અને સૌથી વિશેષ સ્વીડનબોર્ગીય ખ્રિસ્તી ધર્મના સ્વીકારમાં પરિણમેલું કવિનું આંતરમંથન કારણભૂત હોવાનો સંભવ છે.